________________
આ દરમ્યાન મુંબઈને ધર્મશ્રદ્ધાળુ ભાવિકોની આગ્રહપૂર્વકની વિનંતિ, અને પૂ૦ પરમ ગુરુદેવ આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની ઉપાધ્યાયજી મહારાજજી પ્રત્યેની વાત્સલ્યદષ્ટિ; આ બન્નેના સુવર્ણ મેળે મહાસુદિ સપ્તમીના શુભ મુહૂર્ત મુંબઈ શહેરમાં વિશાલ માનવમેદિનીની વચ્ચે ઉપાધ્યાય પૂ૦ ક્ષમાવિજયજી મહારાજશ્રીને પૂ. આચાર્યદેવે સૂરિપદથી અલંકૃત કર્યા, ત્યારે તેઓશ્રીનું શુભનામ “પૂe આચાર્યદેવ શ્રીમદ વિજયક્ષમાભદ્રસૂરિ' આ રીતે પ્રસિદ્ધિને પામ્યું. માહ મહિનામાં ઉજવાઈ ગયેલા આ બધા ધર્મ મહોત્સવોના પુણ્ય દિવસો; જોનાર સહુ કોઈ ભક્તિભાવિત હૃદયોના આનન્દ, ઉલ્લાસ અને ઉત્સાહના સાગરને નિરવધિ બનાવી વિદાય થઈ ગયા. અને પૂજ્યશ્રીએ મુંબઈથી વિહાર કર્યો.
૯૫ નું ચાતુર્માસ વાપીના સંઘના આગ્રહથી પૂજ્યશ્રીએ વાપી કર્યું. આ વેળાએ શ્રી ગૌતમીય મહાકાવ્યનું સંપાદન પૂજ્યશ્રીએ હાથ ધર્યું હતું. નિર્ણયસાગર પ્રેસમાં આ કાર્ય ચાલતું હતું. આ કાર્ય શીધ્ર પૂર્ણ કરવાની તેઓશ્રીની ભાવના હતી. જ્યારે પ્રેસમાંથી બન્ને વખત પ્રક-શીટસો-ગેલીઓ વાપી મુકામે પોષ્ટ દ્વારા જાય, આવે, સુધારા વગેરે થાય, આમાં સમય ઘણો થાય. આથી પૂજ્યશ્રીએ આ કાર્ય મને સોંપ્યું. કારણ કે મારું એ ચાતુર્માસ પૂ. પરમ ગુરૂદેવશ્રીની આજ્ઞાથી અન્ય મુનિવરોની સાથે મુંબઈ-લાલબાગ ખાતે તે વેળાએ હતું.
સંપાદન કાર્યનો અનુભવ મારે માટે નવો હતો. ગોતમીય કાવ્ય સટીક અત્યાર સુધી અમશ્રિત અવસ્થામાં હતું. મૂલ ગ્રંથનું મુદ્રણ થયું હતું. સટીક ગ્રંથની એક પ્રેસ કોપી પરથી પ્રફો જોવા, તેની ટીકામાં આવતાં વ્યાકરણના સૂત્રો કે શબ્દકોષના શ્લોકોની શોધ કરી, સાથે કાટખૂણુ કાઉંસમાં તેના સ્થાનોની નોંધ મૂકવી, ટીપ્પણ કરી મૂલની હકિકતને વધુ સ્પષ્ટ કરવી, ઇત્યાદિ સંપાદન વ્યવસ્થા; મારી શક્તિસામગ્રી મુજબ હું કરતો, અને પૂજ્યશ્રીની સલાહ સૂચના તેમજ માર્ગદર્શનો આમાં મને વારંવાર મળતા રહ્યા. જેના યોગે મારા અનુભવમાં વધારો થવા લાગ્યો. કહેવું જોઈએ કે પૂજ્ય આચાર્યશ્રી વિજયક્ષમાભદ્રસૂરિજીની વાત્સલ્યદષ્ટિ, અને પોતાનાં જ્ઞાન અનુભવ કે અભ્યાસનો લાભ અન્યોને આપવાની ઉત્સુકતા, મને આ સંપાદન કાર્યમાં ખૂબ જ પ્રેરણું પાનારી બની.
