________________
૧
શ્રીઅમીવિજયજી મહારાજે શ્રીજૈનશાસનના સાચા સુભટ તરીકેના ગુરુમંત્રપૂર્વક દીક્ષા આપી, અને મુનિરાજ શ્રીક્ષમાવિજયજી નામ જાહેર કર્યું. ૧૯૭૩ ના અસાડ સુદિ બીજના આ મંગલ દિવસને ખિકાનેરના શ્રીજૈનસંઘે ખૂબ ઠાઠમાઠથી મહોત્સવ પૂર્વક ઉજવ્યો. એ અવસરે કારમીરીલાલની વય લગભગ ૧૫ વર્ષની હતી.
દીક્ષાના સ્વીકાર પછી પૂર્વના કામીરીલાલનો તે આત્મા મુનિ શ્રીક્ષમાવિજયજીના નામથી ઓળખાવા લાગ્યો. ક્ષમાદ્વારા સાચે એઓએ સંસારપર વિજય મેળવવા રણશૂર સૈનિકની જેમ ઝંપલાવી દીધું હતું. ગુરુદેવ શ્રીઅમીવિજયજી મહારાજની સેવામાં આત્માને આ રીતે સોંપ્યા પછી, મુનિ શ્રીક્ષમાવિજયજીએ શિસ્તબદ્ધ સૈનિકની જેમ નમ્રતા, વિનીતભાવ અને સહિષ્ણુતાથી આરાધક જીવનને રંગી નાખ્યું હતું. ૧૯૭૫ ના મહા સુદિ દશમીના મંગળ પ્રભાતે પૂ॰ વયોવૃદ્ધ સંઘસ્થવિર શાન્તતપોમૂર્તિ આચામૈદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહેસાણા મુકામે મુનિ શ્રીક્ષમાવિજયજીની વડી દીક્ષા થઈ.
વર્ષોના વર્ષો સુધી ગુરુદેવશ્રીની સેવામાં રહી મુનિશ્રીએ ઘણો સારો અભ્યાસ કરી લીધો. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને અલંકાર ઇત્યાદિ શાસ્ત્રોનું તલસ્પાર્થ જ્ઞાન તેઓએ ઘણી સારી રીતે પ્રાપ્ત કરી લીધું. તદુપરાન્ત જૈનઆગમગ્રન્થો, પ્રકરણો વગેરેમાં તેઓની કુશાગ્ર પ્રજ્ઞા ઠીક ઠીક સફળતા પ્રાપ્ત કરી શકી હતી. ગુરુદેવની સાથે નિરંતર અદના સેવકની જેમ રહી મારવાડ ગુજરાત મુંબઈ વગેરે સ્થાનોમાં વિચરી શાસ્ત્રીય અનુભવજ્ઞાન સાસ પ્રમાણુમાં તેઓએ સંપાદિત કરી લીધું.
ઉર્દુ, પંજાબી અને હિંદી ભાષાનું જ્ઞાન તેઓશ્રીને જન્મભૂમિનો સંસ્કારવારસો હતો. જ્યારે સંસ્કૃત, પ્રાકૃત, ઇંગ્લિશ ગુજરાતી આ બધી ભાષાપરનું પ્રભુત્વ એ મુનિ શ્રીક્ષમાવિજયજીના તે વિષયની તીવ્ર બુદ્ધિમત્તા, ખંત અને વ્યવસ્થિત પ્રયતશીલતાના પરિણામરૂપ કહી શકાય. આ બધું છતાં સહેવાત વડિલોની, ગુરુદેવાદિની ભક્તિ વૈયાવચ્ચ કે શરીર શુશ્રુષા માટેની તેઓની અપ્રમત્તતા, પેલી શાસ્ત્રીય ઉક્તિને યથાર્થ કરતી કે,-વિનયન વિદ્યા વિદ્યા વિનય’
૧૯૮૭નું પાલી (મારવાડ) ખાતે ચાતુર્માસ મુનિ શ્રીક્ષમાવિજયજીને ગુરુદેવના વિરહનું નિમિત્ત બન્યું. છેલ્લા કેટલાયે વર્ષોનું રોગગ્રસ્ત શરીર ખખડી ઉઠ્યું હતું. તે વ્યાધિજર્જરિત જૂનાં શરીરને પાલીના આ ચાતુર્માસની શ્રાવણ વદિ ત્રીજની રાત્રિએ ત્યજી ગુરુમહારાજ શ્રીઅમીવિજયજીનો અમર આત્મા ચાલ્યો ગયો. પાછળના પરિવારમાં મુનિ શ્રીક્ષમાવિજયજીની સાથે ગુરુભાઈ તરીકે મુનિ શ્રીગુણવિજયજી, મુનિ શ્રીભક્તિવિજયજી અને મુનિ શ્રીભાવવિજયજી આદિ તે વેળાએ મુખ્ય મુખ્ય હતા. ગુરુદેવનો આ વિરહ આ બધા મુનિવરોને મન અતિશય અસહ્ય બન્યો. એઓનું એકનું એક આલંબન આ રીતે તેઓની આસપાસમાંથી વિદાય લઈ ચાલી ગયું.
શ્રીક્ષમાવિજયજી મહારાજે, તે ચાતુર્માસમાદ, પાલીથી ગુજરાત તરફ વિહાર લંબાવ્યો. અને તેઓ ખંભાત આવ્યા. ત્યાં તેઓએ પૂજ્ય સકલાગમરહસ્યવેદી શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ; તેમજ પૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ્ વિજચલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીની પુણ્યસેવાનો લાભ પ્રાપ્ત કર્યાં. તે અવસરે સાક્ષાત્ સિદ્ધ પુરુષ જેવા સરળહૃદયી લોકોત્તર મહાત્મા આચાર્યદેવ શ્રીવિજયદાનસૂરિજીની યોગ-ક્ષેમ કરી છત્રછાયા મુનિ શ્રીક્ષમાવિજયજીએ સ્વીકારી.
કહેવું જોઇએ કે, મુનિશ્રીના જીવનનો મધ્યાકાલ કે વિકાસકાલ શરૂ થવાના શુભ પગરણો અહિંથી મંડાયા. સ્તંભનતીય-ખંભાતની ભૂમિ આ દૃષ્ટિએ તેઓશ્રીને માટે તીર્થભૂમિપ સાચે સાચ બની કે જ્યાં ભાવિજીવનની પ્રગતિનાં ઉત્તમ નિમિત્તોનો તેઓને પુણ્યસંગમ થયો.
(૨)
ની સાલનો જેઠ મહિનો એ વેળાએ તપતો હતો. પૂજ્ય પરમકારુણિક પરમગુરુદેવ ૧૯૮૮આચાર્ય મહરાજ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજશ્રીની શુભનિશ્રાયે વિદ્વાન મુનિ શ્રીક્ષમાવિજયજીએ ખંભાતથી વઢવાણુ ખાજૂ વિહાર કર્યો. આ વિહારમાં હું પણ તેઓની સાથે હતો. મુનિરાજ શ્રીક્ષમાવિજયજી મહારાજનાં પુણ્યદર્શનનો લાભ મને જીવનમાં પહેલો તે વેળાએ મળ્યો. મુનિશ્રીનું ભવ્ય લલાટ, પ્રસન્ન મુખમુદ્રા અને ગૌરવર્ણી દર્શનીય દેહ આ બધું સૌ કોઈ દર્શનાતુરને પ્રથમ દર્શને તેઓના સંસ્કારી આત્માનો પરિચય કરાવવા માટે અવશ્ય આકર્ષણરૂપ હતું, એમ મને તે વેળાયે લાગ્યું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org