________________
(3) આ બાજુ ગુજરાતમાં પૂ૦ પરમકાણિક પરમગુરુદેવ આ૦ શ્રીવિજયદાનસૂરિ મહારાજના કાલધર્મ બાદ તેઓશ્રીના પટ્ટપ્રભાવક સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીવિજયપ્રેમસૂરિ મહારાજની શુભ નિશ્રામાં સ્વર્ગીય સૂરિદેવનો વિશાલ પરિવાર, શ્રીસ્થંભનતીર્થ મુકામે એકત્ર થયો. પૂ. પરમગુરુદેવની યોગક્ષેમકરી છત્રછાયાના આમ અચાનક વિરહથી તે વેળાનું વાતાવરણ ગંભીર હતું. શ્રાદ્ધ રન સુશ્રાવક શ્રી કસ્તૂરભાઈના આંગણે તે અવસરે અદ્વિતીય ધર્મમહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. પૂ. સ્વર્ગીય પરમગુરુદેવના કાલધર્મની દુઃખદ ઘટનાની સ્મૃતિઓ; આ મહોત્સવોના ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં ધીરે ધીરે કઈક વિસરાતી ગઈ
પરમગુરુદેવના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીના પટ્ટપ્રભાવક પૂ. ગુરુદેવ આચાર્ય મહારાજ શ્રીવિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીએ પરમગુરુદેવના વિશાળ સાધુસમુદાયનું એક છત્ર આધિપત્ય તે વેળાયે સ્વીકારી લીધું. અને પૂજ્ય પરમગુરુદેવશ્રીની છેલ્લી ભાવનાઓને મૂર્તરૂપ આપવાનો પોતાનો સંકલ્પ પ્રગટ કર્યો.
૧૯૯૨ ના માહની આખરના દિવસોમાં પૂજ્ય આચાર્યદેવશ્રીએ સ્તંભનતીર્થ મુકામે પ્રગટ કરેલી પુણ્યભાવના તે હતી કે જે–પૂ. સ્વર્ગીય પરમગુરુદેવ આચાર્યમહારાજ શ્રીવિજયદાનસૂરીશ્વરજી મહારાજની પોતાની અન્તિમ અભિલાષા હતી કે “૯૨ ના વૈશાખ સુદિ ૬ ના મંગલ મુહૂર્ત ઉપાધ્યાય શ્રી રામવિજયજીને સૂરિપદના મહામૂલ્ય સ્થાને મારે સ્થાપિત કરવા અને સમુદાયના અન્ય યોગ્ય પદસ્થોને ઉત્તરત્તર પદપર આરૂઢ કરવા-ખંભાત મુકામે એકત્ર થયેલ સંઘસમક્ષ પૂજ્ય આચાર્યદેવ શ્રીવિજયપ્રેમસૂરિ મહારાજે સ્વર્ગસ્થ પરમગુરુદેવની આ અભિલાષા જ્યારે આ રીતે પ્રગટ કરી ત્યારે ખંભાતનાં શાસનરસિક સંઘનો આનંદ નિરવધિ બન્યો.
પણ ભવિતવ્યતા કોઈ જુદી રીતે નિરમાઈ હતી. મુંબઈના જૈન આગેવાનોએ ખૂબ આગ્રહપૂર્વક વિનંતિઓ કરી, અને સૂરિપદસમારોહનો ભવ્ય મહોત્સવ મુંબઈના આંગણે ઉજવવાનું તે વેળાયે નિશ્ચિત થયું. ગુજરાત બાજુ વિહાર કરવાને મુંબઈથી આગળ પ્રયાણ કરતા પૂ. પંન્યાસજી ક્ષમાવિજયજી મહારાજને આ કારણે મુંબઈ રોકાવાનું નિશ્ચિત થયું. કર્તા, ઘાટકોપર વગેરે પરાઓમાં ફરીને ચૈત્રી ઓળીના દિવસોમાં તેઓ અંધેરી ખાતે પધાર્યા. જ્યારે ખંભાતથી મુંબઈ બાજ પધારતાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પૂ. ગુરુદેવ ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ રામવિજયજી મહારાજ આદિ ચૈત્ર સુદ એકાદશીના દિવસે મલાડ પધાર્યા. પૂ. પંન્યાસજી મહારાજ પણ આ અવસરે અંધેરીથી વિહાર કરી પૂ૦ પરમગુરુદેવશ્રીની સેવામાં મલાડ ખાતે પધાર્યા. લગભગ બે વર્ષના ગાળા બાદ પંન્યાસજી મહારાજે આ રીતે પરમગુરુદેવ આચાર્ય મહારાજશ્રીનાં પુણ્યદર્શન–વંદનનો મહામૂલ્ય લાભ પ્રાપ્ત કર્યો.
એ અવસર ખરેજ અનુપમ હતો. બબ્બે વર્ષના ગાળા બાદ પંન્યાસજી મહારાજશ્રીને વડિલોની સેવાનો લાભ પ્રાપ્ત થયો. આનન્દભીનાં હૈયાનો એ સુવર્ણસંગમ હતો, પણ પંન્યાસજી મહારાજશ્રીનું હૃદય હજું અતૃપ્ત હતું. અમદાવાદ-રાજનગરના આંગણેથી મુંબઈ બાજુ વિહાર કરતી વેળાયે જે સાધુચરિત સહદય સરિદેવના પવિત્ર આશિર્વાદ મેળવી, અને જેઓશ્રીના આદેશને શિરસા અંજલિ જોડી પ્રયાણ કર્યું હતું. તેમજ જેઓશ્રીની પવિત્ર મીઠી સુખકર છત્રછાયા, શ્રમણ જીવનનાં ભયસ્થાનોથી ઉગારનાર પરમ આલંબનરૂપ હતી, તે સકલારામરહસ્યવેદી શાસનસ્થંભ પૂજનીય પરમગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજશ્રીનાં પુણ્યદર્શનનો મહાન લાભ આમ અચાનક ગ્રંટવાઈ જશે ?– એ હકિકતની સ્મૃતિ પં શ્રીક્ષાવિજયજી મહારાજના હૃદયની ઉપકારી વડિલો પ્રત્યેની સ્વાભાવિક બહુમાન ભરી લાગણીઓના તારને તે વેળાએ ઝણઝણાવી નાંખનારી બની.
પૂજ્ય આચાર્યદેવશ્રી વિશાલકાય સાધુસમુદાયની સાથે અંધેરી શાન્તાક્રુઝ, દાદર, વગેરે સ્થાનોનાં શ્રદ્ધાભાવિત ધર્મપ્રેમીઓનાં ભક્તિભાવ આદર અને સત્કારને ઝીલતા, લાલવાડી થઈ ચૈત્ર વદ પંચમીની સંધ્યાએ ભાયખાલા પધાર્યા. પૂજ્યશ્રીની પધરામણના આ પુણ્ય સમાચાર સાંજે જ મુંબઈ નગરીનાં વાતાવરણમાં ઉલ્લાસ, ઉત્સાહ અને ભાવનાની મીઠી સુવાસનો ફેલાવો કરતાં મુંબઈની ચોમેર ફરી વળ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org