SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત વેદમાણા હવે વેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવતાં, સૌ પ્રથમ પુરુષવેદમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે % પુરુષવેદમાગણામાં ઉદયસ્વામિત્વ છે णिरयतिग-विगलछगनपु-थीगापज्जतिगजिण विणा पुरिसे । सगसयमोहे मिच्छे, आहारगचउ विणा साणे ॥ ४४ ॥ मिच्छं मोत्तूणं अण-तिआणुपुव्वी विणा समीसा य । मीसे तिआणुपुव्वी-सम्मजुआ मीसविणु अजये ॥ ४५ ॥ नरकत्रिकविकलषट्कनपुंसकस्त्रीकापर्याप्तत्रिकजिनानि विना पुरुषे । सप्तशतमोघे मिथ्यात्वे, आहारकचतुष्कं विना सास्वादने ॥४४॥ मिथ्यात्वं मुक्त्वानन्तत्र्यानुपूर्वीविना समिश्रा च। मिश्रे त्र्यानुपूर्वीसम्यक्त्वयुता मिश्रं विनाऽयते ॥ ४५ ॥ ગાથાર્થ પુરુષવેદમાર્ગણામાં નરકત્રિક, વિકસેન્દ્રિયષક, નપુંસક-સ્ત્રીવેદ, અપર્યાપ્તત્રિક અને જિનનામ - આ ૧૫ વિના ઓઘે ૧૦૭ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે આહારકચતુષ્ક વિના ૧૦૩. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૨.. મિશ્ર અનંતાનુબંધીચતુષ્ક +ત્રણ આનુપૂર્વીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો... અને અવિરતગુણઠાણે ત્રણ આનુપૂર્વી+સમ્યક્વમોહનીય ઉમેરીને અને મિશ્રમોહનીય છોડીને ૯૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૪૪-૪૫) વિવેચન : પુરુષવેદમાર્ગણામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, નપુંસક-સ્ત્રીવેદ, અપર્યાપ્ત-સાધારણ-આતપ અને જિનનામ - આ ૧૫ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. $ હેતુગવેષણા 7 નારકો, એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો અને બધા લબ્ધપર્યાપ્ત જીવો નિયમ નપુંસકવેદી જ હોય છે. એટલે પુરુષવેદમાર્ગણામાં તેમના પ્રાયોગ્ય નરકત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ અને અપર્યાપ્તત્રિક - એ ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy