________________
સંપાદકીયમ્ મહોપાધ્યાય પૂ.યશોવિજયમ.સા. દાનધર્મને પરમમંગલ કહ્યું છે. આત્માના ભવ્યત્વના વિકાસમાં દાનધર્મ આદિ સોપાન છે. પુણ્યની વૃદ્ધિ અને પુણ્યની પુષ્ટિ દાનથી જ થાય છે. બીજા શબ્દમાં કહીએ તો ધર્મનો પ્રારંભ દાનધર્મથી થાય છે.
દાનધર્મના મહિમા અને પ્રભાવનું વિશદ વર્ણન કરનારી કથા એટલે “મંગલકલશચરિત્ર.” સંવત ૧૧૬૦માં રચાયેલ શાંતિનાથ ચરિત્ર જેવા પ્રાચીન ગ્રંથોમાં પ્રાકૃતભાષામાં ગૂંથાયેલ આ કથાને મધ્યકાલીન અનેક વિદ્વાન મહાત્માઓએ રાસ, ચોપાઈ, ફાગરૂપે રોચક શૈલીથી વર્ણવેલી છે. ૭૦૦ વર્ષના લાંબા સમયખંડમાં ૨૯ જેટલા રચનાકારોએ પોતપોતાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી તેનું આલેખન કર્યું છે.
કથાસાહિત્ય ગહનબોધને પણ રૂચિકર અને સુગ્રાહ્ય બનાવી આપે છે. આ ચરિત્રના નાયક મંગલકલશનું ચમત્કારિક જીવચરિત્ર અને દાનધર્મ દ્વારા તેણે પ્રાપ્ત કરેલ ઋદ્ધિનું વર્ણન આ કથામાં પ્રકાશિત થઈ રહેલ છે.
એક જ કથાનકની વિવિધ દૃષ્ટિકોણથી થયેલી રચના, તેમાંના વર્ણનો કાવ્યાલંકારો, કથાઘટકો, કવિપ્રતિભા વગેરેનો અભ્યાસ અભ્યાસીવર્ગ સુગમતાથી કરી શકે તે માટે એક સાથે સામગ્રી પૂરી પાડવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક જ કથાનકની પ્રાપ્ત સર્વકૃતિઓના સંગ્રહરૂપે પ્રસ્તુત સંપાદન થઈ રહ્યું છે.
આ સંપાદનમાં મંગલકલશવિષયક પ્રાપ્તકૃતિઓ નો અનુક્રમ કથા પરંપરામાં સમાવ્યો છે. ત્યારબાદ પ્રત્યેક કૃતિઓનો પરિચય આપ્યો છે. પ્રસ્તુત કથાના ઉદ્ગાતા પૂ.દેવેન્દ્રસૂરિજીમહારાજ દ્વારા આલેખિત કથાના આધારે ““કથાસાર” આપ્યો છે તથા પરવર્તી ગ્રંથકારોએ કરેલા “ “કથાઘટક પરિવર્તન” પણ આપવાનો પ્રયાસ કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org