વાપીનાં ચાતુર્માસબાદ, તેઓશ્રીની સંપાદન વ્યવસ્થાનું કાર્ય ચોમેર વિસ્તૃત બનતું ગયું. ત્યારબાદ મારવાડ, માળવા વગેરે પ્રદેશોમાં તેઓશ્રીએ વિહાર લંબાવ્યો. મારવાડમાં બેડા મુકામે તેઓશ્રીએ વિશાલ જ્ઞાનભંડાર સ્થાપ્યો. જેમાં દરેકે દરેક ભાષાના સાહિત્ય ગ્રંથોનો સુંદર સંગ્રહ વ્યવસ્થિત રીતે તેઓશ્રીએ કર્યો છે. જૈનાગરમોથી માંડી જ્યોતિષ, શિલ્પ, ઈત્યાદિ વિષયના સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ઉર્દુ, ઇંગ્લિશ, આદિ અનેક ભાષાના હજારો બહુમૂલ્ય ગ્રંથો એ જ્ઞાનભંડારમાં તેઓશ્રીએ રે
૯૬ ના વૈશાખ મહિનામાં એ જ્ઞાનમંદિરમાં શ્રીવિમલનાથ ભગવાનની પ્રતિષ્ઠા અને ગુરુમૂર્તિની સ્થાપના પૂજ્યશ્રીની છત્રછાયામાં મહોત્સવપૂર્વક થઈ, જેમાં સુશ્રાવક શ્રી પુનમચંદ ગોમાજીએ પોતાની લક્ષ્મીનો સારો લાભ લીધો. ૮૬ નું ચાતુર્માસ તેઓશ્રીએ લુણવા મારવાડમાં કર્યું.
૯૭ ની સાલનું ચાતુર્માસ રતલામ કરી, માલવાની તીર્થભૂમિમાં વિચરી તેઓશ્રીએ ૮૮ ની સાલનું ચાતુર્માસ ઇંદોર કર્યું.
આ ત્રણેય ચાતુર્માસો, માળવા, મારવાડની સુપ્રસિદ્ધ ભૂમિના ભાવિક આત્માઓને આરાધનાના ઉત્તમમાર્ગે પ્રેરણા આપનારા તેમજ અત્યંત ઉપકારક બન્યા. જેમાં પૂ૦ ચરિત્રનાયક સૂરિજીની સુયોગ્ય દોરવણજ કારણુજ્જ થઈ. ત્યાંથી વિહાર કરી, લક્ષ્મણુતીર્થ, છોટા ઉદેપુર, ડભોઈ થઈ તેઓશ્રી અમદાવાદ પધાર્યા.
રાજનગરની પવિત્ર ભૂમિમાં ફાગણ-ચૈત્રના દિવસો પસાર કરી, એઓશ્રી અમદાવાદની આજુબાજુના ગામડાઓમાં વિચર્યા. અને ૯૯ ની સાલનું ચાતુર્માસ તેઓશ્રીએ ખંભાત મુકામે કર્યું. ત્યાં તેઓશ્રીના ચાતુર્માસથી જૈનસંઘમાં સુંદર પ્રકારની જાગૃતિ આવી. સ્તંભન તીર્થની ભૂમિ પવિત્ર છે, ને રહેવાની તે આવા મહાન્ પુરુષોના પૂનીત પદરવથી, તેમજ તે ક્ષેત્રની પૃથ્વી પર સેકની સંખ્યામાં જિનમંદિરો શોભી રહ્યા છે. તેથી ખરેખર આ ધરતી તીર્થની જેમ ધર્માત્માનાં હદયને નિર્મલ બનાવનારી છે.
પૂજનીય સૂરિદેવના ઉપદેશથી આ ચાતુર્માસમાં અષ્ટાપદતીર્થની અનુપમ રચના જૈનશાળાના ભવ્યમંડપમાં થઈ હતી. મહોત્સવ પણ ખૂબજ ઠાઠથી તે દરમ્યાન ત્યાં ઉજવાયા હતા. ચાતુર્માસ બાદ વિહાર કરી તેઓશ્રી શ્રી સિદ્ધગિરિજીની પવિત્ર છાયામાં પધાર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org