________________
૧૧
સૂરિવરના સ્વભાવમાં આમ પહેલેથી નિરપેક્ષતા ઘડાઈ ચૂકેલી હતી. જે સાચી નિગ્રંભ્યતાને અજવાળી જનાર અલંકાર છે. નિસ્પૃહતા, ઉદાસીનતા કે અનકળતાથી નિરપેક્ષ રહેવાની જાગૃતિ વિના મનિપણું ભારરૂપ છે.” આ સત્ય હકિકત આચાર્યશ્રી વિજયક્ષમાભદ્રસૂરિજીના સત્તાવીશ વર્ષનો સંયમપર્યાય આપણને બોધપાઠરૂપ છે.
તેઓશ્રીએ કહ્યું “ના એવું કાંઈ નથી હોય, શરીરનો સ્વભાવ છે.” બોલતાં બોલતાં તેઓશ્રીના મુખની પ્રસન્નતા ઓર ઝળકી ઉઠી. શ્રીલાભવિજયજીના અતિશય આગ્રહથી ત્યાં રસ્તાપરનાં એક ઘટાદાર વૃક્ષની બાજુમાં તેઓશ્રીએ કાંઈક આરામ લીધો. છાતીનો દુ:ખાવો વધતો જ રહ્યો. વઢવાણ કેમ્પ અને વઢવાણ શહેર–આ બન્નેના સંબંધને, વ્યાપાર વ્યવસાયને, તેમજ વસતિના સંપર્કને સાંધનારો એધોરી રાજમાર્ગ હતો. દરરોજ વહેલી સવારથી સમીસાંજ સુધી ટ્રામની દોડા દોડીએ આ રસ્તાને ધમાલી બનાવી દીધો હતો. થોડીવાર થઈ તેઓશ્રી ત્યાંથી ઉઠ્યા.
છતીમાં દુઃખાવો વધતો જ ગયો. શરીર અસ્વસ્થ થતું ગયું. કોને ખબર કે “આવી પડછંદ કાયને, અરે, પવિત્ર મહાપુરુષને આ વ્યાધિ અચાનક ભરખી લેશે?” કાળા જમાન બહુ મોજુ ગરિ-(સકામભાવે વિધાવિના કે સકામનિર્જરા વિના કરેલાં કર્મોનો પરમાર્થતઃ મોક્ષ નથી.) શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો આ ઉપદેશ પૂજનીય સૂરિદેવે આત્મજાગૃતિપૂર્વક પરિણમાવ્યો હતો આથી જ અકસ્માત અડધે રસ્તે ઉભી થયેલી આ કારમી દેહપીડા તેઓશ્રીને સહેજ પણ મૂંઝવી ન શકી. વેદનાનો ભાર શરીરપર જણાતો, પણ તે વેળાએ આત્મબળ ખૂટયું ન હતું. આત્મબલથી જ તેઓશ્રીએ અધુરો માર્ગ કાપી નાંખ્યો. અને ઉપાશ્રયના બજાર બાજુનાં ઓટલા પર તેઓશ્રી થોભ્યા. તે સમય હવારના ચાલુ ટાઈમ આઠ લગભગ હતો. (જૂનો ટાઈમ સાત, હાલ ચાલુ છે તે ટાઈમ તે વેળા એક કલાક પાછળ હતો ).
વઢવાણ કેમ્પના જાહેર રસ્તા પરનો એ આલીશાન જૈન ઉપાશ્રય બે પગે ચાલનાર કોઈપણ અજાણ્યાને કહી દેતો કે, “આ જૈન શ્વે. મૂ. પૂ. સમાજની વસતિને ધર્મ કરવાનું સમૃદ્ધ ધર્મ સ્થાનક છે.” આ વિશાલકાય જૈન ઉપાશ્રયમાં પૂજ્ય સૂરિદેવનું આ ચાતુર્માસ નિશ્ચિત થયું હતું. પણ ભાવિનાં ઘડતર કાંઈ જૂદા જ ઘડાયાં હોય, ત્યાં આપણુ જેવા છદ્મસ્થ જનો તેની ગંભીરતાને કઈ રીતે અવલોકી શકે વારૂ?
