________________
२५
• મંત્રીની ભક્તિથી કુલદેવતા પ્રસન્ન થયા, અને પોતાનું સ્મરણ કરવાનું કારણ પૂછ્યું.
• મંત્રીએ પુત્રને નીરોગી કરવાની વાત કરી ત્યારે દેવીએ કર્મોની અમોઘતા સમજાવી બીજું કાંઈક માગવાનું કહ્યું.
ત્યારે મંત્રીએ માંગ્યું કે- “બીજો કોઈ કુમાર લાવી આપો કે જે રાજપુત્રીને ભાડેથી પરણી મારા પુત્રને આપે.”
તેવો કુમાર લાવી આપવાનું વચન આપતા દેવીએ કહ્યું – જે કુમાર નગરની બહાર સ્થાનપાલક પાસે ઠંડીથી થરથરતો આવે અને તાપણાપાસે તાપ કરે તે કુમાર તારે ગુપ્ત રીતે લઈ આવવો.
• મંત્રીએ પણ સ્થાનપાલકને બોલાવીને આવશ્યક સૂચનાઓ આપીને રાત્રે જે કુમાર આવે તેને ગુપ્ત રીતે લઈ આવવા ભલામણ કરી.
કુલદેવીએ પોતાના જ્ઞાનથી મંગલકલશને રાજપુત્રી રૈલોક્યસુંદરીનો ભાવી પતિ જાણીને તે ઉજજૈની આવી.
• ઉપવનમાં થી ફૂલ લઈને પાછા વળતા મંગલકલશને આકાશવાણી દ્વારા જણાવ્યું–ફુલ લઈને જઈ રહેલો આ કુમાર સુકન્યાને ભાડેથી પરણશે.”
• આવું અપૂર્વ સાંભળીને મંગલકલશ ઘરે જઈને આ વાત પિતાને જણાવવાનું વિચારે છે. પરંતુ, ભવિતવ્યતાને કારણે ઘરે જતા આ વાત કહેવાનું ભૂલી જાય છે.
• મંગલકલશ ફરી બીજા દિવસે પણ ગઈ કાલ જેવી જ આકાશવાણી સાંભળીને વિચારે છે કે “ગઈ કાલે તો હું પિતાને જણાવતા ભૂલી ગયો પરંતુ આજે અવશ્ય જણાવીશ.” આટલું વિચારે છે ત્યાં જ અચાનક વંટોળ વાય છે અને મંત્રીના કુલદેવી તેને એ વંટોળ દ્વારા ઉપાડીને ચંપાનગરીની બહારની ભીષણ અટવીમાં મૂકી દે છે...
• એ અટવીમાં આગળ ચાલતા એક મોટું સરોવર આવે છે. ત્યાં પોતાની તૃષા શાંત કરીને મોટા વડ પર ચડે છે. એ સમયે સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. ઉપર ચડીને તે ઉત્તરદિશામાં પ્રજવલિત અગ્નિ જુવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org