________________
નગતિ, (૧૦
ઉદયસ્વામિત્વ વિવેચનઃ ગત્યાદિ માર્ગણામાં રહેલા જીવોને ભવસ્વભાવે કે ગુણનિમિત્તે કેટલીક કર્મપ્રકૃતિઓનો ઉદય હોતો નથી. એટલે (ક) જે માર્ગણામાં જેટલી કર્મપ્રકૃતિઓ ભવસ્વભાવે કે ગુણનિમિત્તે ઉદયમાં ન આવતી હોય, તેને
ઓઘોદયમાંથી નીકાળવાની હોય છે, અને (ખ) જે માર્ગણામાં જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય, તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિઓ નીકાળવાની હોય છે, અને (ગ) જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય ચાલુ થતો હોય, તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિઓ ઉમેરવાની હોય છે.
એટલે તે તે સ્થાને તે બધી કર્મપ્રકૃતિના નામો વારંવાર લેવા ન પડે, એ હેતુથી, નીકાળવા યોગ્ય અને ઉમેરવા યોગ્ય પ્રકૃતિઓને ક્રમશઃ ગોઠવી આપે છે. તે આ પ્રમાણે–
(૧) વૈક્રિયશરીર, (૨) વૈક્રિયઅંગોપાંગ, (૩) નરકગતિ, (૪) નરકાનુપૂર્વી, (૫) નરકાયુષ્ય, (૬) દેવગતિ, (૭) દેવાનુપૂર્વી, (૮) દેવાયુષ્ય, (૯) મનુષ્યગતિ, (૧૦) મનુષ્યાનુપૂર્વી, (૧૧) મનુષ્યાયુષ્ય, (૧૨) તિર્યંચગતિ, (૧૩) તિર્યંચાનુપૂર્વી, (૧૪) તિર્યંચાયુષ્ય, (૧૫) ઔદારિકશરીર, (૧૬) ઔદારિકાંગોપાંગ, (૧૭) વજઋષભનારાચ, (૧૮) ઋષભનારાચ, (૧૯) નારા, (૨૦) અર્ધનારા, (૨૧) કાલિકા, (૨૨) છેવટું, (૨૩) ન્યગ્રોધ, (૨૪) સાદિ, (૨૫) વામન, (૨૬) કુન્જ, (૨૭) બેઈન્દ્રિય, (૨૮) તે ઇન્દ્રિય, (૨૯), ચઉરિન્દ્રિય, (૩૦) એકેન્દ્રિય, (૩૧) સ્થાવર, (૩૨) સૂક્ષ્મ, (૩૩) અપર્યાપ્ત, (૩૪) સાધારણ, (૩૫) આતપ, (૩૬) ઉદ્યોત, (૩૭) થીણદ્ધિનિદ્રા, (૩૮) નિદ્રાનિદ્રા, (૩૯) પ્રચલાપ્રચલા, (૪૦) સ્ત્રીવેદ, (૪૧) પુરુષવેદ, (૪૨) સમચતુરસસંસ્થાન, (૪૩) સુભગ, (૪૪) સુસ્વર, (૪૫) આદેય, (૪૬) યશનામ, (૪૭) શુભવિહાયોગતિ, (૪૮) ઉચ્ચગોત્ર, (૪૯) જિનનામ, (૫૦) આહારકશરીર, (૫૧) આહારકાંગોપાંગ, (૫૨) મિશ્રમોહનીય, (૫૩) સમ્યક્વમોહનીય, (૫૪) નપુંસકવેદ, (૫૫) નીચગોત્ર, (૫૬) હુડકસંસ્થાન, (૫૭) અશુભવિહાયોગતિ, (૫૮) દુઃસ્વર, (૫૯) દુર્ભગ, (૬૦) અનાદેય, (૬૧) અપયશ, (૬૨-૬૫) અપ્રત્યાખ્યાન-ક્રોધ-માન-માયા-લોભ, (૬૬) પરાઘાત, અને (૬૭) ઉચ્છવાસ...
તિર્યંચાયુષ્ય,
ટ) ઋષભના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org