________________
જ કથાસાર
• જંબુદ્વીપ, દક્ષિણાર્ધ ભરત, ઉજ્જૈની નગરી.
• વિખ્યાતકીર્તિ વૈરીસિંહ આ નગરીનો રાજા હતો, તેને રૂપલાવણ્યશાળી સોમચંદ્રા નામની પટ્ટરાણી હતી.
આ નગરીમાં પુણ્યશાલી અને ગુણવાન ધનદત્ત નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેને સત્યભામા નામે પત્ની હતી. સત્યભામાં રૂપવાનની સાથે ગુણવાન પણ હતી. તે ધર્મશ્રદ્ધાળુ હતી. શેઠ-શેઠાણી સુખ-શાંતિમય જીવન જીવતા હતા છતાં ખાટલે મોટી ખોટ એ હતી કે તેમને કોઈ સંતાન ન હતું.
• એકવાર ધનદત્ત શેઠ તે કારણે ખૂબ ચિંતિત હતા, ત્યારે શેઠાણીએ તેમને જિનકથિત ધર્મનું સેવન કરવાની શિખામણ આપી અને કહ્યું-ધર્મ પુણ્ય વૃદ્ધિ કરે છે. પુણ્યવૃદ્ધિ થતાં પુત્રની પ્રાપ્તિ થશે, કદાચ પુત્ર પ્રાપ્તિ ન થાય તો પણ આચરેલો ધર્મ પરભવનું ભાથું બંધાવશે.”
• આ વાતથી ધનદત્ત શેઠનું મન હળવું થયું. શેઠ ધર્મ આરાધનામાં તત્પર થયા. નગરની બહારના ઉપવનમાંથી માળી પાસેથી ફુલ લાવીને ગૃહજિનાલયમાં પરમાત્માની પૂજા કરવી અને ત્યારબાદ મુખ્ય જિનાલયચમાં પૂજાદિ કરવા એ શેઠનો નિત્યક્રમ થઈ ગયો.
• શેઠની નિષ્ઠાપૂર્વકની સુંદર ભક્તિથી શાસનદેવતા સંતુષ્ટ થયા અને પુત્ર-પ્રાપ્તિનું વરદાન આપ્યું.
• ગર્ભપ્રાપ્તિ થઈ ત્યારે સત્યભામાએ રાત્રીના છેલ્લા પ્રહરે સ્વપ્નમાં અનેક મંગલ (ચિહ્નો)થી યુક્ત પૂર્ણ કળશ જોયો.
• ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે સત્યભામાએ તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો.
• પુત્રજન્મનો ઉત્સવ કર્યા બાદ નામકરણનો દિવસ આવ્યો ત્યારે સ્વપ્નને અનુસારે પુત્રનું “મંગલકલશ' નામ પાડ્યું.
• મંગલકલશ આઠવર્ષનો થયો ત્યારથી પિતાને બદલે પોતે નગરની બહારના ઉપવનમાંથી પુષ્પો લેવા જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org