________________
મુનિરાજ શ્રીસુમતિવિજયજી મહારાજ આદિ હતા. મુંબઈ લાલબાગમાં ધર્મની આરાધના કરનાર ધર્મભાવિકોના આગ્રહથી પૂજ્યોની અનુજ્ઞા પ્રાપ્ત થતા ૯૦-૯૧ ના બન્ને ચાતુર્માસ પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રીના આમ મુંબઈ ખાતે થયાં.
પંન્યાસજી શ્રીક્ષાવિજયજી મહારાજે મુંબઈ નગરીમાં બે વર્ષના ગાળામાં, પોતાની શાન્ત ગંભીર પ્રકતિના પ્રભાવે એક કુશલ વિદ્વાન ધર્મપ્રભાવકની છાપ ભક્તિભાવિત લોકહદયોપર પાડી દીધી હતી. કે જેના પરિણામે તે વેળાયે લાલબાગના જૈન ઉપાશ્રયમાં તેઓશ્રીની નિશ્રામાં અનેક ધર્માનુષ્ઠાનો ઉજવાયા હતા. તદુપરાન્ત ૧૯૯૨ ના કાર્તિક સુદિ ત્રીજનાં મંગલમૂહર્ત ભાયખાલાના ભવ્ય વ્યાખ્યાન હોલમાં શ્રી ઉપધાન તપનો સમારંભ તે, તેઓશ્રીના ધર્મોપદેશનું શુભ પરિણામ હતું. તેમજ મુંબઈના આ ચાતુર્માસ દરમ્યાન અનેક પ્રાચીન અપ્રકટ ગ્રન્થોનું સંપાદનકાર્ય તેઓશ્રીએ શરૂ કરેલું. જેમાંના કેટલાક ગ્રન્થો સુશ્રાવક હીરાલાલ સોમચંદદ્વારા વર્તમાનમાં પ્રકાશિત થઈ રહ્યાં છે.
એટલામાં શ્રીજૈનશાસનના વિશાલ ગગનપટનો એક મહાન સહસ્રરશ્મિ એકાએક આથમી ગયાના વજપાતશા દુ:ખદ સમાચાર તેઓશ્રીને મળ્યા. એ હતો દિવસ ૧૯૯૨ ની મહા સુદિ બીજનો.
શાસનમાન્ય પરમગીતાર્થ રસકલામરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પાટડી મુકામે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા. તે અવસરે શ્રી જૈનશાસનને ભવ્ય પ્રાસાદનો આધારસ્તંભ જાણે તૂટી પડ્યો હોય તેમ સાચે શ્રીભારતવર્ષીય શાસનપ્રેમી જૈનસંઘે આઘાત અનુભવ્યો હતો. પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ મુંબઈગોડીજીના ઉપાશ્રયની વ્યાખ્યાનપીઠપરથી પૂ. સ્વર્ગીય પરમગુરૂદેવશ્રીના આ કાલધર્મને અંગે ખૂબજ આઘાતની લાગણીપૂર્વક યોગ્ય વિવેચન ! . તે અવસરે હજારોની સંખ્યામાં ત્યાં આવેલી માનવમેદનીએ પૂ. સ્વર્ગીય પરમગુરુદેવશ્રીને શોકપૂર્ણ વદને અંજલી અપ હતી. આ નિમિત્તે તે અવસરે ગોડીજીનાં જિનમંદિરમાં શાન્તિસ્ત્રાત્ર અઠ્ઠાઈ–મહોત્સવ ભવ્ય સમારોહ પૂર્વક ઉજવાયો હતો.
પૂ. નિઃસ્પૃહશિરોમણિ જંગમકલ્પતરુ પરમશાસનપ્રભાવક સુવિહિત શમણુસંઘનાયક આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક સકલામરહસ્યવેદી સિદ્ધાન્ત પારગામી શાસનસ્તંભ પરમગુરુદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજશ્રીનો પ્રભાવ, તેઓશ્રીનું ચારિત્ર બલ અને તે પૂજ્ય પુરુષની શ્રદ્ધાશુદ્ધિ આ બધા લોકોત્તર કોટિના ગુણ; તેઓશ્રીની વિદ્યમાનતાના કલમાં અને તેઓશ્રીના સ્વર્ગવાસ બાદ શ્રીજૈનશાસનમાં કોઈ અદ્વિતીય ધર્મપ્રેરણા આપી રહ્યા છે. જેના યોગે આજે સહુ કોઈ સહૃદય ધર્મરસિકો પૂર્ણ શ્રદ્ધાભાવે તે પુણ્યપુરુષના સ્વર્ગીય મહાન્ આત્માને શ્રીવીતરાગપરમાત્માના માર્ગના સાચા ધર્મસાર્થવાહ તરીકે કોટિશ: વન્દનાઓ નિરન્તર કરી રહ્યા છે.
એકંદર આ રીતે ૧૯૯૨ ના કાર્તિકથી માહ મહિના સુધી, આ બધા મહોત્સવના પ્રસંગો, તેઓશ્રીની ધર્માધ્યક્ષતામાં ઉજવાઈ ગયા. આમાં ગોડીજીના દેરાસરે ઉજવાયેલો છેલો આ ધર્મમહોત્સવ એ સઘળા મહોત્સવોના શિખર પર સુવર્ણકલશરૂ૫ બની ગયો. અઠ્ઠાઈ મહોત્સવના આઠે દિવસોમાં વિવિધ પ્રકારની પૂજા, ભાવનાઓ અને નીત નવી આંગીઓ આ બધું એ રીતનું ભવ્ય રીતે ઉલ્લાસ અને ઉત્સાહનાં પવિત્ર વાતાવરણમાં ઉજવાઈ ગયું. કે, જેથી જૈન જૈનેતરોની હજારોની સંખ્યામાં દરરોજ ઉભરાતી માનવમેદની એકજ બોલ બોલી જતી કે, “મુંબઈ શહેરમાં છેલ્લા પચાસ વર્ષમાં આવો મહોત્સવ અમે જોયો નથી. પૂ૦ સાધુચરિત સૂરિદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગીય મહાન આત્માને મોહમયી નગરીના ધર્મરસિક આત્માઓની આ એક ભક્તિભરી ભવ્ય અંજલિ હતી.”
આ રીતે મહોત્સવનો સમારંભ નિર્વિધ્ર પૂર્ણ થયા બાદ, મહા સુદિ ચતુર્દશીના દિવસે પૂજ્ય પંન્યાસજી શ્રીક્ષાવિજયજી મહારાજે સપરિવાર મુંબઈ ગોડીજીના ઉપાશ્રયેથી ગુજરાત બાજૂ વિહાર કર્યો, અને પહેલો મુકામ ભાયખલા ઉપાશ્રયે રાખ્યો. મુંબઈનો ભાવિક જનસમુદાય વિશાલ સંખ્યામાં ખીન્નવદને ત્યાંથી તેઓશ્રીને વળાવીને પાછો વળ્યો. ધર્મશ્રદ્ધાથી ભાવિત ધર્માત્માઓ જ્યારે ભાવનાની પવિત્ર મીઠી અને ભવ્ય સુવાસથી વાતાવરણને ભરી દે છે, ત્યારે શ્રીજૈનશાસનના શ્રમણો સાચે તેનાથી જળકમલવત નિર્લેપ રહી કેવળ પોતાનાં આત્મહિતમાં જ તત્પર હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org