________________
પ્રખરવક્તા શાસનપ્રભાવક મુનિ મહારાજ શ્રી અમિવિજયજી મહારાજ આ હૈમપ્રકાશ મહાવ્યાકરણ પુસ્તકના સંપાદક ઉપાધ્યાયજી શ્રીક્ષાવિજયજી મહારાજના ગુરૂવર્ય શાંતમૂર્તિ શ્રીઅમિવિજ્યજી મહારાજ હતા. એ પ્રભાવક ગુરૂના પ્રતાપે તેમની પાસે વર્ષો સુધી રહીને ઉપાધ્યાયજી મહારાજ શ્રીક્ષાવિજયજી મહારાજે અનેક જૈન શાઓને અભ્યાસ કર્યો હતો પણ તેઓ સ્વભાવે શાંત અને આત્મભાવમાં મસ્ત રહેતા હતા તેથી તેમના પરિચયના આવનાર ચોક્કસ વર્ગ શિવાય બીજાઓ તેમના વિષે બહુ થોડું જાણે છે. એ કારણથી સમસ્ત શ્રદ્ધાળુ વર્ગની જાણ માટે એ ગુરુવર્યનું ટુંક જીવનચરિત્ર અત્રે અપાય છે.
જન્મ-દેશ-આલ્યાવસ્થા, મુનિ મહારાજ શ્રીઅમિવિજયજી મહારાજનો જન્મ મરૂભૂમિ–મારવાડમાં, મુંબઈમાં ધીરધારનો ધંધો કરનાર વિસા ઓસવાલ શ્રાવક શ્રેણી શ્રીધરાજજીને ત્યાં ચાણોદ નામના ગામમાં સંવત ૧૯૪૯ ના શ્રાવણ વદ ૧૧ ની રાત્રે થયો હતો. ચાણોદ ગામ જોધપુર રાજ્યના ભાયાત્ ઠાકોરનું ગામ છે. તેમાં આશરે શ્રાવકોના ૨૦૦-૨૫૦ ઘર છે. તેમાં મોટી નીશાળ નથી. નાની ગામઠી નિશાળ છે. એ ગામ રાણી સ્ટેશનથી સાત ગાઉ દૂર આવેલું છે. એ ગામમાં ગાડામાં બેસી જવું પડે છે.
શ્રીઅમિલિયજીનું જન્મ નામ “અચલદાસ” હતું. તેમના પિતાનું નામ લેધરાજજી હતું. તેમની માતાજીનું નામ નવલબાઈ હતું. તેમના બહેનનું નામ શૃંગારબહેન હતું. તેમના મોટાભાઈનું નામ સેસમલજી હતું. કુટુંબ સુખી હતું અને મુંબઈમાં પિતાજીની ધીરધારની દુકાન હતી. જન્મ બાદ પાંચ છ વર્ષની ઉમરે અચલદાસ ગામની નીશાળમાં ભણવા બેઠો. એ ગામઠી નિશાળના મેહતાજી આંખે અપંગ છતાં ગામના બાળકોને પાટી ઉપર ધુળ નાંખીને લખતાં વાંચતાં શીખવતા. અચલદાસ એ ગુરૂપાસે નવ વર્ષની ઉમરસુધી રહ્યો અને વાંચતાં લખતાં શીખ્યો. તે ગુરુનું બહુમાન કરતો, તેના કામકાજ કરીને તેનો પ્રેમ છતતો અને જેટલું મળે તેટલું જ્ઞાન મેળવવા પ્રયાસ કરતો. એ છતાં અચલદાસ આ બાળ ઉમરે તોફાની બહુ હતો એમ પણ જણાય છે. તે છોકરાઓ સાથે મારામારી કરતો–છાપરે છાપરે છોકરાઓને દોડાવતો-અને કેટલીક વખત પોતાની માતાની શિક્ષાથી બચવા તે નાશી પણ જતોમાતા નવલબાઈને જણાયું કે આ બચ્ચું તોફાની છતાં ચંચલ છે અને કોઈથી હારીને પાછો આવે એવો નથી. એને જે મુંબઈ મોકલાય તો તે વધુ જ્ઞાન મેળવી શકે અને પોતાના પિતાની સાથે દુકાનમાં રહી ધંધાનું જ્ઞાન પણ મેળવી શકે. આ આશાથી માતાએ એ બાળકને મુંબઈ મોકલવા નક્કી કર્યું.
- મુંબઈમાં, અચલદાસને વેપારી બનાવવા માતા નવલબાઈએ માત્ર દસ વરસની ઉમરે શ્રીધરાજજી સાથે મુંબઈ મોકલ્યો. એ બાળક માત્ર દસ વર્ષની ઉમરે મુંબઈ આવવાં છતાં, તેને જૈનધર્મનું જ્ઞાન મેળવવા તાલાવેલી થઈ. નળબજારની શરાફી દુકાન પરથી દરરોજ પાયધુણી ઉપર આવેલી શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસર પાછળ આવેલી વિદ્યાશાળામાં અચલદાસ શિખવા જતો. એ વિદ્યાશાળામાં તે વખતે એક બ્રાહ્મણ પંડિત નામે શ્રીપ્રજારામ બાળકોને જૈનધર્મનું પ્રાથમિક જ્ઞાન આપતાં હતાં. પંડિતજીનો સ્વભાવ સરલ હતો. અલદાસ એ પંડિત પાસે પાંચપ્રતિકમણ શિખ્યો. ચૌદ વર્ષની ઉમ્મરે તેણે જૈનધર્મના પ્રખ્યાત આચાર્ય શ્રીવિજયાનંદસૂરિજીના કેટલાક ગ્રંથો વાંચ્યા અને કેટલીક વખત શ્રી શાંતિનાથજી મહારાજના ઉપાશ્રયમાં બિરાજતા યતિ શ્રીજ્ઞાનચંદજી મહારાજના વ્યાખ્યાન પણ સાંભળ્યા.
મદ્રાસમાં, આ રીતે અચલદાસ ૧૪–૧૫ વર્ષની ઉમ્મરનો થયો અને શરાફી ધંધાને અનુભવ પણ મેળવ્યો. તેની હોશિયારી જોઇને તેના પિતાશ્રી જેરાજજીએ સંવત ૧૯૪૪માં તેને મદ્રાસ ખાતે દુકાનના કામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org