________________
ગયા છે. હવે પછીના પ્રાયઃ દરેક ગ્રંથકારોએ અજિતપ્રભસૂરિની કથાને આદર્શ બનાવી છે. જે કથાઘટકો ઉપરાંત શબ્દરચના પરથી પણ સ્પષ્ટ જણાઈ આવે છે. દા.ત. મુનિદેવસૂરિજીએ મંગલકલશના લગ્નવર્ણનના છ શ્લોકો શ્લોક ક્રમાંક ૧૩૩થી ૧૩૮) અજિતપ્રભસૂરિજીમાંથી (શ્લોક ક્રમાંક-૮૪થી ૯૦) શબ્દશઃ લીધેલા છે. જોકે, મુનિદેવસૂરિજીએ પ્રત્યેક સર્વાન્ત દેવચન્દ્રસૂરિજીની સ્તુતિ કરી છે, તથા દેવચંદ્રસૂરિજી સાથે વર્ણન સામ્ય પણ જોવા મળે છે. પરંતુ, દેવચંદ્રસૂરિજીનો સોમચંદ્રના ભવનો શીલપાલનનો કથાઘટક અજિતપ્રભસૂરિજીની જેમ તેમણે પણ સ્વીકાર્યો નથી. તો બાજુ ઉપર જણાવ્યા મુજબ લગ્નવર્ણન શબ્દશઃ અજિતપ્રભસૂરિજીનું સ્વીકાર્યું છે. આ વસ્તુસ્થિતિ એવું જણાવે છે કે–રચનાસમયે મુનિભદ્રસૂરિજીએ દેવચંદ્રસૂરિજી અને અજિતપ્રભસૂરિજી બન્નેને સામે રાખ્યા હશે. રાજવલ્લભ ઉપાધ્યાયે તો માત્ર થોડા (કે જેની વિરક્ષા પણ ન કરી શકાય) શાબ્દિક પરિવર્તન કરીને સંપૂર્ણતયા અજિતપ્રભસૂરિજીની જ કથા ગ્રહણ કરી છે. માત્ર ઉપરોક્ત લગ્ન વર્ણન છોડી દીધું છે.
> ભાવચંદ્રજી, લક્ષ્મીસૂરિજી તથા હંસચંદ્રજીના શિષ્યએ તો અજિતપ્રભસૂરિજીની કથામાંથી વર્ણન સ્થાનો વગેરે ગૌણ કરી એ જ કથાનો ગદ્યાનુવાદ કર્યો છે. તેમાં પણ લક્ષ્મીવલ્લભજીએ તો કથામાં પણ અત્યંત ટુંકાણ કર્યું છે. શરૂઆતનો કેટલોક કથાંશ તેના ઉદાહરણ સ્વરૂપે– અજિતપ્રભસૂરિજી :
उज्जयिन्यां महापुर्या, वैरिसिंहो महीपतिः । सोमचन्द्रा च तद्भार्या, धनदत्तश्च श्रेष्ठ्यभूत् ॥१॥ धर्मार्थी सुविनीतात्मा सत्यशीलदयान्वितः । गुरुदेवार्चनप्रीतः स श्रेष्ठी धनदत्तकः ॥२॥ सत्यभामेति तद्भार्या शीलालङ्कृतिशालिनी । पत्यौ प्रेमपरा किं त्वपत्यभाण्डविवर्जिता ॥३॥ साऽन्यदा श्रेष्ठीनं पुत्रचिन्ताम्लानमुखाम्बुजम् । दृष्ट्वा पप्रच्छ हे नाथ ! किं ते दुखस्य कारणम् ॥४।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org