________________
गुर्जरविवेचनसमन्वितः
દેશ્ય સાથે જ એકીકરણ કરે, બીજા દૃશ્ય સાથે નહીં - એમાં નિયામક કોણ ?
વિવેચન : તે પ્રમાતા, જે વખતે દૃશ્ય-વિકલ્પ્સનું એકીકરણ કરે, તે વખતે તે બેનું જુદા જુદારૂપે ગ્રહણ (૧) થાય છે, કે (૨) નહીં?
(૧) જો દશ્ય-વિકલ્પ્ય બંનેનું જુદા જુદારૂપે ગ્રહણ થાય છે, તો તે બેનો અસંકીર્ણ (જુદા જુદા રૂપે) જ બોધ માનવો પડે (તો જ તે ‘બે’નું દર્શન કહેવાય) અને જો એ રીતે જુદા જુદા રૂપે ગ્રહણ થાય, તો તે પ્રમાતા, તેઓનું એકીકરણ શા માટે કરે ?
१३७
આશય એ કે એકીકરણ કરવાનું હવે કોઈ પ્રયોજન ન રહ્યું. કારણ કે માત્ર વિકલ્પ્સનું ગ્રહણ થતું હોય ને દશ્યનું ન થતું હોય, તો, દશ્યમાં પ્રવૃત્તિની ઉપપત્તિ માટે દૃશ્યની પ્રતિપત્તિ અને તેના માટે વિકલ્પ્સની સાથે એકીકરણ માનવું પડે...જો બંનેનું ગ્રહણ થઈ જ જતું હોય, તો તેનાથી જ પ્રવૃત્તિની ઉપપત્તિ થઈ જશે, એકીકરણની જરૂર જ નથી.
એટલે પહેલો વિકલ્પ તો યોગ્ય નથી.
(૨) જો દશ્ય-વિકલ્પ્ય બંનેનું ગ્રહણ ન થાય એવું માનો, તો તે બેનું એકીકરણ જ યુક્ત નથી; કેમ કે અતિપ્રસંગ આવે છે, જુઓ
જો બેનું ગ્રહણ નથી થતું, તો તે બેનું એકીકરણ પણ ન થાય, કારણ કે ગ્રહણ વિના પ્રતિનિયત દૃશ્યની સાથે એકીકરણ સંભવે નહીં. આશય એ કે, અગ્રહણ તો ઘણા બધા દશ્યનું (=સ્વલક્ષણનું) છે, તો બીજા બધા દશ્યને છોડીને માત્ર વિવક્ષિત દૃશ્યની સાથે જ એકીકરણ કરવાનું કેમ કહો છો ? અગ્રહણ તો બીજા અનેક દૃશ્યોનું હોવાથી, તેઓની સાથે પણ એકીકરણ કરવાનો પ્રસંગ આવે. એટલે આમ એકે વિકલ્પો પ્રમાણે એકીકરણ જ સંભવતું નથી, તો તેના આધારે વસ્તુ વિશે પ્રવૃત્તિ પણ શી રીતે સંભવે ?
*
*
स्यादेतद्, असौ तत्समानजातीयदृश्यसंवेदनाहितवासनाप्रकोपप्रबोधितस्वबीजजन्मा विकल्पः, इति; अतो 'न दृश्यान्तरेण' इत्येतदप्यसङ्गतम्, दृश्यसंवेदनाहितवासनाप्रकोपस्य तत्प्रबोधाक्षमत्वाद्, इति ।
एतदावेदितं प्राग्, अतो नेह प्रयत्नः, इति; अलं विस्तरेण ।।
• પ્રવેશરશ્મિ ---
ભાવાર્થ : પૂર્વપક્ષ • દૃશ્યના સમાનજાતીય એવા દૃશ્યના સંવેદનથી થયેલા સંસ્કારના પ્રકોપથી ઉદ્બોધિત થયું છે બીજ જેનું એવો વિકલ્પ થાય છે એટલે દૃશ્યાંતરની સાથે એકીકરણ નહીં થાય.
For Personal & Private Use Only
ઉત્તરપક્ષ : આ પણ અસંગત છે, કારણ કે દશ્યસંવેદનથી આહિત સંસ્કારનો પ્રકોપ વિકલ્પબોધને ઉત્પન્ન કરવા સમર્થ નથી આ અમે પૂર્વે જ બતાવી દીધું. એટલે અહીં પ્રયત્ન કરતા નથી. હવે વિસ્તારથી સર્યું.
Jain Education International
www.jainelibrary.org