________________
* સંપાદિત કૃતિઓની હસ્તલિખિત પ્રતોનો પરિચય
(૧) મુનિદેવસૂરિજીકૃત મંગલકલશકથા :
આ કૃતિની બે પ્રત પ્રાપ્ત થઈ છે. શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણ સ્થિત-લહેરુભાઈ વકીલ જૈનજ્ઞાનભંડારમાંથી ‘અ’ પ્રત અને વાડીપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાંથી ‘વ’ પ્રત પ્રાપ્ત થઈ છે.
‘ઞ' પ્રતને મુખ્ય બનાવવામાં આવી છે. ‘' પ્રતમાં કેટલાક શ્લોકો / પાઠો ખૂટતા હતા તે અને કેટલીક સ્પષ્ટ અશુદ્ધિ હતી તે ‘વ’ પ્રતને આધારે સુધારવામાં આવ્યું છે. માત્ર બે સ્થાળે ‘ૐ’ પ્રતનો પાઠ ‘પા.-૧’-દ્વારા પાઠાંતરમાં આપ્યો છે.
‘ઝ' પ્રત ક્રમાંક-૧૦૬૩૮, પ્રતનું માપ ૨૯ × ૧૨.૫ સે.મી. છે. કુલ ૮૨ ૫ત્ર છે. શાંતિનાથચરિત્રની આ પ્રતિમાં પત્ર ૪-અથી ૭બની પંક્તિ-૪ સુધી પ્રસ્તુત કથા છે.
પ્રતિ પત્ર પંક્તિ-૧૭, પ્રતિપંક્તિ અક્ષરો ૪૮ થી ૬૩ છે. વચ્ચે કોરી ફુદરડી રાખેલી છે. તેમાં મોટું કાણુ કરેલું છે. અક્ષરો સ્પષ્ટ અને સુવાચ્ય છે. દંડ વગેરે નિયત છે. દરેક પત્રની પાછડની બાજુએ પ્રતના જમણા ભાગમાં ઉપર ‘શાંતિ૬૦’ લખીને તેની નીચે પત્રાંક લખેલા છે. કોઈક જ સ્થળે ખૂટતા પાઠ ઉપરની બાજુએ ‘।।’ નિશાની દ્વારા ઉમેર્યા છે. પ્રતલેખન પ્રાયઃ ૧૫માં શતકનું હોવાનું અનુમાન થાય છે.
―
‘વ’-પ્રતક્રમાંક-૬૬૯૬, પ્રતનું મા૫-૨૬.૫ × ૧૦ સે.મી. છે. કુલ પત્ર ૧૧૨ છે. મૂળ શાંતિનાથ ચરિત્રની આ પ્રતમાં પત્ર ૯૬ અની પંક્તિ ૫ થી પત્ર-૧૦૦ની પંક્તિ ૧૦ સુધી પ્રસ્તુત કથા છે. પ્રતિપત્ર પંક્તિ-૧૩, પ્રતિપંક્તિ અક્ષરો-૪૮થી ૬૨ છે. વચ્ચે રાખેલી કોરી ફૂદરડીમાં લાલ મોટો ચાંદલો કરવામાં આવ્યો છે. ચાંદલાની વચ્ચે કાંણુ છે, અશ્રરો એક સરખા ચોખંડા છે. સુવાચ્ય છે. પ્રતની શરૂઆત પત્ર ક્રમાંક ૯૨-બથી થાય છે. દરેક પત્રમાં વચ્ચે લાલ ચાંદલાની જેમ બન્ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org