________________
આ પ્રમાણે ઉલ્લેખ છે અને ટીકાના પ્રારંભમાં શ્લો. ૧૦માં સ્વચ્છુક્તઃ દ્રાનોપદેશમાનાયા: લખે છે એટલે એવું અનુમાન થાય છે કે- મૂળગ્રંથની રચના વખતે ગ્રંથકારનું નામ કે ઉપનામ વિશિર હોય, પછી ટીકારચના પૂર્વે આચાર્યપદવી થઈ હોય અને આ. દેવેન્દ્રસૂરિ નામ પડ્યું હોય.
ગ્રંથની રચના સમય જણાવ્યો નથી. પરંતુ ટીકાનો રચના સમય પ્રશસ્તિમાં જણાવ્યો છે તે મુજબ વિ.સં. ૧૪૧૮ માં ટીકાની રચના થઈ છે.
ગ્રંથ વિષે ટીકામાં પ્રારંભમાં જણાવ્યું છે કે- “સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણીઓને જહાજ જેવું અને પુણ્યરૂપી વનને વિસ્તારવામાં મેઘ સરખું આ દાનોપદેશમાલા પ્રકરણ છે.”
ગ્રંથમાં દાનના સુપાત્રદાન, ઉચિતદાન, અનુકંપાદાન, અભયદાન અને જ્ઞાનદાન એમ પાંચ પ્રકારો અને તેના ઉપર નાની મોટી ચોવીસ કથાઓ છે. કથાઓ પદ્યમાં છે. ૩૩ શ્લોકથી ૯૧૬ શ્લોક સુધીના વિવિધ પરિમાણની કથાઓની ભાષા સરળ સાદી છતાં આકર્ષક અને પ્રવાહી છે. પ્રારંભિક કક્ષાના અભ્યાસીને વાંચવામાં તકલીફ પડે એવા શબ્દો અને પ્રયોગો ભાગ્યે જ આવે છે.
દરેક કથાના અંતે - इति श्रीरुद्रपल्लीयगच्छशृङ्गारहारश्रीसंघतिलकसूरिशिष्यदेवेन्द्रसूरिविरचितायां
શ્રીદ્વાનોપશમાતાવૃત્તી... આ પ્રમાણે ઉલ્લેખ કરે છે એટલે ગ્રંથકારશ્રી રુદ્રપલ્લીયગચ્છના છે એ વાત સ્પષ્ટ છે.
રુદ્વપલ્લીથગછ | વિક્રમના ૧૩માંથી ૧૬મા શતક સુધીમાં આ ગચ્છમાં ઘણાં વિદ્વાનું શાસન-પ્રભાવક આચાર્યો થયાના ઉલ્લેખો મળે છે.
તિર પર સંક્ષિપ્ત 9%ાશ' (તિસ્થયર' કલકત્તાથી પ્રકાશિત) ડૉ. શિવપ્રસાદશ્રીના લેખમાં આ ગચ્છ વિષે વિગતે માહિતી આપવામાં આવી છે, આ ગચ્છની સ્વતંત્ર પટ્ટાવલી મળતી નથી. પરંતુ, ખરતરગચ્છની પટ્ટાવલીમાં આ ગચ્છની વિગતો આવતી હોવાથી કેટલાક વિદ્વાનો અને ખરતરગચ્છની શાખા માને છે. મુનિશ્રી કાંતિસાગરજી લખે છે કે:૧. જુઓ શત્રુંજય વૈભવ' પૃ.૩૭૪ મુનિશ્રી કાંતિસાગરજી પ્રકાશક : કુશલસંસ્થાન જયપુર ઈ.સ. ૧૯૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org