________________
પૂજ્યપાદ સ્વર્ગીય આચાર્યદેવ શ્રીમદ્વિજય ક્ષમાભદ્રસૂરીશ્વરજીનાં > જીવનની ટૂંક નોંધ
સંગ્રાહક. પૂ. મુનિરાજ શ્રીમદ્ ગુણવિજયજી મહારાજ
૧. દીક્ષા-બીકાનેરમાં મહોત્સવપૂર્વક સુમેરચંદજી સુરાણાએ લગભગ દશહેરના ખર્ચે હથીના હોદ્દે ચઢાવીને તે વખતે દીક્ષાનો વરઘોડો કાઢ્યો, બિકાનેરમાં ખરતરગચ્છીય યતિઓના વરઘોડા નીકળતા, પણ શાસનદેવની કૃપાથી મુમુક્ષુ કાશ્મીરીલાલજીની દીક્ષાનો વરઘોડો ધામધૂમ પૂર્વક નીકળ્યો, અને તે દિવસથી દીક્ષા આદિના વરઘોડા નીકળવા તપાગચ્છીયસંપ્રદાયમાં શરૂ થયા. સં. ૧૯૭૩ ના અષાડસુદ ૨ ના ધામધુમ સાથે ક઼દીક્ષા થઈ, દીક્ષા વખતે સંસારીપણાના ભાઈ રીખવદાસ જૈન જ્યોતીષી, તથા માસી ઇંદ્રકોર હાજર હતા.
૨. સં. ૧૯૮૯ ના મહા સુદ. ૧૦ ના રોજ પાલીતાણામાં જ્યાનીવાલા ( પંજામ ) લાલા લઘુરામજીને દીક્ષા ધામધૂમપૂર્વક સિદ્ધાચલજીની તલેટીમાં આપવામાં આવી, અને નામ મુનિરાજ શ્રી લાભવિજયજી રાખ્યુ.
૩. સં. ૧૯૯૦ ના મહા સુદ. ૧૦ ના રોજ પૂજ્ય ક્ષમાવિજયજી મહારાજને પૂજ્યપાદ વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજશ્રીનાં શુભહસ્તે અમદાવાદ જૈન વિદ્યાશાલામાં હજારોની મેદની વચ્ચે ગણી
પદવી અપાઈ હતી.
૪. સં. ૧૯૯૧ ના માગશર સુદ. ૪ ના રોજ ( પેથાપુર ) રાંધેજાવાલા સંઘવી માણેકલાલ ધુરાભાઇને અઠ્ઠાઈ મહોચ્છવ-શાંતિસ્રાત્ર આદિ ધામધુમપૂર્વક ઘણાજ ઠાઠથી લગભગ રૂ. ૬થી૭ હજારના ખર્ચે ભાયખલામાં દીક્ષા આપી. અને નામ માણેકવિજયજી રાખ્યું.
૫. સં ૧૯૯૧ ના વૈશાખ સુદ. ૧૦ ના રોજ લગભગ સો-સવાસો વર્ષ ખાદ શ્રી ભાયખલાના દહેશસરજીના ધ્વજાદંડની પ્રતિષ્ઠા; અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિસ્માત્ર આદિ ધામધુમપૂર્વક થયું, અને ધ્વજાદંડ નવો ચડ્યો.
૬, સં. ૧૯૯૨ ના કારતક સુદ. ૩ ના રોજ ખેડાવાલા શા. પુનમચંદ ગોમાજીએ લગભગ ૮ થી ૧૦ હજારના ખર્ચે ભાયખલામાં ઉપધાન તપ ઘણીજ ધામધૂમથી અઠ્ઠાઈ મહોત્સવ શાંતિસ્માત્ર પૂર્વક કરાવ્યાં. તેમાં આઠ વર્ષની ઉમરના એક ભાઈએ ઉપધાન તપની ઉલ્લાસ પૂર્વક આરાધના કરી. ૭. સિદ્ધ્હેમશબ્દાનુશાસન મૂળ તથા ચંદ્રપ્રભા આદિ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. ૮. જ્યોતિષનો, સંગીતનો, મરાઠી ભાષાનો, તથા ઇંગ્લીરા આદિ ભાષાઓનો અભ્યાસ સારો હતો. ૯. સં. ૧૯૯૩ ની સાલનું ચોમાસું શાહ મૂલચંદ બુલાખીદાસના ત્યાં ખદલ્યું, અને ખંભાતવાલા શાહ નગીનદાસની દીક્ષા સં. ૧૯૯૩ ના કારતકવદ ૫ ના રોજ બીજા બે ભાઇઓની સાથે થઈ. નામ મુનિ શ્રી નાગૅદ્રવિજયજી રાખ્યું.
૧૦. સંવત ૧૯૯૯ ના વૈશાખ વદ ૬ ના ખેડા (મારવાડ)માં શાહ પુનમચંદ ગોમાજીના ખર્ચે શ્રી જ્ઞાનમંદિરની સ્થાપના. તથા શ્રીવિમલનાથજી પ્રભુની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા. પૂર્વ ગુરૂમહારાજ શ્રી અમીવિજયજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા તથા પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ તપસ્વીજી કર્પૂરવિજયજી મહારાજને સં. ૧૯૯૬ ના વૈશાખ વદ ૨ ના રોજ ઉપાધ્યાય પદવીથી વિભૂષિત કર્યાં. તે નિમિત્તે અઠ્ઠાઈ ઓચ્છવ, અષ્ટોત્તરી સત્ર, શત્રુંજય તીર્થની સુંદર રચના, તથા મેરૂપર્વતની રચના, તથા વીસસ્થાનક તપનું વીસ છોડનું ભવ્ય સોમગ્રી સાથેનું ઉજમણું આદિ, આઠે દિવસ નવકારશીઓ, તથા વરઘોડા આદિ ધામધુમ પૂર્વક બહુજ સારી રીતે થયું, લગભગ વીસ હજાર રૂા. ખર્ચ થયો હતો.
૧૧. વિ. સં. ૧૯૯૫ માં આચાર્યપદવી. સંવત્ ૧૯૯૭ ના ફાગણ વદ. ૧ ના રોજ વાણોડ (મારવાડ) ના શા. ટેકચંદજી તરફથી મારવાડની મોટી પંચતીર્થીનો છરી પાળતો સંઘ લગભગ પંદરસો-સત્તરસો માણસોનો ઘણાજ ઉત્સાહ પૂર્વક ઠાઠથી નીકલ્યો, અને સંઘપતિને માળ શ્રી નાડલાઈમાં બહુ આડુંઅર પૂર્વક પહેરાવવામાં આવી. લગભગ સાધુ, સાધ્વીજી મહારાજ આદિ ઠાણા ઘણા સારા હતા. સં. ૧૯૯૦ ના ચૈત્ર સુદ ૨ ના રોજ માલ પહેરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org