________________
૨૯
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત લધ્યપર્યાપ્ત મનુષ્યમાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે–
मणुअम्मि अपज्जम्मि, अपज्जतिरिव्व णवरं समणुअतिगा। तिरियतिगापज्जरहिय - विगलअटूणा खलु असीई ॥ १६ ॥ मनुष्येऽपर्याप्ते, अपर्याप्ततिरश्च इव नवरं समनुष्यत्रिका। तिर्यकिरकापर्याप्तरहित - विकलाष्टकोना खल्वशीतिः ॥१६॥
ગાથાર્થ લબ્ધપર્યાપ્ત મનુષ્યમાં, લબ્ધપર્યાપ્ત તિર્યંચની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ કે, અહીં મનુષ્યત્રિકનો પણ ઉદય કહેવો અને તિર્યચત્રિક + અપર્યાપ્ત છોડીને વિકલાષ્ટક - આ પ્રકૃતિનું વર્જન કરવું. ૮૦ પ્રકૃતિનો ઉદય” (દેવગતિમાર્ગણામાં હોય છે.) (૧૬)
વિવેચન : લબ્ધપર્યાપ્ત મનુષ્યગતિમાર્ગણામાં, લબ્ધપર્યાપ્ત તિર્યંચમાં ઓઘથી જે ૮૧ પ્રકૃતિઓ કહેવાઈ હતી, તેમાં મનુષ્યત્રિકનો પ્રક્ષેપ કરવો (૮૧-૩-૮૪) અને તેમાંથી તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકસેન્દ્રિયઅષ્ટક; અર્થાત્ વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ = વિકલાષ્ટક, તેમાંથી અપર્યાપ્તને છોડીને ૭ પ્રકૃતિઓ. એમ કુલ ૧૦ પ્રકૃતિ વિના (૮૪-૧૦=૦૭૪ કર્મપ્રકૃતિઓનો ઉદય ઓધે અને મિથ્યાત્વે હોય છે. (૧૬)
હેતુસંલોક છે કે મનુષ્યત્રિકનો ઉદય મનુષ્યોને નિયમો હોય છે, એટલે તેનું ઉપાદાન કર્યું..
7 તિર્યચત્રિક, વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ - આ બધી કર્મપ્રકૃતિનો ઉદય માત્ર તિર્યંચગતિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
* કેટલાંક આચાર્યોના મતે લધ્યપર્યાપ્ત જીવોને થીણદ્વિત્રિકનો ઉદય નથી હોતો, એટલે તેમના મતે થીણદ્વિત્રિકનો પણ વિચ્છેદ કરી ૭૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
* “મસીરૂં' એ ગાથાના પદનું જોડાણ, આગળની ગાથા સાથે કરવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org