________________
१८०
अनेकान्तवादप्रवेशः
एतदप्ययुक्तम्, विहितोत्तरत्वात्, नहि व्यस्तानामपि कारणे विशेषाधानमन्तरेण समस्तलक्षणकार्यविशेषो युज्यते, अतिप्रसङ्गात् । विशेषाधानस्य चैकक्षणमधिकृत्य निराकृतत्वात्, प्रबन्धचिन्तायामपि तुल्यत्वात्, क्षणव्यतिरेकेण प्रबन्धायोगात्, उक्तञ्च
'विशेषहेतवस्तेषां प्रत्यया न कथञ्चन । नित्यांनामिव युज्यन्ते क्षणानामविवेकतः ।।१।।' इत्यादि ૨. ‘મેવ' કૃતિ પૂર્વમુદ્રિતપાd: ‘મવ' રિત-પાઈ: D-પાd: I ‘મિદ તિ B-પાઈ: ‘નાદ તિ c-: I
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ: આ પણ અયુક્ત છે; કેમ કે તેનો ઉત્તર અપાઈ ગયો છે. તે એ જ કે જુદા જુદા કારણોથી પણ, પોતાના કારણમાં વિશેષના આધાન વિના સમસ્તરૂપ કાર્ય થઈ શકે નહીં, કેમ કે તેમાં અતિપ્રસંગ આવે છે અને એક ક્ષણને આશ્રયીને વિશેષના આધાનનું તો નિરાકરણ કરી દીધું છે અને પ્રબંધની વિચારણામાં પણ એ વાત તુલ્ય જ છે; કેમ કે પ્રબંધ એ ક્ષણથી જુદો નથી, કહ્યું છે કે – નિત્યપદાર્થોની જેમ, તેઓના કારણ તરીકે વિશેષહેતુઓ કોઈપણ રીતે ઘટતા નથી; કેમ કે ક્ષણોની સાથે (ક્ષણપ્રબંધનો) અતિરેક છે.
# બોદ્ધકૃત સંગતિનો નિરાશ ૪ વિવેચન : સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે તેનો ઉત્તર અને પૂર્વે જ આપી દીધો. (સહકારી દ્વારા અતિશયનું આધાન થઈ શકે નહીં અને એટલે તે હેતુ વિશિષ્ટ બની શકે નહીં – એ બધી ચર્ચાનો વિસ્તાર અને પૂર્વે કર્યો છે જ...)
વળી પૃથ્વી-બીજ વગેરે જુદા જુદા કારણોથી પણ, પોતાના કારણમાં વિશેષનું આધાન થયા વિના, સમસ્તરૂપ (પૃથ્વી-બીજાદિના સમુદાયરૂપ) કાર્ય થઈ શકે નહીં. (અર્થાત્ તેઓ થકી સમસ્તની ઉત્પત્તિ માનવા, તેઓના કારણમાં વિશેષનું આધાન માનવું અતિ જરૂરી છે.)
પ્રશ્ન: બીજના કારણમાં, વિશેષના આધાન વિના પણ, બીજથી સમસ્તની ઉત્પત્તિ માની લઈએ તો ?
ઉત્તર તો તો અતિપ્રસંગ એ આવશે કે, કુશૂલમાં (કોઠારમાં) રહેલા બીજથી પણ અંકુરાની ઉત્પત્તિ માનવી પડશે ! (પછી ભલે તે બીજના કારણમાં, કોઈ વિશેષનું આધાન ન થયું હોય..)
એટલે બીજથી સમસ્તની ઉત્પત્તિ માનવા, તે બીજનાં કારણમાં પણ વિશેષનું આધાન માનવું જ રહ્યું...
પણ ક્ષણિકમતે, વિશેષનું આધાન થઈ શકતું જ નથી, કારણ કે એક ક્ષણને લઈને વિશેષના આધાનનું નિરાકરણ તો અમે પૂર્વે જ કરી દીધું છે... (અર્થાત્ એક જ ક્ષણમાં રહેલ ઉપાદાન પર, સહકારી દ્વારા અતિશયનું આધાન થઈ શકતું નથી, એ વાત અમે પૂર્વે જ જણાવી દીધી છે.)
પ્રશ્નઃ અમે ઉપર જણાવ્યું તે પ્રમાણે; ક્ષણપ્રબંધને લઈને તો અતિશયનું આધાન થઈ શકે ને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org