________________
१५८
अनेकान्तवादप्रवेशः
છ ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવની અસંગતિ છે વિવેચનઃ હેબૌદ્ધ ! તમે ગ્રાહ્ય-અર્થ અને ગ્રાહકજ્ઞાન-એ બંનેની કથંચિત્ =કોઈક અપેક્ષાએ) પણ તુલ્યકાલતા માનતા નથી. તેનું કારણ એ કે, તમે તે બંનેને હેતુ-ફળરૂપે માન્યા છે. (અર્થાત ગ્રાહ્ય-અર્થ હેતુ અને તેના આધારે થનારું ગ્રાહકસંવેદન ફળ – આમ ગ્રાહ્ય-ગ્રાહકને હેતુ-ફળરૂપે માન્યા છે.)
આ વિશે ધર્મકીર્તિએ કહ્યું છે કે –
“અનુમાનાદિને જાણનારા યુક્તિજ્ઞ પુરુષો, જ્ઞાનમાં પોતાને અનુરૂપ આકારનું અર્પણ કરવામાં સમર્થ એવું અર્થનું હેતુપણું; તે જ ગ્રાહ્યતા છે એવું જાણે છે..” (પ્રમાણવાર્તિક-૨/૨૪૭)
અહીં પણ અર્થને હેતુરૂપે અને જેમાં આકારનું અર્પણ કરવાનું છે, તે જ્ઞાનને ફળરૂપે જણાવેલ છે (અને તમે તો હેતુ-ફળને પૂર્વાપરભાવે જ માનો છો, તુલ્યકાળે નહીં.)
(પર્વ સતિ) હવે જો બંને તુલ્યકાળે ન હોય, તો એનો મતલબ એ થયો કે, પહેલી ક્ષણે ગ્રાહ્ય-અર્થ અને બીજી ક્ષણે તેનો અભાવ થયે જ ગ્રાહકજ્ઞાન ઉત્પન્ન થાય છે. કારણ કે બધું ક્ષણિક છે.)
એટલે હવે સંવેદન એ ગ્રાહ્યના અભાવમાં જ થાય છે, તો તે જ્ઞાન, ગ્રાહ્ય-અર્થને શી રીતે ગ્રહણ કરે ?
અને પૂર્વેક્ષણે) ગ્રાહ્ય-અર્થ વખતે ગ્રાહકશાન થયું જ ન હોવાથી, તે અર્થ, પોતાના ઉત્તરકાળભાવી જ્ઞાનથી ગ્રાહ્ય શી રીતે બને ? (અને જ્ઞાન વખતે તો ગ્રાહ્ય અર્થનું અસ્તિત્વ જ ન હોવાથી, તે વખતે તો તે ગ્રાહ્ય ન જ બને.)
એટલે હે બૌદ્ધો ! સૂક્ષ્મક્ષિકારૂપ હાથ થકી એક યુક્તિદીવો લઈને, પોતાના દર્શનના અભિનિવેશરૂપ અંધારું દૂર કરીને, અમે કહેલું બરાબર જુઓ.
(જેમ દીવાથી અંધારું દૂર કરીને વાસ્તવિક વસ્તુ દેખાય છે, તેમ તમે પણ યુક્તિને આગળ કરીને અને સ્વદર્શનનું અભિનિવેશરૂપ અંધારું દૂર કરીને, વસ્તુસ્થિતિ વિચારો, તો તમને પણ સત્ય હકીકત સમજાઈ જશે.)
તેથી ફલિત થયું કે, વસ્તુને સર્વથા નિરન્વય ક્ષણિક માનવામાં, ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ અસંગત થાય છે.
____ आकारार्पणक्षमत्वमपि तस्यानिश्चितमेव । नहि 'अनन्तरातीतविषयाकारमेवेदं संवेदनम्' इति विनिश्चेतुं शक्यते, तस्याग्रहणाद् । अग्रहणं च तदानीमसत्त्वाद् । असति च तस्मिंस्तदाकारमेतदतदाकारं न भवति, इति अवगमानुपपत्तिः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org