________________
गुर्जरविवेचनसमन्वित:
-
પણ અમે તો ક્ષણપ્રબંધને (=અનેક ક્ષણોના સમુદાયને) આશ્રયીને અતિશયનું આધાન માનીએ છીએ. આ વિશે કહ્યું છે કે –
‘(૧) ઉપકારી, (૨) વિરોધી, (૩) સહકારી જે મનાયા છે, તે બધા ક્ષણપ્રબંધની અપેક્ષાએ સમજવા, બાકી તેઓ બધા એકકાળે કેવી રીતે પણ હોય નહીં.''
એટલે (૧) ઉપકાર્ય-ઉપકારકભાવ, (૨) વિરોધ્ય-વિરોધકભાવ, અને (૩) સહકાર્યસહકારકભાવ • આ ત્રણે ભાવો; અનેક ક્ષણોના સમુદાયને લઈને હોય છે અને તેથી અતિશયનું આધાન પણ અનેક ક્ષણોને લઈને હોઈ જ શકે છે, તેમાં કોઈ ક્ષતિ નથી.
જુઓ -
—
१७९
બીજ-પૃથ્વી વગેરે જુદા જુદા ઉપાદાન-સહકારી કારણો, પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સમસ્ત પદાર્થોને ઉત્પન્ન કરે છે (અર્થાત્, જ્યારે પાણીથી ભીની જમીનમાં બીજ વવાયું, ત્યારે બીજ; પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા પૃથ્વી-બીજ વગેરે બધાને ઉત્તરક્ષણરૂપે ઉત્પન્ન કરે છે. અને ત્યારે પૃથ્વી પણ; સ્વાનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા બીજ-પૃથ્વી વગેરેને ઉત્પન્ન કરે છે.)
હવે તે ઉત્પન્ન થયેલા (સ્વાનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ ) બીજ-પૃથ્વી વગેરે સમસ્ત પદાર્થો પણ; પરસ્પર એકબીજામાં અતિશયના આધાનવાળા થઈને (બીજ, પૃથ્વીમાં અતિશયનું આધાન કરે અને પૃથ્વી બીજમાં અતિશયનું આધાન કરે - આમ એકબીજામાં અતિશયનું આધાન કરીને તેઓ) સામર્થ્યના પ્રકર્ષથી યુક્ત એવું જુદું સ્વરૂપ જેમનું છે એવા અન્ય પદાર્થોને ઉત્પન્ન કરે છે. (આ અન્ય પદાર્થો સામર્થ્યના પ્રકર્ષથી યુક્ત એવા જુદા સ્વરૂપવાળા છે - તેનો ભાવ એ કે, તેઓ પણ પોતાના કાર્યને ઉત્પન્ન કરવાના શ્રેષ્ઠ સામર્થ્યથી સમન્વિત છે, એવું તેઓનું સ્વરૂપ પૂર્વેના સમસ્તકારણોથી જુદું જ છે કે જેથી તેઓ વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરે છે...)
હવે કાળરૂપી ઉપાધિથી, જેમણે પૂર્વના કારણોથી કાંઈક વિશેષસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, તેવા તે અન્ય પદાર્થો પણ, માત્રયા-િિબ્રધિમ્ પોતાથી કંઈક વિશેષ સામર્થ્યવાળા બીજા અન્ય પદાર્થને ઉત્પન્ન કરે છે.
આમ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ સામર્થ્યવાળા અન્ય-અન્ય પદાર્થોને તેઓ ઉત્પન્ન કરે છે.
હવે આવા ક્રમથી ઉત્તરોત્તર જન્મની પરંપરાએ (અંકુરારૂપ) વિવક્ષિત ફળની અપેક્ષાએ, પૂર્વની છેલ્લી ક્ષણે થનારા પદાર્થો, એવા વિશિષ્ટ અતિશયને પામે કે જેથી તેમના થકી અંકુરારૂપ વિશિષ્ટ કાર્યનો જન્મ થાય.
બસ, આ જ તે કારણનું વૈશિષ્ટ્ય છે અને તેથી જ તે કારણ વિશિષ્ટ કહેવાય છે. એટલે અમારા મતે કોઈ અસંગતિ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org