________________
૧૩૪
ઉદયસ્વામિત્વ
પ્રકૃતિઓનો ઉદય કહેવો.. દેશવિરતે વૈક્રિયદ્રિક, દેવત્રિક, નરકાયુષ્ય, નરકગતિ, દૌર્ભાગ્યસપ્તક વિના ૮૬. (૬૮)
વિવેચન : ઉપશમસમ્યક્તમાર્ગણામાં ૧૨૨માંથી વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, થીણદ્વિત્રિક, જિનનામ, આહારકદ્ધિક, સમ્યક્વમોહનીય - મિશ્રમોહનીય, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી, નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી – આ ૨૫ પ્રકૃતિઓને છોડીને ઓધે અને અવિરત ગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો...
છે કારણગવેષણા છે.' 7 ઉપશમસમ્યક્ત પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ હોય છે. એટલે યથાસંભવ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને લબ્ધપર્યાપ્તને પ્રાયોગ્ય વિકલેન્દ્રિયનવકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો..
7 ઉપશમસમ્યક્ત, અવિરતથી લઈને ઉપશાંતમોહ સુધીના આઠ ગુણઠાણે હોય છે. એટલે જે પ્રકૃતિનો ઉદય તે સિવાયનાં ગુણઠાણે જ છે, તેમનો અહીં વિચ્છેદ જાણવો. (તેથી પહેલાં ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય મિથ્યાત્વનો, પહેલાબીજા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય અનંતાનુબંધીનો, ત્રીજા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય મિશ્રમોહનીયનો અને તેરમા-ચૌદમા ગુણઠાણે ઉદયપ્રાયોગ્ય જિનનામકર્મનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો..)
7 ઉપશમસમ્યત્વે બે પ્રકારનું છે : (૧) પ્રથમ ઉપશમસમ્યક્ત, અને (૨) શ્રેણિનું ઉપશમસમ્યક્ત.. તેમાં પ્રથમ ઉપશમસમ્યક્ત વખતે ચૌદ પૂર્વનું જ્ઞાન ન હોવાથી કોઈપણ જીવ આહારક શરીર ન નિકુર્વે, અને (૨) શ્રેણિનાં ઉપશમસમ્યક્ત વખતે પણ અપ્રમાદભાવના અતિશયને કારણે કોઈપણ જીવ આહારક શરીર ન નિકુર્વે.. એટલે ઉપશમસમ્યક્તમાર્ગણામાં આહારકદ્રિકનો ઉદય ન થાય..
- ૬૯મી ગાથામાં રહેલ ટ્રેસે = દેશવિરતગુણઠાણે એ પદનું જોડાણ અહીં કરવાનું છે. ૩- “હીરાં તુ પત્તો સપાટુન અપ્પમત્તો” તા
આ વિશેની સવિસ્તૃત માહિતી મેળવવા, ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃત વૃત્તિનું અવલોકન કરવું..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org