________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૪૯
૬-૧૩
સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદાય | વિચ્છેદ
પુનરુદય | દેશવિરત | ૮૭
અપ્રત્યા૦૪+વૈક્રિયદ્ધિક+ દેવાયુષ્ય-ગતિનરકાયુષ્ય
ગતિ + દુર્ભગત્રિક = ૧૩
– કર્મસ્તવમાં કહ્યા મુજબ સમજવું – હવે અનાહારીમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે–
कम्मणंव अणाहारे, अजोगिम्मि ओहव्व उदीरणावि । उदयव्वेति समत्तं, गुणरयणथुओदयसामित्तं ॥ ७६ ॥ कार्मणवदनाहारे, अयोगिन्योघस्येवोदीरणाऽपि । उदयस्येवेति समाप्तं, गुणरत्नस्तुतोदयस्वामित्वम् ॥ ७६ ॥
ગાથાર્થ : અનાહારીમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ સમજવું અને અયોગગુણઠાણે ઓઘની જેમ સમજવું. ઉદીરણા પણ ઉદય પ્રમાણે સમજવી.. આ પ્રમાણે મુ. ગુણરત્ન વિ. દ્વારા રચાયેલું ઉદયસ્વામિત્વ સમાપ્ત થયું.. (૭૬)
ૐ અનાહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે વિવેચનઃ (૧-૨-૪-૧૩) અનાહારીમાર્ગણામાં પહેલે, બીજે, ચોથે અને તેરમે ગુણઠાણે, જે પ્રમાણે કાર્મણકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ (ઓધે-૮૭, મિથ્યાત્વે-૮૫, સાસ્વાદને-૭૯, અવિરતે૭૩ અને સયોગીગુણઠાણે - ૨૫ એ રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો..
(૧૪) અયોગી કેવલીભગવંતોને કામણકાયયોગ નથી હોતો, પણ અણાહારી તો તેઓ પણ હોય છે જ. એટલે અનાહારીમાર્ગણામાં ચૌદમે ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ૧૨ પ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો..
અણાહારી તરીકે સિદ્ધભગવંતો પણ લેવાય, પણ તેઓ અષ્ટકર્મથી રહિત હોવાથી, તેઓને કર્મનો ઉદય હોતો નથી. છે આ પ્રમાણે આહારીમાણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું
નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org