________________
૧૨
જ્યારે આમને આમ વધતાં જ રહ્યા, તે વેળાએ વઢવાણુકેમ્પના સંઘનાયકોની મૂંઝવણુ અમાપ મની. સ્લામે ડોકીયા કરતું ભયાનક ભાવિ તેઓની પનામાં રમી રહયું. ધરતી જાણે ધ્રુજી ઊઠતી હોય તેમ તેઓએ કંપ અનુભવ્યો. ક્ષણવારમાં આકાશમાંથી વિજળી કડાકો કરતી માથા પર તૂટી પડશે. એમ સહુ કોઈ ત્યાં રહેલાં–ચતુર્વિધ સંઘને ભાસ્યું.
પૂજનીય સૂરિદેવ તે અવસરે સંથારામાં આરૂઢ થઇને સમાધિસ્થની જેમ ધ્યાનમગ્ન હતા. અન્ત કાલની તૈયારી કરવાની સ્થિતિ એઓશ્રીનાં ગંભીર હૈયામાં રમી રહી હતી. પંન્યાસજી શ્રીધર્મવિજયજીએ તેમજ અન્ય મુનિવરોએ, દરેક પ્રકારની નિયામણા કરાવવી તે અવસરે શરૂકરી.
અચાનક પાસુ ફેરવી તેઓશ્રીએ કહ્યું “મને આરામ છે ને હું ઊભો થાઉં છું, નિર્દોષ સંયમિ તાનાં વાતાવરણથી પવિત્ર આત્માની આ અંતિમ વાણી હતી. અંતરનાં ઉંડાણુની જાગૃત દશાનું પ્રતિબિમ્બ આમ અન્તિમ શબ્દદેહ પામી ગયું.
સાચે તે અવસરે, પૂન્ય સૂરિદેવ શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજીનો ઉર્ધ્વગામી સ્વર્ગીય આત્મા અમરલોક ભણી જવાને ઊભો થઈ રહ્યો હતો. શ્રીપંચમંગલ મહાશ્રુતસ્કંધરૂપ નવકારમહામંત્રના પઠન-પાનનાં પવિત્ર વાતાવરણની વચ્ચે તે સાધુચરિત સૂરિદેવનો અમર આત્મા તે વેળાયે આપણી આસપાસમાંથી વિદાય થઈ ગયો. વઢવાણુકેમ્પનો સંઘ વજ પડ્યાની જેમ તે અવસરે સ્તંભીગયો. એની સ્થિતી નિ:સહાય અની. અને એ નિરાધારની જેમ જ્યારે રડતો રહ્યો તે વેળા શ્રી જૈનશાસનના વિશાલ ગગનપટ પરનો સહસ્ર કિરયો પ્રકાશ આમ અચાનક આથમી ગયો.
આષાડ શુદિ એકમની સ્હવારના નવ પાંત્રીશ મીનીટનો એ સમય હતો. જે વેળાએ શાસનરક્ષક સમર્થ આચાર્યદેવ, ૪૨ વર્ષની પ્રૌઢ અવસ્થામાં ૨૭ વર્ષનો સંયમપર્યાય પાળી, ક્ષવિનશ્વર ઔદારિક દેહને આપણી આસપાસ ત્યજી, અમર્ત્યલોકમાં સીધાવી ગયા.
અમર રહો ! એ સાધુચરિત સૂરિપુઙવ શ્રીવિજયક્ષમાભદ્રસૂરિ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org