________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
ગતિમાર્ગણા
નરકગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે સામાન્યથી નરકગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : निरये ओहम्मि सुरछ-चालीस विणा छसयरी मिच्छे उ। मीसदुग-विणु चउसयरी, सासणि मिच्छ-अणुपुव्वि विणा ॥६॥ बिसयरि मीसे अणविणु, नवसट्ठी मीससंजुआ अजये। सम्मणिरयाणुपुव्वी-जुअ मीसविणा इह सयरी ॥७॥ नरके ओघे सुरषट्चत्वारिंशत्कं विना षट्सप्ततिमिथ्यात्वे तु । मिश्रद्विकं विना चतुःसप्ततिः, सास्वादने मिथ्यात्वानुपूयौं विना ॥६॥ द्वासप्ततिर्मिश्रेऽनन्तानुबन्धिनो विना, नवषष्टिमिश्रसंयुताऽजये । सम्यक्त्वनरकानुपूर्वीयुता मिश्रं विनेह सप्ततिः ॥७॥
ગાથાર્થ : નરકગતિમાર્ગણામાં ઓથે સુરત્રિકાદિ - ૪૬ પ્રકૃતિઓ વિના ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રદ્ધિક વિના ૭૪ પ્રકૃતિઓ મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય. તેમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદનગુણઠાણે ઉદયમાં હોય અને તેમાંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી વિના અને મિશ્રમોહનીય સાથે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય... અને અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય-નરકાનુપૂર્વી સાથે અને મિશ્રમોહનીય વિના ૭૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. (૬-૭)
વિવેચન : કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી નરકગતિમાર્ગણામાં સુરત્રિક, મનુષ્યત્રિક, તિર્યચત્રિક, ઔદારિકશરીર, ઔદારિકાંગોપાંગ, ૬ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત, ક્ષીણદ્વિત્રિક, સ્ત્રી
| પહેલી બીજી વગેરે નરકોની વિવક્ષા કર્યા વિના, સામાન્યથી નરકગતિમાત્રને સામે રાખીને અહીં કર્મપ્રકૃતિનો ઉદય કહેવાય છે. ત્યાર પછી વિશેષથી પહેલી વગેરે નરકોમાં કહેવાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org