________________
ઉપાધ્યાયજી મહારાજે ૧૯૯૩નું ચાતુર્માસ સુરત ખાતે કર્યું. આ ચાતુર્માસમાં પણ ગત વર્ષની જેમ તપાગચ્છીય પ્રાચીન સુવિહિત પરંપરા માન્ય ચંડાશુગંડૂ પંચાંગ મુજબ ઔદયિકી ભાદરવા સુદ ચોથ-બુધવારના દિવસે પૂજ્યશ્રીએ શ્રીસંવત્સરીપર્વની આરાધના કરી.
ઉપાધ્યાયજી મહારાજશ્રીની ધર્મનિશ્રામાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે શાસનરસિક જૈનસંઘે શાન્તિપૂર્વક પર્યુષણ મહાપર્વની આરાધના પૂર્ણ ઉત્સાહથી કરી. પૂજ્યશ્રીનો પુણ્ય પ્રભાવ આ રીતે સુરતના તે ચાતુર્માસમાં સારી અસર પાડી ગયો છે, જેના યોગે વાતાવરણમાં કૃત્રિમ ઉગ્રતા આણવાના પ્રયત્નો કરનારાં આન્દોલન તે વેળા આપમેળે શમી ગયાં અને શાસનનો-સત્યનો જયજયકાર થયો.
સત્યને જેમ જેમ ગૂંગળાવી નાંખવાના પ્રયતો થાય છે, તેમ તેમ સત્ય વધુ ને વધુ વિકસતું જાય છે. ઇતિહાસની તવારીખ આ હકીકત આપણી સામે સ્પષ્ટ રીતે કહી દે છે કે-સત્યવાદ કે સિદ્ધાન્ત એ વ્યક્તિઓની કે ટોળાઓની બહુમતિ પર ઉભો નથી; ટક્યો નથી કે અખંડપણે જીવ્યો નથી બહુમતિ કે અલ્પમતિથી સત્ય કે અસત્યના માપ માપનારાઓ બહુમતિવાદનાં ઝાંઝવાનીરમાં અટવાઈને પોતાનાં હાથે જૈનશાસનનાં સત્ય સિદ્ધાંતોને જાણે-અજાણે છેહ દઈ રહ્યા છે.'
ચાતુર્માસ બાદ સુરતથી વિહાર કરી, ઉપાધ્યાયજી મહારાજ ખંભાત પધાર્યા સ્તંભન તીર્થની પવિત્રભૂમિ પરનું પૂજ્યશ્રીનું આ આગમન અનેક રીતે યશસ્વી બન્યું, આમ પણ તંભનતીર્થની ધરતી ગુજરાતની ઇતિહાસકિતાબમાં અમર થઈ ચુકી છે. ભારતવર્ષની લોકોત્તર જૈનસંસ્કૃતિનો વિકાસ સૈકાઓના શિકાઓ સુધી જે ધરતીએ જોયો, અનુભવ્યો અને પરિણાવ્યો, એ બધી તીર્થસ્થાનીય પ્રાચીન ભૂમિઓમાં ખંભાતની ઐતિહાસિક ધર્મભૂમિએ ખૂબ મહત્વનો ફાળો નોંધાવ્યો છે. એમ અવશ્ય કહી શકાય.
સુશ્રાવક શ્રીકસ્તૂરભાઈ આદિ ધર્મરસિક આત્માઓના આગ્રહથી ૧૯૮૪નું ચાતુર્માસ પૂજ્ય ઉપાથાયજી મહારાજે ખંભાતમાં કર્યું. સ્તંભનતીર્થની ઉગતી પ્રજાને પૂજ્યશ્રીના આ ચાતુર્માસમાં સારો લાભ મળ્યો. સાત વર્ષના ન્હાના બાળકોથી માંડી-વીસ પચીસ વર્ષના યુવાનો સુધી સહુ કોઈ સામાયિક, પૌષધ અને સાત્રાદિક ધર્માનુષ્ઠાનોમાં સેંકડોની સંખ્યામાં રસપૂર્વક ભાગ લેતા રહ્યા. આજે પણ પર્યુષણાપર્વના દિવસોમાં ૬૪ પ્રહરનો પૌષધ કરનારા ન્હાના ૮ થી બાર વર્ષની વયવાળા બાળકોની જે મોટી સંખ્યા ખંભાતમાં જણાઈ આવે છે તેટલી ગુજરાત કે કાઠિયાવાડના કોઈ પણ શહેરમાં નજરે નથી પડતી એમ પ્રાય: કહી શકાય.
