________________
४२
શ્રેષ્ઠીપુત્ર હોવા છતાં મંગલકલશના ભાવમાં રાજકુમારીને પરણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, રાજ્યની પ્રાપ્તિ થઈ અને સદ્દગુરુના યોગ દ્વારા ચારિત્રની પ્રાપ્તિ પણ થઈ. આ બધા માટે પ્રકૃષ્ટ પુણોપાર્જન કરેલું હોવું જોઈએ. હા, બીજા દ્વારા પુણ્યોપાર્જન કરવાને કારણે એકવાર ભાડેથી પરણવાનો અવસર પણ આવ્યો. આ રીતે વિનયચંદ્ર-સૂરિજીએ વર્ણવેલો કથાઘટક વધુ યોગ્ય જણાય છે.
> શ્રીદેવીની સખી ભદ્રાને અહીં સોમચંદ્રના મિત્ર જિનદત્તની પત્ની દર્શાવી છે.
> ભદ્રાનો પતિ રોગિષ્ઠ થયો હોવાને બદલે, તે પોતાની પત્નીથી વિરક્ત થયો હોવાનું નિરુપાયું છે.
> ભદ્રા સખી શ્રીદેવીને પતિની વિરક્તિનું કારણ પૂછે છે ત્યારે શ્રીદેવીએ મજાકમાં “તારી ચામડીનો જ કોઈ દોષ હશે, આવું કહ્યું, જેના ફળ સ્વરૂપે રૈલોક્યસુંદરીના ભવમાં તેના પર કલંક આવ્યું.
> મંગલકલશ અને રૈલોક્યસુંદરી બારવ્રતનું પાલન કરીને શિવગતિને પામ્યા. મંગલકલશના આગળના ભવો કે એ ભવમાં ચારિત્ર પ્રાપ્તિની કથા અહીં વર્ણવેલી નથી. (૩) અજિતપ્રભસૂરિજી :
> મંત્રીએ સ્થાનપાલકને પોતાની બધી જ સત્ય હકીકત જણાવી દીધી.
> મંત્રીના કુલદેવીએ આકાશવાણી કરી ત્યારે સ્પષ્ટ કહી દીધું કે “પુષ્પો હાથમાં લઈને જતો આ બાળક રાજકુમારીને ભાડેથી પરણશે” અન્યત્ર રાજકુમારીને બદલે માત્ર કન્યાનો નિર્દેશ કરેલો છે.
> જંગલમાં પહોંચેલા મંગલકલશે દર્ભના તૃણથી દોરડું બનાવીને વૃક્ષ પર ચઢ્યો. આગળની કથામાં માત્ર વૃક્ષ પર ચડવાની વાત છે.
> મંગલકલશ મંત્રીને દેશાદિના નામ અને પોતાના સત્કારનું કારણ પૂછે છે ત્યારે પ્રથમવારમાં જ મંત્રી સર્વવૃત્તાંત જણાવી દે છે. દેવેન્દ્રસૂરિજી વગેરેની કથામાં મંગલકલશ પ્રથમવાર પૂછે છે ત્યારે મંત્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org