________________
૪
ઉદયસ્વામિત્વ
કષાયમાગંણા
હવે કષાયમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ ક્રોધકષાયમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે–
છે ક્રોધકષાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે ક્રોધકષાયમાર્ગણામાં ૧૨૨માંથી જિનનામ, માનચતુષ્ક, માયાચતુષ્ક અને લોભચતુષ્ક – ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓલ્વે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
ૐ કારણગવેષણા % * જિનનામકર્મનો ઉદય તેરમા-ચૌદમા ગુણઠાણે હોય છે અને તે ગુણઠાણાવાળા જીવો ક્ષણિકષાયવાળા હોવાથી, તેઓને ક્રોધનો ઉદય ન હોય. તેથી અહીં જિનનામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો.
ક ૧૬ કષાયમાંથી અહીં માત્ર ક્રોધનો જ અધિકાર છે. એટલે અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન અને સંજવલન એ ક્રોધચતુષ્ઠને છોડીને, બાકીના માનચતુષ્ક, માયાચતુષ્ક અને લોભચતુષ્ક – એ ૧૨ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કર્યો..
(૧) ૧૦૯માંથી મિથ્યાત્વગુણઠાણે આહારકદ્ધિક, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય – એ ૪ પ્રકૃતિઓ છોડીને ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આ ૪ પ્રકૃતિઓનો ઉદય યથાસંભવ ઉપરના ત્રીજા વગેરે ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો..).
હવે બાકીના ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા અને માનાદિમાં પણ અતિદેશથી કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છે– मिच्छे परअडसु पयडि - वज्जणमोहव्व मीस-आइतिगे। कोहं चिअ वज्जेज्जा, माणाइसु पि एमेव ॥५१॥ मिथ्यात्वे पराष्टसु प्रकृतिवर्जनमोघस्येव मिश्रादित्रिके। क्रौधं चैव वर्जयेत्, मानादिष्वप्येवमेव ॥५१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org