________________
(૮)
| શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમ: ॥ श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥
! તેં નમઃ |
આ વિવિત્ર Dર્નનો તિઃ
કીડી હોય કે હાથી, માનવી હોય કે સુર-અસુર... સંસારી જીવમાત્ર કર્મના ઉદયને પરતંત્ર છે...
જ ચક્રવર્તીઓ, ઇન્દ્રો કે યાવત્ તીર્થકર-ગણધરો પણ એક દિવસ મરણને શરણ થાય છે; એ કર્મની જ વિચિત્રતા છે ને ?
છે જેમની અપ્રતીમ દેશનાશક્તિથી અનેક આત્માઓ મોક્ષને પામી જાય એ ચૌદપૂર્વીઓ પણ અનંત કાળ નિગોદમાં ફેંકાઈ જાય; એ પણ કર્મની જ વિચિત્રતા છે ને ?
રાજા રંક બને ને રંક રાજા બને, રોગી નિરોગી બને ને નિરોગી સરોગી બને; એ બધી પણ કર્મની જ વિચિત્રતા છે ને?
મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે કે – “જે જીવ કર્મની વિચિત્રતાઓને યથાવત્ જાણે છે, એ જીવને (૧) દુઃખમાં દીનતા, કે (૨) સુખમાં વિસ્મય કદી ન થાય..”
આ કર્મના વૈચિત્ર્યનું નિરૂપણ જ કમ્મપયડી-પંચસંગ્રહ વગેરે શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવાયું છે...
પરમપૂજ્ય કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની કૃપા-આશીર્વાદ-માર્ગદર્શનથી મારા પ્રગુરુવર્ય - દીક્ષાદાનેશ્વરી પરમપૂજય આ.ભ. શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે ૭૬ ગાથામય ઉદયસ્વામિત્વ' નામની સુંદર કૃતિનું નિર્માણ કર્યું...
® दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च विस्मितः ।। ____ मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ॥२१/१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org