________________
૪૦
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
ગાથાર્થ ત્રસકાયમાર્ગણામાં સાધારણદ્રિક અને એકેન્દ્રિયત્રિક વિના ઓઘે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે અને મિથ્યાત્વે જિનપંચકવિના ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય....સાસ્વાદને મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય.. (૨૬)
ત્રસકાચમાર્ગણામાં ઉદચસ્વામિત્વ છે વિવેચન : ૧૨૨માંથી ત્રસકાયમાર્ગણામાં સાધારણ, આતપ, એકેન્દ્રિય, સ્થાવર અને સૂક્ષ્મ – એ પાંચ પ્રકૃતિ વિના ઓથે - ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
ભાવના : સાધારણ નામકર્મનો ઉદય વનસ્પતિઓમાં જ હોય, આતપનામકર્મનો ઉદય બાદરપર્યાપ્ત પૃથ્વીકાયમાં જ હોય.. એકેન્દ્રિય, સ્થાવર અને સૂક્ષ્મ નામકર્મનો ઉદય માત્ર એકેન્દ્રિયોમાં જ હોય.. એટલે બેઈન્દ્રિય વગેરે ત્રસકાયમાર્ગણામાં, સ્થાવરપ્રાયોગ્ય આ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો..
(૧) ૧૧૭માંથી મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારદ્ધિક અને મિશ્રદ્ધિક - એ ૫ પ્રકૃતિ વિના ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ પાંચ પ્રકૃતિઓનો ઉદય યથાસંભવ ત્રીજા વગેરે ઉપરના ગુણઠાણે થતો હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.)
(૨) ૧૧૨માંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી વિના સાસ્વાદનગુણઠાણે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય હોય છે. (મિથ્યાત્વ અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય પહેલે ગુણઠાણે જ હોય અને સાસ્વાદન લઈને કોઈપણ જીવ નરકે ન જતો હોવાથી નરકાનુપૂર્વીનો ઉદય ન હોય..)
હવે ત્રસકાયમાર્ગણામાં બાકીના ગુણઠાણે કર્મપ્રકૃતિના ઉદયનો અતિદેશ કરવા અને યોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વનું નિરૂપણ કરવા કહે છે – साणे ओहव्व इयरबारसु विगलनवगाणुपुस्विचऊ। मोत्तुं नवसयमोहे, मणम्मि जिणपणग विणु मिच्छे ॥ २७ ॥ सास्वादने, ओघवदितरद्वादशसु विकलनवकाऽऽनुपूर्वीचतस्रः । मुक्त्वा नवशतमोघे, मनसि जिनपञ्चकं विना मिथ्यात्वे ॥२७॥
ને આગળની ૨૭મી ગાથામાં રહેલ “સાળ-સાસ્વાદનગુણઠાણે એ પદનું જોડાણ આ ગાથા સાથે કરવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org