________________
'निरम्बुबिम्बदीपाक्षिसरश्चैत्यालयास्यवत्'
પુત્ર વિનાનું કુળ પાણી વિનાના સરોવર જેવું, સ્તંભ વિનાના મંદિર જેવું, દીપ વિનાના ગૃહ જેવું અને નયન વિનાના મુખ જેવું શોભા વિહીન છે.
• માણિકચચંદ્રસૂરિજીએ ‘અમ્’ અર્થક - ‘સ્મિ’ અને ‘ત્વમ્’ અર્થક ‘અત્તિ’ અવ્યયોનો પ્રયોગ ઘણીવાર કર્યો છે. દા.ત. 'प्रियामूचेऽस्मि यास्यामि वर्चोगेहेऽसि तिष्ठ तद्' ॥१६५॥
(૩) બૃહદ્(=વડ)ગચ્છીય સૈદ્ધાન્તિક શ્રીમુનિચંદ્રસૂરિજી > શ્રીરત્નસિંહસૂરિજીના શિષ્ય શ્રીવિનયચંદ્રસૂરિજીએ વિક્રમની ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં સર્ગ-૮ શ્લોક-૪૫૫૨ પ્રમાણ ‘શ્રીમુનિસુવ્રત સ્વામી ચરિત્ર''ની રચના૧૧ કરી છે. તેના ચતુર્થ સર્ગમાં શ્લોક ૧૨થી ૨૫૩ સુધી આ કથા આલેખાયેલી છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીની પ્રથમ દેશનામાં દાનધર્મનો મહિમા દર્શાવવામાટે શ્રીમુનિસુવ્રતસ્વામી પરમાત્માના મુખમાં આ કથા મૂકેલી છે. અનુષ્ટુભ છંદોબદ્ધ (માત્ર ઉપાન્ય પદ્ય-મંદાક્રાન્તા અને અંત્ય પદ્ય છિંદમાં છે.) આ કથામાં સારા પ્રમાણમાં સુભાષિતો ઉપયુક્ત છે. જેવા કે—
‘સુરે ર્મળિ પ્રાયઃ ઘેવું મતિ મૂધી:' । ‘‘૩પાયાર્થ: પ્રસિધ્ધતિ'' ।
‘‘વિનીતાનાં દ્દિ વિજ્ઞપ્ત જો નામ નહિ મન્યતે ?'' ।
૧૦. પં.વિક્રમવિજયગણિ તથા મુનિભાસ્કરવિજયજીએ વિ.સં. ૧૯૫૭માં ‘લબ્ધિસૂરીશ્વરજૈનગ્રન્થમાલા' દ્વારા આનું સંપાદન કર્યું છે.
૧૧. શ્રીવિનયચંદ્રસૂરિજીએ પાર્શ્વનાથચરિત્ર (વિ.સં. ૧૨૮૫) મલ્લિનાથચરિત્ર (વિ.સં. ૧૨૮૬), કવિશિક્ષા (જે બપ્પભટ્ટસૂરિજીની કવિશિક્ષાના આધારે રચયેલી છે.) કલ્પદુર્ગપદનિરુક્ત (વિ.સં. ૧૩૨૫), દીપાલિકાકલ્પ (વિ.સં. ૧૩૪૫), નેમિનાથચોપાઈ, આનંદસંધિ, ઉપદેશમાલાકથાનકછપ્પય વગેરેની પણ રચના કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org