________________
૪૪
ઉદયસ્વામિત્વ
-
કાયમાગણી
હવે કાયમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે–
(૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વાઉકાય, અને (૫) વનસ્પતિકાય – આ પાંચે કાયમાં કર્મપ્રકૃતિનો ઉદય એકેન્દ્રિયમાર્ગણાની જેમ કહેવો. (અર્થાત્ જે પ્રમાણે એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘથી + મિથ્યાત્વે + સાસ્વાદનગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો..)
પણ પૃથ્વીકાયાદિમાં કંઈક વિશેષતા છે, તે જણાવવા ગ્રંથકારશ્રી હવેનું નિરૂપણ કરે છે–
साहारणमाऊए तह, साहारदुगमग्गिवाऊसुं। साहारणतिगकित्ति, वज्जेज्जा आयवं य वणे ॥ २५ ॥ साधारणमप्सु तथा, साधारणद्विकमग्निवाय्वोः । साधारणत्रिककीत्यौ, वर्जयेदातपञ्च वनस्पतौ ॥ २५ ॥
ગાથાર્થ : પૃથ્વીકાયમાં સાધારણ, અપૂકાયમાં સાધારણદ્ધિક, અગ્નિવાયુકાયમાં સાધારણત્રિક અને યશનામ, અને વનસ્પતિમાં આતપ. આમ તે તે કાયમાં તે તે પ્રકૃતિનું વર્જન કરવું. (૨૫)
| વિવેચનઃ એકેન્દ્રિયપ્રાયોગ્ય ૮૦ પ્રકૃતિમાંથી (૧) પૃથ્વીકાયમાર્ગણામાં સાધારણ નામકર્મને છોડીને ૭૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો, (૨) અપૂકાયમાર્ગણામાં સાધારણ અને આતપ નામકર્મને છોડીને ૭૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૪) તેઉકાય - વાયુકાયમાર્ગણામાં સાધારણ, આતપ, ઉદ્યોત અને યશનામ - એ ૪ પ્રકૃતિઓ છોડીને ૭૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો, અને (૫) વનસ્પતિકાયમાર્ગણામાં આતાને છોડીને ૭૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
# તર્કવિચાર # - સાધારણ નામકર્મનો ઉદય વનસ્પતિકાયિકોને જ હોવાથી, બાકીના કાયોમાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો..
જ આપ નામકર્મનો ઉદય, બાદરપર્યાપ્ત પૃથ્વીકાયિકોને જ હોવાથી, બાકીની કાયોમાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org