૧૪ના ચાતુર્માસ બાદ શ્રાવક શ્રીમળચંદ દલાલદ્વારા ગુરુમતિઓનો પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો. પૂજ્યશ્રીની ધર્મસાન્નિધ્યમાં ગુરુભક્તિનો આ મહાનૂ સમારંભ ભવ્ય રીતે અને ખૂબ ધામધૂમથી ઉજવાયો. યુગપ્રધાનક૫ ન્યાયાસ્મોનિધિ પરમશાસનપ્રભાવક તપાગચ્છાધિપતિ ૧૦૦૮ આચાર્યદેવ શ્રીમદ વિજયાનન્દસૂરીશ્વરજી મહારાજ; જંગમકલ્પતરુ નિઃસ્પૃહશિરોમણિ સુરિપુર~૨ ૧૦૦૮ આચાર્યદેવ શ્રીમદ વિજયકમળસૂરીશ્વરજી મહારાજ: અને સકલારામરહસ્યવેદી સાધુચરિત ૧૦૦૮ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ -આ ત્રણે પૂજ્ય સ્વર્ગીય સૂરિદેવોની ભવ્ય મૂર્તિઓનો એ પ્રતિષ્ઠામહોત્સવ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીના શુભ હસ્તે નિર્વિદને આ રીતે ઉજવાઈ ગયો.
તે વેળાએ મુંબઈ ખાતે બિરાજમાન પૂજ્ય પરમકારુણિક આચાર્યદેવ શ્રીવિજયપ્રેમસૂરિ મહારાજે, શ્રીઉપાધ્યાયજી મહારાજને સૂરિપદારૂઢ કરવાની પોતાની ભાવનાને અનુલક્ષી, મુંબઈ બાજુ વિહાર કરવાની આજ્ઞા ફરમાવી. આથી તેઓશ્રીએ મુંબઈ બાજ વિહાર કર્યો.
ગુરુદેવસ્થાનીય વડિલ ઉપકારીઓની સેવામાં સભાવ પૂર્વકનો આપતભાવ; પૂજ્ય શ્રી ક્ષમાવિજયજી મહારાજનાં જીવનમાં સુંદર રીતે ખીલ્યો હતો, ગમે ત્યારે ગમે તે અવસરે તેઓશ્રી; વડિલોની–ઉપકારી ગુરુજનોની આજ્ઞા સેવા કે ભક્તિનો મહામૂલ્ય લાભ નિઃસંકોચપણે લેવાને તૈયાર રહેતા. તેઓશ્રીના આ મહાન સદ્દગુણનો પ્રભાવ શ્રદ્ધેય પરમગુરુદેવોનાં નિઃસ્પૃહદયોને પણ એઓના પ્રત્યે મમતાભાવ પેદા કરતો હતો. જેમાં પૂજ્યશ્રીની સાચી અર્પિતતા અને પરમગુરુદેવોની નિરપેક્ષ વાત્સલ્યવૃત્તિ-સેવ્યસેવક વચ્ચે આ બન્ને સદ્ગણોનો સાચો સુવર્ણ સંગમ હતો.
મુંબઈ લાલબાગ ખાતે નૂતન જિનમંદિરમાં દેવાધિદેવ શ્ર૦ ભ૦ શ્રી મહાવીર પરમાત્માનાં ભવ્ય પ્રાચીન પ્રતિમાજીને સિહાસનાધિરૂઢ કરવાનો મહોત્સવ માહ મહિનામાં શરૂ થયો. પૂજ્ય પરમકારુણિક ગુરુદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપ્રેમસૂરિ મહારાજના ધર્મનેતૃત્વમાં તેઓશ્રીના પુણ્યહસ્તે પ્રતિઠ્ઠામહોત્સવ અને અંજનશલાકા મહોત્સવ સંદરરીતે ઉજવાયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org