હજુ જેઠ વદિ એકાદશીનો ચાતુર્માસ પ્રવેશ વઢવાણ કેમ્પના વાતાવરણની આસપાસ ગઈ કાલના મહાત્ ઉત્સવ પ્રસંગની જેમ તાજો હતો. એટલામાં પૂ. સૂરિદેવેના છાતીના દુ:ખાવાની આ ગંભીર હકીકત ધીરે ધીરે હવાની સાથે કૅમ્પના શહેરી-ધાંધલીયા વાતાવરણમાં ફેલાઈ ગઈ. ક્ષણવારમાં સંકડોની સંખ્યામાં ભાવિક ધર્મામાઓ તે સ્થાને જ્યાં સૂરિદેવ છાતીના દુ:ખાવાને લીધે સંથારાપર આરામ લઈ રહ્યા હતા–ત્યાં ટોળે ટોળા ભેગા થયા. ક્રમશઃ એ સ્થાને ભાવિકોની સંખ્યા હજારોનો આંકડાને વટાવી ગઈ. સાહેબ! ૉકટરોને બોલાવીએ, શક્ય ઉપચારો જલ્દિ થાય તો સારું, છાતીના દુ:ખાવાનું કામ છે, આપશ્રી બરોબર આરામ લો !” ડાકટરો અને વૈદ્યોની સલાહ મુજબ ઉપચારો કરાવવા માટે ભક્તિ ભાવિત શ્રાવકોનો આગ્રહ આ રીતે વધતો જ રહ્યો.
વેળાએ પૂજ્યશ્રીની સેવામાં ખડે પગે ત્યાં ઉભા રહેલા પૂ પન્યાસજી મહારાજશ્રી ધર્મવિજયજી ગણીવર, મુનિશ્રી માણેકવિજયજી વગેરેની પણ આને અંગે ઔષધોપચાર માટેની ઈચ્છા હતી, અને તરત જ ડૉકટરો વગેરે આવી લાગ્યા. ઔષધોપચારની વિધિ શરૂ થઈ. સંઘનાં ભક્ત હૃદયોએ આ પ્રસંગે પોતાના કર્તવ્યધર્મને બજાવ્યો.
પણ છાતીનો દુઃખાવો વેગ પકડતો ગયો. શરીર ધીરે ધીરે ઠંડુ પડતું ગયું. છતાં પૂજ્ય સૂરિવરની આત્મજાગૃતિ સતેજ હતી. એને આ કારમી શરદીની અસર ન જ થઈ સહવર્તી લગભગ ૧૨ જેટલા સાધુઓ તેઓશ્રીની સેવામાં આ અવસરે ત્યાં વિનયભાવે પૂર્ણ ગંભીરતાથી યથોચિત વૈયાવચ્ચ કરતાજ રહ્યા.
શરીરમાં ગરમી લાવવાના ડૉક્ટરોના ઉપચારોને સફળતા ન મળી. વાતાવરણમાં ગમગીની પ્રસરતી હતી. પૂજ્યશ્રીએ ચોમેર ખડે પગે ઊભેલ ચતુર્વિધ સંઘને ફરમાવ્યું, ‘એમાં ગભરાવા જેવું કાંઈ નથી. શરીરનું કામ શરીર કર્યાજ કરે મને પૂર્ણ આરામ છે, હું જાગૃત છું તેઓશ્રીની આ વાણુને સહુ કોઈ તે વેળાએ આશ્ચર્યવદને ઝીલી રહ્યા.
સાચે તે અવસરે તેઓ શ્રીમનો આત્મા જાગૃત હતો. મૃત્યુ વેળાની સમાધિ એવા સમર્થ શાસન પ્રભાવક, પવિત્ર પુરુષ માટે સહજ પ્રાપ્તવ્ય બને છે. છાતીમાં દુખાવો, શરીરની શરદી વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org