________________
કર્ણોપકર્ણ મેં તે વેળાએ સાંભળેલું કે “મુનિ શ્રીક્ષાવિજયજી, વિદ્વાન, ગંભીર અને અભ્યાસરત ગીતાર્થ સાધુ છે આ સાંભળેલી હકીકત તે અગાઉ અનુભવવાનો સુયોગ મને મલ્યો ન હતો. પણ ખંભાતથી વઢવાણના આ વિહારમાં મને એઓશ્રીનો પરિચય થતો જ રહ્યો. તે વેળાએ તેઓશ્રીને અંગે મારા માનસપર આ અસર પડેલી કે મુનિરાજ શ્રીક્ષાવિજયજી મહારાજ સાચે વિદ્વાન, ગીતાર્થ અને અભ્યાસશીલ ઉદ્યમી સાધુ પુરુષ છે. અને આજે તેઓશ્રીના સ્વર્ગીય આત્માને અંજલિ આપવાને જ્યારે આ કલમ ઉપાડી છે, ત્યારે તે પ્રસંગને પામીને પ્રામાણિકપણે
કલમ ઉપાડા છે, ત્યારે ત પ્રસગન પામીને પ્રામાણિકપણે પણ હું કહીશ કે, ગીતા અને નિઃસ્પૃહી સરળ અને અડગ; સમર્થ અને એકાન્તપ્રિય પ્રસિદ્ધિથી દૂર રહેનારા આચાર્ય શ્રીમદ્ વિજય ક્ષમાભદ્રસૂરિજી, એક મહાન શાસનપ્રભાવક સૂરિદેવ હતા. - તેઓશ્રીની વિદ્વત્તા ગંભીર અને ઉડી હતી. વળી અભ્યાસરુચિ પણ જાગરૂક હતી; જેના પરિણામે મૂળ અને અર્થ આ બન્ને રીતે તેઓશ્રીએ ઘણું ઘણું ગ્રન્થો કંઠસ્થ કર્યા હતા. જેમાં હેમલઘુપ્રક્રિયા, લિંગાનુશાસન, અભિધાનચિન્તામણિ, પ્રાકૃત વ્યાકરણ, રાકરાવતારિકા વગેરે જૈનન્યાય અને જૈનવ્યાકરણના ગ્રન્થો ગણાવી શકાય. આગમો, સૂત્રો, પ્રકરણ ઈત્યાદિ; જૈન સિદ્ધાન્ત ગ્રન્થો પણ તેઓએ કંઠસ્થ રાખ્યા હતા. એટલી એઓની અભ્યાસ રસિકતા હતી એમ તેઓશ્રીના પરિચયમાં આવતા મને જાણવા મળેલું.
તે અવસરે ૮૮ નું ચાતુર્માસ વઢવાણુકેમ્પમાં તેઓશ્રીએ પૂ. આચાર્યદેવશ્રીની શુભનિશ્રામાં સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિઓમાં પૂર્ણ કર્યું. આ દરમ્યાન પૂ. આચાર્યદેવ શ્રીમવિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની પાસે કર્યસાહિત્યનું જ્ઞાન ખૂબ વિનીતભાવે શક્તિ મુજબ પરિશ્રમ લઈ તેઓએ પ્રાપ્ત કરી લીધું. ત્યાર બાદ ૮૯ નું ચાતુર્માસ પણ અમદાવાદ ખાતે પૂ. આચાર્યદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ શ્રીની સાન્નિધ્યમાં તેઓએ પૂર્ણ કર્યું.
આ ચાતુર્માસમાં સાહિત્યસંપાદનનું કાર્ય તેઓએ શરૂ કર્યું, જેમાં દિવસે દિવસે એઓશ્રી સિદ્ધહસ્ત બની શક્યા. તે તેઓશ્રીના સંપાદિત થયેલા સિદ્ધહેમપ્રકાશ ભાગ ૧, હૈમાલિડાનુશાસન સટીક, શ્રુતજ્ઞાન અમીધારા, જૈન જ્યોતિગ્રંથ સંદોહ, પ્રમાણુનયતત્વાલકાલંકાર સાવચૂરી-વગેરે ગ્રન્થોનું અવલોકન કરતાં કહી શકાય તેમ છે. તદુપરાન્ત કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ રચિત ને ઉપાધ્યાયજી શ્રીવિનયવિજયજીકૃત વિવૃત્તિયુક્ત જૈન વ્યાકરણ ગ્રન્થ-“સિદ્ધહેમમધ્યમવૃત્તિ-સાવચૂરિક કે જે લગભગ ૨૪–૨૫ હજાર શ્લોક પ્રમાણુ ગણાય છે. તેની એક હસ્તલિખિત પ્રત તેઓશ્રીએ ૮૯ ના ચાતુર્માસમાં અમદાવાદના જ્ઞાનભંડારમાથી ઢંઢતાં ઢંઢતાં મેળવી અને જાતે જ તેની પ્રેસકોપી કરી, જેનો પહેલો ભાગ પ્રસિદ્ધ થઈ ગયો છે. અને અત્યારે તેને બીજો ભાગ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. કહેવું જોઈએ કે, સંપાદન કાર્યનો પૂજ્યશ્રીનો ઉત્સાહ અને અપ્રમત્તભાવ ઇત્યાદિ તેઓશ્રીની ઉચુ અભ્યાસવૃત્તિને દીપાવે તેવા અનુપમ કોટિના હતા.
૧૯૯૦ની સાલ રાજનગરના જૈન ઇતિહાસમાં ખબજ યાદગાર બની ગઈ. “અખિલ ભારતવષય જૈન મૂક સાધુસંમેલન આ વર્ષના ફાગણ વદના દિવસોમાં ભરાવવાનું હતું. એની તૈયારીઓ જ્યારે ચોમેરથી રાજનગરના આંગણે ચાલી રહી હતી. આ દરમ્યાન મુનિરાજ શ્રીક્ષાવિજયજી, જૈનવિદ્યાશાળામાં પૂ૦ પરમગુરુદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ (જે તે કાલે ઉપધ્યાયજી મહારાજ હતા) શ્રીની નિશ્રા શ્રીભગવતીસૂત્રના યોગમાં હતા. મુનિશ્રીની સંયમિતા, કૃતવેદિતા અને આત્મપરિણતિ આ બધા ગુણોથી તેઓશ્રીની યોગ્યતા જાણી ફાગણ સુદ ચોથના દિવસે મંગલ મુહૂર્ત મુનિશ્રીને પંન્યાસ પદપર આરૂઢ કરવામાં આવ્યા. જૈન વિદ્યાશાળાના વિશાળ હોલમાં પૂવયોવૃદ્ધ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીના પુણ્યહસ્તે આ પુણ્ય પ્રસંગ ભવ્ય સમારંભપૂર્વક ઉજવાયો હતો. આ અવસરે પૂ૦ સમર્થ વિદ્વાન મુનિરાજ શ્રીજમ્બવિજયજી મહારાજશ્રી (વર્તમાન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજમ્મસૂરીશ્વરજી મહારાજ)ને પણ પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
ચૈત્ર મહિનામાં સંમેલનની પૂર્ણાહુતિ થઈ અને પંન્યાસજી શ્રીક્ષાવિજયજીને મુંબઈ બાજુ વિહાર કરવાનો આદેશ પૂજ્યોની તરફથી પ્રાપ્ત થયો. તેઓશ્રીની સાથે પૂજ્ય શાન્તમૂર્તિ (હાલ પંન્યાસ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org