________________
२०४
अनेकान्तवादप्रवेशः
પ્રશ્ન : પણ તેમાં (eતેઓનો તેવો સ્વભાવ હોવામાં ) પ્રમાણ શું?
ઉત્તરઃ તેમાં અનુભવ જ પ્રમાણ છે. સદસદ્ વગેરેનો પરસ્પર અનુવિદ્ધરૂપે જ અનુભવ થાય છે. (અને તેથી તેઓનો તેવો સ્વભાવ નિબંધ સિદ્ધ થાય છે.)
એટલે જો છાયા આતપથી અનુવિદ્ધ ન હોય અને તેથી જો તે બે વચ્ચે વિરોધ ન હોય, તો તેમાં સદાદિને શું લાગે-વળગે? (એટલે ભાવ એ કે, છાયા-આપને લઈને સદસદાદિમાં પણ વિરોધ આવે એવું જરૂરી નથી.) કારણ કે સદસદાદિનું સ્વરૂપ તો જુદું જ છે.
આ જ વાતને પ્રગટ કરવા કહે છે –
પરમાણુ અચેતન હોય, તો તેનું ઉદાહરણ લઈને જ્ઞાનમાં પણ ચેતનતાનો વિરોધ કહેવો ઉચિત નથી, કારણ કે બંનેનો સ્વભાવ જડ-ચેતનરૂપે જુદો જુદો છે. તેમ છાયા-આતપમાં પણ સમજવું. (અર્થાતુ છાયા-આતપમાં વિરોધ હોય, તેટલા માત્રથી સદસદાદિમાં પણ વિરોધ કહેવો ઉચિત નથી; કેમ કે બંનેનો સ્વભાવ જુદો જુદો છે.)
આ જ રીતનું નિરાકરણ; શીત-ઉષ્ણ વગેરે ઉદાહરણોમાં પણ સમજવું.
સાર : એટલે વસ્તુને સદસરૂપ, નિત્યાનિત્યરૂપ એમ જુદા જુદા અનેકરૂપ માનવામાં કોઈ વિરોધ નથી.
____ यच्चोक्तम्-‘आत्मात्मीयदर्शनमेव मोहः' इत्यादि, अत्राभिष्वङ्गपूर्वकं सर्वथा स्थैर्यवासनागर्भमात्मात्मीयदर्शनमेव मोह इतीष्यत एव, नैरात्म्यैकान्तवादिनस्त्विदमनुपपन्नम्, दर्शनायोगात्; दर्शनायोगस्य च प्रतिपादितत्वाद्, अत एव रागद्वेषाभावः । इत्यलं વિસ્તરે પાપા રૂતિ મોક્ષવાવઃ સાકા
।। समाप्तमिदमनेकान्तवादप्रवेशकाख्यं प्रकरणम् ।। ।। ग्रन्थाग्रं एकोनविंशत्यक्षराधिकं ७६४ लोकप्रमाणम् ।। || વૃતિરિવં સિતારાચાર્યશ્રીરિભદ્રસૂરીમ્ |
– પ્રવેશરશ્મિ - ભાવાર્થ અને જે કહ્યું હતું કે- ‘આત્મ-આત્મીયરૂપે દર્શન જ મોહ છે...વગેરે - અહીં આસક્તિપૂર્વક સર્વથા સ્વૈર્યની વાસનાથી ગર્ભિત આત્મ-આત્મીયરૂપે વસ્તુનું દર્શન એ મોહ - એવું કહો, તો તે ઈષ્ટ જ છે, પણ એકાંત નૈરામ્યવાદીમતે આ અનુપપન છે, કેમ કે દર્શન જ નથી ઘટતું અને દર્શન ન ઘટવાનું કારણ પૂર્વે જ કહી દીધું. એટલે જ રાગ-દ્વેષ પણ ન રહે. હવે વિસ્તારથી સર્યું. આ પ્રમાણે મોક્ષવાદ થયો...આ અનેકાંતવાદપ્રવેશ નામનું પ્રકરણ સમાપ્ત થયું. શ્લોકપ્રમાણ-૭૨૦. આ કૃતિ શ્વેતાંબરાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org