________________
૪૦
(૨) વિનયચંદ્રસૂરિજી :
> વિનયચંદ્રસૂરિજી માસિકયચંદ્રસૂરિજીને અનુસર્યા હોવા છતાં સોમચંદ્રના ભવનો શીલપાલનનો કથાંશ લીધો નથી. એ ઉપરાંત પણ કેટલાક ઘટકોમાં પરિવર્તન કર્યા છે.
> ધનદત્ત શ્રેષ્ઠીએ પોતાની ચિંતાનું કારણ દર્શાવ્યું ત્યારે સત્યભામાએ પહેલા ઉપાય દર્શાવ્યો કે “આપ બીજી કન્યાઓને પરણી લો, જેમનાથી ઘણા પુત્રો થશે.'
> >લોકસુંદરીને લગ્ન યોગ્ય થયેલી જાણીને રાજાએ સભાસદોને પૂછ્યું-“આવી રાજકુમારીને યોગ્ય કોઈ વર તમે જોયો છે ? અથવા તો ક્યાંય સાંભળ્યો છે ?' ત્યારે સભાસદોએ અભયવચન માંગીને જણાવ્યું કે “આપણા મંત્રીનો પુત્ર છે. એના જેવો બીજો કોઈ વર અમે જોયો કે સાંભળ્યો નથી.” ત્યારે રાજાએ તેઓનું વચન માનીને મંત્રીને લગ્નની વાત કરી. બીજી બધી જ કથામાં રાજાના આ સંવાદનું રાણીઓ સાથે નિરૂપણ છે.
> મંત્રીએ તપ કરીને ગોત્રદેવીની આરાધના કરી એવું અહીં જણાવાયું છે. અટ્ટમ કર્યાની વાત નથી.
> મંત્રીએ સ્થાનપાલકને બોલાવીને “જે બાળક આવે તેને રાત્રે જ મારી પાસે લઈ આવવો એવું કહ્યું હતું, તેમાં અહીં “ત્રીજે દિવસે બાળક આવશે” એવું ઉમેર્યું છે. જોકે ગોત્રદેવી સંકેત આપે છે ત્યારે ત્રીજા દિવસની વાત કરી નથી.
> મંગલકલશમંત્રીને વારંવાર નગર-ગામ-દેશ વગેરેનું નામ પૂછતો હતો, પરંતુ મંત્રી તેને કહેતા ન હતા, એકવાર મંગલકલશને અત્યંત ચિંતાતુર જોઈને મંત્રીએ પોતાનું પ્રયોજન જણાવ્યું.
> લગ્ન સમયે ચતુર્થ મંગલમાં રાજાએ મંગલકલશને અશ્વ વગેરે આપ્યું આટલું જ જણાવ્યું છે. પ્રથમ ત્રણ મંગલમાં શું આપ્યું તે જણાવ્યું નથી.
> લગ્ન કરીને આવ્યા પછી મંત્રીના અંગત માણસો એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org