________________
अनेकान्तवादप्रवेशः -or>
વિવેચનઃ પૂર્વપક્ષ ઃ ઘટવિકલ્પ, ઘટસ્વલક્ષણ અને સામાન્યનું એકીકરણ કરે છે, પટસ્વલક્ષણ અને સામાન્યનું નહીં; એવું પ્રસ્તુતમાં સિદ્ધ કરવું છે. તેની સિદ્ધિ કઈ રીતે થાય ? તે વિચારીએ – ‘અયં (ઘટ:) ઘટપવવાવ્યઃ' એવો સંકેત જ્યારે કરાય ત્યારે ઘટરૂપ સ્વલક્ષણનું સંવેદન (=દશ્યસંવેદન) થાય છે. હવે આ ઘટ, વર્તમાનકાળમાં જે ઘટસ્વલક્ષણ વિશે પ્રવૃત્તિ થઈ રહી છે. તેના સમાનજાતીય છે. એટલે અર્થ થયો - સંકેત વખતે, વર્તમાનકાલીન પ્રવૃત્તિનો વિષય જે ઘટ; તેની સમાનજાતીય ઘટનું સંવેદન થાય છે.
१३८
હવે આ ઘટસંવેદન પોતાની જ્ઞાનપરંપરામાં સંસ્કારોનું આધાન કરે છે અને એ સંસ્કારોનો પ્રકોપ; વિકલ્પના બીજને જાગૃત કરે છે... અર્થાત્ એ સંસ્કારોથી બીજ જાગ્રત થાય અને એ બીજથી ઘટવિકલ્પ ઉત્પન્ન થાય.
આમ ઘટવિકલ્પનું બીજ; ઘટસ્વલક્ષણના સંવેદનથી જન્ય સંસ્કારના પ્રકોપથી જ જાગૃત થાય છે. એટલે એ વિકલ્પ, ઘટસ્વલક્ષણ અને સામાન્યનું જ એકીકરણ કરશે, પટસ્વલક્ષણ અને સામાન્યનું નહીં.
ઉત્તરપક્ષ ઃ આ વાત પણ અસંગત છે, કારણ કે દશ્યસંવેદનથી ઉત્પન્ન થયેલા સંસ્કારનો પ્રકોપ; વિકલ્પને ઉત્પન્ન કરવા સમર્થ નથી. કેમ સમર્થ નથી ? એ વાત અમે પ્રથમ અધિકારમાં વિસ્તારથી કહી હતી.
[આ વાતને આપણે સ્પષ્ટતાથી સમજીએ –
પૂર્વપક્ષ : સંકેતકાળે (અયં પટ:) નિર્વિકલ્પ/વિકલ્પ થાય છે. હવે સજાતીય ઘટનું દર્શન (નિર્વિકલ્પ) થાય ત્યારે તે સંસ્કાર જાગ્રત થાય છે, જે વિકલ્પને જન્મ આપે છે અને તે વિકલ્પમાં ઘટનું જ એકીકરણ થાય છે, કારણ કે સંસ્કાર ઘટદર્શનથી થયેલ છે, પટદર્શનથી નહીં.
અથવા પછી પટનું દર્શન થાય ત્યારે તે સંસ્કાર જાગ્રત જ ન થતો હોવાથી પટદર્શનથી ‘ઘટોડયમ્’ એવો વિકલ્પ થવાની સંભાવના જ નથી.
ઉત્તરપક્ષ : તમારી વાત યોગ્ય નથી કારણ કે પૂર્વે થયેલો અનુભવજન્ય સંસ્કાર, વર્તમાનના અનુભવથી ત્યારે વિકલ્પ ઉત્પન્ન કરી શકે કે વર્તમાન અનુભવમાં તે કંઈ વિશેષનું આધાન કરે. (નહીં તો પૂર્વે જે વ્યક્તિને અનુભવ (સંકેત) થયો નથી તેવી વ્યક્તિને પણ વર્તમાન અનુભવથી વિકલ્પ થવો જોઈએ. જે થતો નથી ) પણ તેવા વિશેષનું આધાન શક્ય નથી. તે પહેલા અધિકારમાં બતાવ્યું છે, તેથી ફરી બતાવતા નથી.]
*
यच्चोक्तम्-‘सङ्केतवशाच्च शब्दात्प्रवृत्तिः, तस्य च विकल्पमन्तरेणान्यत्र कर्त्तुमशक्यत्वात्' इति; एतदघटमानकम्, विकल्पेऽपि सङ्केतस्य कर्त्तुमशक्यत्वात्, तस्याप्युत्पत्त्यनन्तरापवर्गित्वात्; तथाहि तस्मिन्नपि सङ्केतविधिरनुत्पन्ने वा क्रियते ?
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International