________________
અનુક્રમે રહીને ચાતુર્માસના વ્યાખ્યાન શ્રવણ કર્યા હતાં. સંવત્ ૧૯૭૯ માં મુનિરાજે વિહાર કરી સિદ્ધપૂર પાટણમાં ચાતુર્માસ કર્યું. એ વખતે તેઓ પાટણ ગયા અને ત્યાં ચાતુર્માસમાં વ્યાખ્યાન શ્રવણ ક્યાં.
એ પછી શેઠ સોમચંદે એવો અભિગ્રહ કર્યો કે અમિવિજ્યજી મહારાજ જ્યાં હોય ત્યાં વરસમાં એક વખત વંદન કરવા તો જવું જ. આચાર્ય શ્રીવીરવિજ્યજીમહારાજ,
૧૯૮૦ માં શ્રી ગોડીજીમાં બિરાજતાં આચાર્ય શ્રીવીરવિજ્યજી મહારાજે મુંબઈમાં કાળ કર્યો. એ દિવસ શ્રાવણ સુદ પાંચમનો હતો. શેઠ સોમચંદે મુનિરાજની અગ્નીસંસ્કાર ક્રિયા કરવામાં આગેવાની ભર્યો ભાગ લીધો અને રૂ. ૫૫૧ બોલી તેમને અગ્નિસંસ્કાર કર્યો.
જ્યારે પાટણના દાનવીર શેઠ નગીનચંદ કરમચંદે કચ્છ ભદ્રેશ્વરનો છરી પાલતો સંઘ કાઢ્યો હતો. તે વખતે શેઠ સોમચંદ માંગરોલ ગયા અને સંઘને માંગરોલમાં નોતરીને આગેવાની ભાગ લઈ સંઘ સેવાનો લાભ લીધો.
એ પછીના વર્ષો દરમિયાન તેમની તબિયત બગડતી ચાલી તે છતાં તેઓ પોતાના આભગ્રહ પ્રમાણે મુનિરાજ શ્રી અમિવિજ્યજીના વંદનાર્થે દર વરસે જતાં હતાં. સંવત્ ૧૯૮૩માં એજ અભિગ્રહ પૂરો કરવા માટે તેઓ પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં આઠેક સાધર્મિ ભાઈઓ સાથે ભાદરવા મહિનામાં જે મારવાડના ગામ ચાણોદમાં શ્રી અમિવિજયજી મહારાજ બિરાજતાં હતાં, તે ગામમાં ગયા અને મુનિરાજેને વાંદ્યા. ચાણંદ જતા રસ્તામાં જ તેમને સરદી લાગુ પડી. તેઓ મહામૂકેલીએ તે છતાં પોતાના મુંબઈના કોટમાં આવેલા મોદીખાનાવાળા મકાનમાં આવી શકયા. એ પછી તેઓ નવ દિવસ બિમાર રહ્યા અને ઘણું ઔષધો અને દવા કરવા છતાં તેમની તબિયત ન જ સુધરી: એ વખતે કોટના ઉપાશ્રયમાં શ્રીમદવિજયધર્મસૂરિજીના શિષ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીમંગળવિજયજી બીરાજતા હતા. તેઓ તેમને ધર્મોપદેશ સંભળવવા ઘરે આવતાં હતાં.
આખરે તેઓએ ભાદરવા વદ ૧ અમાસના દિવસે સાંજના ચાર કલાકે શાંતિપૂર્વક વૃતપચ્ચખાણ સાથે પરમાત્માનું ધ્યાન ધરતાં અને નવકારમંત્રનું શ્રવણ કરતાં, પોતાનો દેહ છોડ્યો.
તેમના આત્માને શાંતિ મળો એજ પ્રાર્થના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org