________________
સ્વર્ગવાસી શાહ સોમચંદ ઓતમચંદના જીવનની ટુંક રૂપરેખા.
જે શેઠે સોમચંદ ઓતમચંન્દ્વની જ્ઞાનરુચિના પ્રતાપે આ પુસ્તક પ્રગટ કરી શકાયું છે તેમના જીવનની ટુંક રૂપરેખા નીચે આપવામાં આવે છે.
જન્મસ્થળ અને કુંટુંબ.
મુંબઇના શેર બજારમાં શેર દલાલોની મોટી સંખ્યા માંગરોલના જૈનોની છે. એ માંગરોલ અંદર કાઠિયાવાડમાં આવેલું છે અને ત્યાં હાલમાં નવાબ સાહેબનો રાજ્ય અમલ છે. એ માંગરોલ અંદર, રાજા કુમારપાલના વખતમાં મંગળાપૂરીના નામથી પ્રખ્યાત હતું, અને અનેક સાહસિક વેપારીઓનું એ જન્મસ્થલ હતું.
એ માંગરોલમાં સંવત્ ૧૯૨૮ ના જેઠવદ ૭ના દિવસે પિતાશ્રી ઓતમચંદ ઠાકરસીને ત્યાં માતા શ્રી માનકોરબાઈની કુખે શેઠે સોમચંદભાઈનો જન્મ થયો હતો. તેઓ જ્ઞાતે દશા શ્રીમાલી જૈન વાણિયા હતા અને ધર્મે મૂર્તિ પૂજક હતા. શેઠ ઓતમચંદને નીચે પ્રમાણે છ પુત્રો હતા, જેમાં શેઠ સોમચંદ્ર પાંચમા હતાઃ—
શેઠ સોભાગચંદ્રભાઈ શેઠ સુંદરજીભાઈ
ઉપલા છ ભાઇઓ વચ્ચે એક વ્હેન પણ હતાં, જેમનું નામ દેવકોરબેન હતું. સૌથી મોટાભાઈ શેષકરણ, માસ્તર તરીકે પ્રખ્યાતી પામ્યા હતા. સુંદરજીભાઈ પોતાની ઉદારવૃત્તિ માટે જાણીતા થઈ છગન બાપા તરીકે ઘણાઓના પ્રેમપાત્ર બન્યા હતા અને મુંબઈના શેર બજારના દલાલ તરીકે સારી નામના મેળવી હતી. સૌથી નાના ભાઈ સવચંદભાઈ દિલના એટલા બધા માયાળુ અને પરોપકારી હતા કે ઘણાઓ તેમને “રાજા” કહી ખોલાવતા અને તેમણે પોતાના જીવનનો ઘણો ભાગ અરબસ્તાન ખાનુ ગાળ્યો હતો.
શેઠ શેષકરણભાઈ
શેઠ ગુલામચંદભાઈ
બાલ્યકાળ તથા મુંબઈમાં આગમન.
સંવત ૧૯૨૮ માં શેઠે સોમચંદનો જન્મ થયો હતો. તે વખતે માંગરોલમાં શેઠ ઓતમચંદ ઠાકરસી ધંધો કરતાં હતાં અને પ્રમાણિકણે પોતાના મોટા કુટુંબનું પાલન પોષણ કરતાં હતાં. શેઠ સોમચંદને શેઠ ઓતમચંદે પ્રાથમીક ગુજરાતી ભાષાની કેળવણી માંગરોલમાં આપી હતી. પણ તે એવી ન હતી કે જે ઉંચા પ્રકારની કહી શકાય થોડુંક હિસાબનું જ્ઞાન, નામું લખવાનું જ્ઞાન અને થોડુંક વ્યવહારિક જ્ઞાન, એ જ શેડ સોમચંદની બાલ્યકાળની કેળવણી હતી. આર્થીક સ્થિતિ શ્રીમંત ન હોવાના કારણે માત્ર ૧૪ વર્ષની ઉમરે શેઠ સોમચંદે માંગરોળ છોડ્યું અને મુંબઈ તરફ રવાના થયા. ત્યાં તેઓ માંગરોલ નિવાસી જૈનધર્માભિમાની શેઠ કરમચંદ કલ્યાણજીની મુળજી જેઠા મારકેટમાં આવેલી કાપડની દુકાનમાં માસિક રૂપીયા ચારના પગારથી નોકરીપર ચઢ્યા અને પોતાના કિસ્મતનો આગળ આવવાનો માર્ગ ખુલો કર્યો. આ કાપડની દુકાનપર તેઓ સવારે વહેલા જઈ દુકાન સાફ કરી ગાદી તિયા બિછાવતા અને તે બાદ આખો દિવસ કાપડના તાકા આપવા લેવાનું કાર્ય કરતાં. દુકાનના કામ માટે તેઓને કરાંચીમાં સવા વરસ જવું પડયું હતું. માસિક રૂપીયા ચારનો પગાર તેમના શરીર નિર્વાહ પૂરતો ન હતો તેથી તેઓ કેટલીક વખત દિવસમાં એક ટંક પણ જમતા અને પોતાનું જીવન નિભાવતાં.
શેઠે સોમચંદભાઈ શેઠ સવચંદભાઈ
એમ કરતાં વર્ષો વિતવા લાગ્યાં; કાપડની દુકાનની નોકરીમાં તેઓએ જોયું કે ભવિષ્ય બહુ સારૂં ન હતું. એ કારણથી તેઓએ ખીજી નોકરીની શોધ કરવા માંડી.
3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org