________________
સામેથી કહે છે કે –“તારે રાજપુત્રીને પરણીને મારા પુત્રને આપવાની છે.” મૂળકથામાં મંગલકલશ બે વાર પૂછે છે પછી મંત્રી તેને કહે છે.
> લગ્ન સમયે રાજાએ ચાર મંગલમાં ચતુરંગ સૈન્ય વગેરે આપ્યું.
> લગ્નબાદ મંગલકલશ મંત્રીના ઘરે આવે છે ત્યારે અને મોદક વાપર્યા બાદ રૈલોક્યસુંદરી સાથે વાર્તાલાપ ચાલતો હોય છે ત્યારે એમ બે વાર મંત્રીના અંગત માણસે મંગલકલશને અહીંથી નીકળી જવાના આંખના ઇશારા કર્યા. મૂળકથામાં બને વાર મંત્રીના દાસ-દાસીઓ દ્વારા થતી વાતો સંભળાઈ જવાનું કથન છે.
> મંગલકલશ રથ લઈને ઉજજૈની ઘરે પાછો આવે છે ત્યારે માતા-પિતા તેને ઓળખતા નથી. તેને રાજપુત્ર માનીને બન્ને ઘર બાજુ આવતો અટકાવે છે.
•> વૈરીસિંહ રાજાના મહેલમાં રહ્યા પછી પુરુષવેષમાં રહેલી રૈલોક્યસુંદરીએ પૂર્વદિશામાં જળાશય પાસે રાજાની અનુજ્ઞાથી સાત માળનો મહેલ બનાવડાવ્યો.
> રૈલોક્યસુંદરીએ પિતાએ લગ્ન સમયે આપેલા અશ્વો જોયા પરંતુ, “તે અશ્વો રાજાના નામથી અંકિત હતા તેવી વાત નથી.
> મંગલકલશે કથા સંભળાવતા પહેલા પુરુષવેષમાં રહેલી ગૈલોક્યસુંદરીને ચરિત અને કલ્પિતમાંથી કઈ કથા સંભળાવું? એમ પૂછ્યું ત્યારે રૈલોક્યસુંદરીએ કહ્યું-“ચરિત કથા જ કહો, અને “આ મોદકની સાર્થકતા, એ વાપર્યા પછી ઉજજૈની નગરીનું પાણી મળે તો છે.” એવું સાંભળીને મારા ચિત્તમાં ચમત્કૃતિ થઈ હતી એ કથા કહો.” આ સાંભળીને મંગલકલશ સમજી ગયો કે-આ એ જ રૈલોક્યસુંદરી છે, જેને હું પરણ્યો છું.”
> ગુણસુંદર રાજાએ મંત્રીના વધ માટે આદેશ કર્યો ત્યારે મંગલકલશે તેનો વધ અટકાવ્યો અને યથાસ્થિત જ રાખવા માટે રાજાને વિનંતિ કરી, રાજાએ પણ વિનંતિનો સ્વીકાર કર્યો. દેવચંદ્રસૂરિજીની કથામાં મંત્રીનો વધ અટકાવવાની વાત છે. પરંતુ પછી મંત્રીના દેશનિકાલનું નિરૂપણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org