________________
२
પ્રશ્નવ્યાકરણટીકામાં ખાર પ્રકારના સત્યની વ્યાખ્યાના પ્રસંગે ખાર પ્રકારની ભાષા આ પ્રમાણે સૂચવેલ છે. प्राकृतसंस्कृतभाषा मागधपैशाचीशौरसेनी च । षष्ठोऽत्र भूरिभेदो देशविशेषादपभ्रंशः ॥ १ ॥
ભાવાર્થ—પ્રાકૃત ૧ સંસ્કૃત ૨ માગધી ૩ પૈશાચી ૪ શૌરસેની ૫ અને દેશ વિશેષોના ભેદના કારણે અનેક ભેદવાલી છઠ્ઠી અપભ્રંશ ભાષા છે. ઉપર જણાવેલ છ ભાષાઓમાં દરેકના ગદ્ય અને પદ્ય એવાં એબે વિભાગ પાડવામાં આવે એટલે ભાષાના ખાર ભેદો થઇ જાય છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં જણાવેલ ૧૨ પ્રકારની ભાષાઓમાં સંસ્કૃત ભાષા ઉપર અનેક વ્યાકરણો ઉપલબ્ધ છે, અને પ્રાકૃતાદિ ભાષાઓ ઉપર પણ્ છુટા છવાયા વ્યાકરણ મલે છે. પરંતુ તે મધી ભાષાઓનું સંપૂર્ણ સાંગોપાંગ સરલ વ્યાકરણ અનાવનાર તથા તેને કોશો (અભિધાનાચંતામણિ–અનેકાર્થ-પરિશિષ્ટ-નિઘંટુ —લિંગાનુશાસન—દેશીનામમાલા) કાવ્યાનુશાસન–છન્દોનુશાસન પ્રમાણુમીમાંસા આદિથી સમૃદ્ધ કરનાર જ કોઈ વિદ્વાન થયા હોય તો તે મર્ષ હેમચંદ્રસૂરિ મહારાજજ થયા છે કે જેમણે સિદ્ધરાજ જયસિંહના ખેદને દૂર કરવા સાથે ગુજરાતનું મુખ ઉજ્વલ મનાવ્યું છે, એટલુંજ નહીં પરંતુ પૂર્વ તથા પશ્ચિમ દરેક દેશના વિદ્યાભિલાષિઓ માટે એટલી બધી સુગમતા કરી છે કે વર્ણમાલાના જ્ઞાનથી લઇ મહાવિદ્વાન થવા માટે ફૈક્ત એમનું જ શરણું લેવામાં આવે તો બીજા કોઇની પાસે શિક્ષણ લેવા જવાની જરૂર ન રહે. મહર્ષિ હેમચંદ્રને વ્યાકરણાદિ રચવાનો પ્રસંગ આ રીતે સાંપડે છે ('પ્રભાવક ચરિત્ર ભાષાન્તર–પૃષ્ટ ૨૯૧–૨૯૨). શ્રીહૈમવ્યાકરણની ઉત્પત્તિ વિગેરે.
પછી એકદા માલવદેશને જીતીને સિદ્ધરાજ પોતાની રાજધાનીમાં આવ્યો ત્યારે બધા દર્શનીઓએ તેને આશિષ આપી; એટલે કલાના ભંડાર એવા શ્રી હેમચંદ્રસૂરિ ત્યાં અન્યગ્રંમતિથી અત્યંત શ્રવણીય કાવ્યથી આશિષ આપતા બોલ્યા કે–હે કામધેનુ! તું તારા ગોમયરસથી ભૂમીને લીંપી કહાડ, હે રભાકર તું મોતીઓથી સ્વસ્તિક પુરી દે, હે ચંદ્રમા તું પૂર્ણ કુંભ બની જા, હું દિગ્ગજો, તમે પોતાના કર-સૂંઢ સીધા કરી કલ્પવૃક્ષના પત્રો લઇને તોરણો બનાવો, કારણ કે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવે છે. એ પ્રમાણે પોતાના ચારિત્રની જેમ વ્યાખ્યાથી વિભૂષિત તે લોક સાંભળવાથી સંતુષ્ટ થએલ સિદ્ધ રાજ તેમને વારંવાર પોતાના રાજભવનમાં ખોલાવવા લાગ્યો.”
