________________
પણ તે અવસરે તપાગચ્છ સંઘમાં અમુક વર્ગ, કે જે અનેક પ્રકારના મતભેદોમાં વહેંચાયેલો હતો તે આ જાહેરાતની સ્લામે ઉભો થયો. આથી મુંબઈ શહેરમાં પણ પર્વાધિરાજની આરાધના આમ બે વિભાગોમાં વહેંચાઈ ગઈ. મુંબઈ લાલખાગ ખાતે બિરાજમાન પૂર્વ અન્ને આચાર્યદેવોની પુણ્યભાવના શ્રીજૈનસંઘમાં ઐકય કેમ જળવાઈ રહે,' અને શ્રીસકલસંઘ, સુવિહિત મુનિવરોની નિશ્રામાં આવા આરાધનાના દિવસોને આરાધનામય અની એક સંપીથી કેમ ઉજવે ?” આ પ્રકારની હોવાં છતાં, તે અવસરે આ પ્રસંગ બની ગયો.
કૌની ગતિ ગહન છે, જીવોની કર્માધીનદશા, આ રીતે મહાપુરુષોની સતત્ વહેતી ઉપકારપૂર્વકની કરુણાદૃષ્ટિનો પણ ઉત્તમ લાભ લેવામાં અંતરાય નાખે છે,− એ હકીકત, ૧૯૯૨ ના પર્યુષણુપર્વની આરાધનાને અંગે મુંબઈમાં બનેલી આ ઘટનાથી સમજી શકાય તેવી છે.
ગોડીજીના ઉપાશ્રયે, પૂ॰ ઉપાધ્યાયજી મહારાજશ્રીની નિશ્રામાં પર્વાધિરાજની ઉજવણી ભાદરવા સુદિ ૪ શનિવારના ક્રમ મુજબ થવાની જાહેરાત થઈ. એટલે અમુક વર્ગનો એની સામે વિરોધ પ્રગટ્યો. જીવોની અનાદિની અજ્ઞાનજન્ય વિષમતાને જાણનારા શાન્તમૂર્તિ આ મહાપુરુષે, ગંભીરતાથી આ વિરોધને ઉપેક્ષાભાવે સહી લીધો અને આવા પ્રસંગે પણ જે સ્થાનમાં ચાતુર્માસ રહેવાનું સ્વીકાર્યું તે સ્થાને સમાધિપૂર્વક આરાધના કરવી—આમ અડગ નિશ્ચય રાખી પૂ॰ ઉપાધ્યાયજી મહારાજશ્રીએ સર્વાત મુનિવરો અને શ્રાવક સંઘની સાથે પર્વાધિરાજની આાધના ખૂબજ શાન્તિપૂર્વક કરી.
પૂર્વ ઉપાધ્યાયજી મહારાજશ્રીનાં દૃઢચારિત્રમલ, સત્ત્વ, ધીરતા, ગંભીરતા તેમજ પૂ॰ પરમગુરુદેવસ્થાનીય વડિલોની આજ્ઞાના પાલન માટેની અડગતા–વગેરે ઉત્તમ પ્રકારના ગુણોનો, તે અવસરે ઉભા થયેલા અનિચ્છનીય વાતાવરણમાં કોઈ જખ્ખર પ્રભાવ પડી ગયો કે જેથી સઘળું ક્ષેમકુશલતાપૂર્વક નિર્વિશે પાર પડ્યું. અને વિરોધ કરનારાઓનો મોટો ભાગ ફરી તેઓશ્રીનાં ચરણે આવી પોતાની ભૂલોનો એકરાર કરી, તેઓશ્રીની પાસે પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ અન્યો. સત્યના પ્રચારક મહાપુરુષો, અસત્યના તુમુલ ઝંઝાવાતોની સહામે અણુનમ રહી અસત્યને જીતી જાય છે, એ આ અવસરે આવેલા અન્તિમ પરિણામે બતાવી આપ્યું. અને સત્યનો વિજય લોકહૃદયને સ્પર્શીને વાતાવરણમાંથી તે વેળાયે ચોમેર પ્રગટી ઉઠ્યો.
(8)
જીના ઉપાશ્રય ખાતે ૧૯૯૨ નું આ ચાતુર્માસ આમ પૂર્ણ થયું. આ ચાતુર્માસના ચારે મહિના
જીની પાસે ન્યાયના ગ્રન્થોનું અધ્યયન ચાલુ હોવાને કારણે પૂ॰ પરમ કારુણિક શુદેવોની આજ્ઞાથી ગોડીજીના આ ચાતુર્માસમાં તેઓશ્રીના પુણ્યપરિચયનો લાભ મને આ રીતે પ્રાપ્ત થયો. પૂર્વ શાન્તપ્રકૃતિ સુમતિવિજયજી મહારાજ મુનિરાજ શ્રીગુણવિજયજી, મુનિરાજ શ્રીભક્તિવિજયજી ઇત્યાદિ મુનિવરો પશુ તે ચાતુર્માસમાં સાથે જ હતા. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીએ મુંબઈથી સુરત ખાજુ વિહાર લંબાવ્યો જે વેળા અમે તેઓશ્રીને વળાવવા વાલકેશ્વર સુધી સાથે ગયા હતા.
વાલકેશ્વરથી પાછા આવ્યા બાદ, તે સમયે જેની સામાન્ય કલ્પના પણ ન હતી તે હકીકત આજે મને યાદ આવે છે, કોને ખબર હતી કે, વાલકેશ્વરપરની એ વિદાય મારે માટે અન્તિમ હશે?’-સાચે ભવિતવ્યતા એ અલંઘનીય છે. સર્વજ્ઞ ભગવન્તો કે વિશિષ્ટજ્ઞાની મહાપુરુષો સિવાય એને જાણવાને સારૂં પણ કોઈ સમર્થ નથી. આપણા જેવા છદ્મસ્થોએ આ કારણે શુભમાર્ગના પુરુષાર્થમાં કદિ વિલંબ કરવો જોઇએ નહિ. ધાર્યું પરિણામ ન પણ આવ્યું, છતાં પ્રયતો અવશ્ય સફળ છે. હા, તે શુભમાર્ગના-કલ્યાણકર આત્મહિતના હોવા જોઇએ. સ્વ કે પરના આત્મકલ્યાણની પ્રવૃત્તિઓ આચરનારાઓને, પરિણામે લાભજ રહેલો છે.
શ્રીસિદ્ધગિરિજી તીર્થની યાત્રા કરવાની ભાવના તેઓશ્રીનાં હૃદયમાં રમતી હતી. પણ સુરતની ક્ષેત્રસ્પર્શના અલવાન હતી. અંધેરી, અગાશી, દહેણું, દમણ, ઇત્યાદિ ગામોની સ્પર્શના કરતા પૂજ્યશ્રી સુરત મુકામે પધાર્યાં. ગોપીપુરા-નેમુભાઈની વાડીના વહિવટદારોએ પૂજ્યશ્રીની ભક્તિ સારા બહુમાનવફરી. અને ખાસ આગ્રહથી ચાતુર્માસ માટે વિનંતિ કરી, લાભની હિતદૃષ્ટિને સહામે રાખી પૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org