________________
१४
સ્વાધ્યાયનાં સ્નેહથી જ જ્યાં મળ્યા ત્યાં, ગમે તેવી કટોકટિની વેળાએ પણ બધાજ પ્રશ્નોનાં હસતાં હૃદયે સુંદર-સચોટ જવાબ આપનારા, પ્રચંડ પ્રતિભાશાલી પરોપકારી પૂજ્ય શ્રી ધુરંધરવિજયજી મહારાજા....
અવનવા ગ્રંથોની તપાસ કરાવી, પ્રતો મેળવી, અમને સ્વાધ્યાય સરિતામાં સતત ઝીલતાં રાખનારા સ્વાધ્યાયપ્રેમી પૂ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
હસ્તલિખિત પ્રતિનાં બિનઅનુભવને કારણે જ્યાં મુંઝાયા ત્યાં વિના વિલંબે પત્ર દ્વારા માર્ગદર્શન આપી અમારી સ્વાધ્યાય યાત્રામાં ભોમિયા તરીકેની ભૂમિકા ભજવનારા પરમોપકારી પૂ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજા
અમ જીવનક્ષેત્રમાં વૈરાગ્ય બીજનાં વાવેતર કરી પ્રેરણાનાં પીયૂષ સિંચીને વિરતિવાટિકાને સદાય નવપલ્લવિત રાખનાર પરમ તપસ્વી પૂ. પિતાજી મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી મ. સા.
ગ્રંથપ્રસાદની પ્રથમ ઇંટથી આરંભીને શિખર-કળશ સુધીની તમામ જવાબદારી પોતાનાં શિરે લઇને અમને સ્વાધ્યાય માર્ગે સતત પ્રોત્સાહન આપતાં બન્દુમુનિરાજશ્રી પૂ. ભાગ્યેશવિજયજી મ. સા., પૂ મહાયશવિજયજી મ. સા.
અપ્રમત્તતાનાં અવતાર વાત્સલ્યની ગંગોત્રી સમા દાદીગુણીજી શ્રી મનકશ્રીજી મ. સા...
આદર્શમય સંયમપાલનનાં ટાંકણા દ્વારા જ અમજીવન શિલ્પનાં ઘડવૈયા પરમ તપસ્વી પરમોપકારી ગુરૂણીજીશ્રી સુવર્ણાશ્રીજી મ.સા..
જન્મદાત્રી, જીવનદાત્રી, સંસ્કારદાત્રી, એમ ઉપકાર ત્રિવેણીને આરે ઉભેલા અનન્યોપકારી ગુરૂમાતા પૂ. શ્રી રમ્યગુણાશ્રીજી મ. સા...
આદિ ઉપકારી ગુરૂભવંતોનાં પાવન-ચરણ-કમલમાં અનંતાનંત વંદનાવલી
જીવનમાં સ્વાધ્યાયનાં સંસ્કારોનું સિંચન કરનારા જ્ઞાનદાતા સરસ્વતીસૂત શ્રી વ્રજલાલભાઈ, માણેકલાલભાઈ, ચંદ્રકાંતભાઈ, મહેશભાઈ, ધીરૂભાઈ, જગદીશભાઈ, આદિ પ્રાધ્યાપકવર્યોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું. સાથે સાથ
જ્યારે જેટલા જે જે સુધારા કરાવીએ ત્યારે. તેટલા...તે તે તમામ સુધારાઓ હસતા હૈયે સ્વીકારી પુસ્તકને સર્વાગીણ સૌંદર્ય બક્ષનાર “ભરત ગ્રાફિક્સ' વિગેરેને કેમ ભૂલાય ?
પ્રાન્ત સર્વદા સર્વક્ષેત્રે મહિમા જેનો ગવાઇ રહ્યો છે એવો આદધર્મ કે જે દાનધર્મ ઉપર અવનવી વાતો જાણી સૌ દાનધર્મ પ્રત્યે પૂર્ણપ્રેમી બની આત્મકલ્યાણ સાધે એજ મંગળમનીષા સાથ છબસ્થતા, પ્રેતદોષાદિને કારણે રહી ગયેલી ક્ષતિને વિદ્વર્જનોએ સુધારવી એ નમ્ર વિનંતિ..
ભાયંદર, મુંબઈ. જ્યેષ્ઠી પૂર્ણિમા સંવત ૨૦૫૮
લિ. દેવ-ગુરુકૃપાકાંક્ષિ રમ્ય રેણુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org