“એકદા અવંતીના ભંડારમાં રહેલા પુસ્તકો ત્યાંના નિયુક્ત પુરૂષોએ બતાવતાં તેમાં એક લક્ષણશાસ્ત્રવ્યાકરણ રાજાના જોવામાં આવ્યું. એટલે તેણે ગુરુને પૂછ્યું કે આ શું છે? ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે એ ‘ભોજવ્યાકરણુ’ શબ્દશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છેઃ વિદ્વાનોમાં શિરોમણી એ માલવપતિએ શબ્દશાસ્ત્ર, અલંકાર, નિમિત્ત, અને તર્કશાસ્ત્ર રચેલાં છે. તેમજ ચિકિત્સા, રાજ, સિદ્ધાંત, વૃક્ષ, વાસ્તુ ઉદય, અંક, શકુન,, અધ્યાત્મ, અને સ્વમ, તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે. અને નિમિત્ત શાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રશ્નચૂડામણિ ગ્રંથો છે, વળી મેઘમાળા અને અર્થશાસ્ત્ર પણ છે; અને એ બધા ગ્રંથો તે રાજાએ બનાવેલ છે.’
એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ ખોલ્યો કે “આપણા ભંડારમાં શું એ શાસ્ત્રો નથી? સમસ્ત ગુર્જર દેશમાં શું કોઇ વિદ્વાન નથી? ત્યારે બધા વિદ્વાનો મલીને શ્રી હેમચંદ્રસૂરિને જોવા લાગ્યાઃ એટલે મહાભક્તિથી રાજાએ નમ્રતા પૂર્વક પ્રભુને વિનંતી કરી કે હે ભગવન્! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને તમે અમારા મનોરથ પુરા કરો. હે મહર્ષિ ! તમારા વિના એક્મનોરથ પૂરવાને કોણ સમર્થ છે? વલી આ સમયમાં પ્રવર્તમાન થયેલ એ વ્યાકરણ સંક્ષિપ્ત છે, તેમ તેમાં શબ્દોની નિષ્પત્તિ પણ તેવી નથીઃ તથા પાણિનિનું વ્યાકરણ છે તે વેદના અંગરૂપ મનાય છે, તેથી બ્રાહ્મણ ગર્વ લાવીને એ વ્યાકરણપર ઈર્ષ્યા કરે છે. કદાચ તે વિપ્રો નારાજ થાય તો તેથી શું? માટે હે મુનીશ્વર ! વિશ્વજનોના ઉપકાર માટે એક નવું વ્યાકરણુ ખનાવો કે જેથી મને યશ મળે, અને તમને કીર્તિ તથા પુણ્ય પ્રાપ્ત થાય.”
“એમ સાંભળીને બુદ્ધિનિધાન શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા કે કાર્યોમાં અમને જે પ્રેરણા કરવી; તે તમારે કેવળ યાદ કરાવવા માટેજ છે; પરંતુ વ્યાકરણના આઠ પુસ્તકો છે, તે શ્રી ભારતી દેવીના ભંડારમાં છે તો તમારા માણસો મોકલીને તે કાશ્મીર દેશથકી મંગાવો કે જેથી વ્યાકરણશાસ્ત્ર સારી રીતે રચી
૧ શ્રી પ્રભાચંદ્રસૂરિએ રચેલ અનેક પ્રભાવક જૈન આચાર્યોના ગૌરવયુક્ત કાર્યો ઐતિહાસિક માહિતી સાથે વર્ણવનાર આ એક અપૂર્વ સંસ્કૃત કાવ્ય ગ્રંથ છે, જેનું ભાષાન્તર શ્રી આત્માનંદજૈનસભા (ભાવનગર )એ છપાવેલ છે જેમાંનો ઉપયુક્ત ભાગ અત્રે આભાર સાથે અપાય છે તથા મૂલ નિર્ણયસાગર પ્રેસ (મુંબઈ) માં છપાયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org