________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
·
ઉત્તરપક્ષ : કેવલીઓને ભાવમન ન હોવા છતાં પણ દ્રવ્યમન હોવામાં કોઈ વિરોધ નથી. એટલે દ્રવ્યમનને લઈને સંજ્ઞીપણાનો વ્યવહાર કરવામાં કોઈ બાધ નથી અને તેથી સંજ્ઞીમાર્ગણામાં જિનનામકર્મનો ઉદય નિર્બાધ ઘટે..
(૧) મિથ્યાત્વગુણઠાણે ૧૧૩માંથી જિનનામ, આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - આ ૫ પ્રકૃતિઓને છોડીને ૧૦૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આ ૫ પ્રકૃતિઓનો ઉદય સ્વયોગ્ય ઉપરનાં ગુણઠાણે હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો..)
(૨) ૧૦૮માંથી સાસ્વાદનગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે—
विणु मिच्छत्तमोहं णिरय-पुव्वि दुवालससुं य ओहव्व ।
.
विउवड- उच्चछ विणोहे, मिच्छे असण्णिम्मि असयं ॥ ७४ ॥ विना मिथ्यात्वमोहं नरकानुपूर्वीर्द्वादशसु चौघस्येव । वैक्रियाष्टकोच्चषट्के विनौघे, मिथ्यात्वेऽसंज्ञिन्यष्टशतम् ॥ ७४ ॥
ગાથાર્થ : (સાસ્વાદને) મિથ્યાત્વ, અને નરકાનુપૂર્વી વિના ૧૦૬.. અને બાકીનાં બાર ગુણઠાણે ઓઘની જેમ સમજવું.. અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટક અને ઉચ્ચષટ્કને છોડીને ઓથે + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૭૪)
વિવેચન : ૧૦૮માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી - આ બે પ્રકૃતિઓને છોડીને ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ( મિથ્યાત્વનો ઉદય પહેલા ગુણઠાણા સુધી જ હોય.. * સાસ્વાદન લઈને કોઈપણ જીવ ન૨કમાં જતો નથી, એટલે નરકાનુપૂર્વીનો અહીં અનુદય કહ્યો..)
(૩-૧૪) મિશ્રગુણઠાણાથી લઈને અયોગી સુધીના ૧૨ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ (મિશ્ને - ૧૦૦ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો..
♦ સંજ્ઞીમાર્ગણામાં ઉદયયંત્ર ♦
અનુદય
સં.| ગુણઠાણું | પ્રકૃતિઓ
ઓધથી
૧૧૩
૧
મિથ્યાત્વ | ૧૦૮
Jain Education International
જિનપંચક
૧૪૩
વિચ્છેદ
વિક્લેન્દ્રિયષટ્ક + સાધારણદ્ધિક + અપર્યાપ્ત ઃ = ૯
For Personal & Private Use Only
પુનરુદય
www.jainelibrary.org