________________
આ કૃતિમાં; નરકગતિ વગેરે ૬૨ માર્ગણાઓમાં કયા ગુણઠાણે કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય ? તેનું નિરૂપણ છે...
મારા ગુરુવર્ય- પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજે (૧) ગાથાની સંસ્કૃત છાયાઓ, (૨) ગાથાનો અર્થ, (૩) વિવેચન, (૪) આ માર્ગણામાં આટલી જ કર્મપ્રકૃતિઓનો ઉદય કેમ ? તે સિવાયની કર્મપ્રકૃતિઓનો ઉદય કેમ નહીં? એ બધાનું તર્કસભર સમાધાન, (૫) કોઠાઓ વગેરે અનેક સામગ્રીઓ દ્વારા પ્રસ્તુત ગ્રંથને સમૃદ્ધ બનાવ્યો.
ટૂંકમાં તત્ત્વરસિકો માટે; ચાવી સાથે સુરમ્ય રત્નપેટીનું સમર્પણ કરાયું છે... હવે તત્ત્વરસિકોએ એ રત્નો નિહાળવાનો આહ્વાદ માણવો જ રહ્યો.
ઉદયસ્વામિત્વ પર જુદા જુદા અનેક વિવેચનો પ્રકાશિત થયા છે, પણ પ્રસ્તુત વિવેચન તર્કશુદ્ધ અને અનેક વિદ્વાનો દ્વારા પરિમાર્જિત છે... એ તો તુલનાત્મક અભ્યાસ કરનારા જીવો સુપેરે સમજી શકશે.
વર્ષોથી અપ્રકાશિત રહેલી આ કૃતિ, સુવ્યવસ્થિત કરીને પ્રકાશિત કરવાનું કાર્ય ગુરુભગવંતે મને સોંપ્યું... બંને ગુરુભગવંત, વિદ્વર્ય પ.પૂ. મુનિ શ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજ, વિદ્વર્ય પ.પૂ. મુ.શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજ, ૫.પૂ. મુનિ શ્રી તીર્થરત્નવિજયજી મહારાજ વગેરે મુનિવરોની પરમ સહાયથી આ કાર્ય સરળતાથી પાર પડ્યું...
અજ્ઞાનતાવશાત્ જિનાજ્ઞા વિરુદ્ધ કોઈપણ લખાણ રહી ગયું હોય, તો તેનું હું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્ માંગું છું.
આ ગ્રંથના પરિશીલન દ્વારા સહુ કોઈ માર્ગસ્થ ક્ષયોપશમને નિર્મલ બનાવે, જિનવચન પરની શ્રદ્ધા દઢ બનાવે, પરંપરાએ મુક્તિસુખને પામે એ જ શુભાભિલાષા...
શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરત્ન-રશ્મિરત્નસૂરિચરણલવ
મુનિ યશરત્નવિજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org