________________
છે પ્રકાશકીય ?
ઘણું જ થડા દિવસમાં તત્ત્વ ન્યાયવિભાકર ભાગ૨– (સંપૂર્ણ ગ્રંથ) આપની સમક્ષ પ્રકાશિત કરતાં ઘણે આનંદ થાય છે. - પૂજ્યપાદ કવિકુલકટિર આચાર્યદેવ વિજયભુવનતિલકસૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન વિદ્વદ્દવર્ય પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી ભદ્રકવિજયજી ગણિવરશ્રીએ મૂલને ગુજરાતી અનુવાદ પરિશ્રમ લઈને કરી આપે છે. અને સંસ્થા આવા અભિનવ પ્રકાશને સાહિત્યની દુનિયામાં કેમ શીધ્ર પ્રકાશિત કરે એના માટે સદૈવ પૂ. પં૦ મહારાજ આત્મીય ભાવે સ્વ કિંમતી ફાળ-સૂચના વિગેરે આપી રહ્યા છે. જેથી અમે અનુપમ પ્રાચીન-અર્વાચીન ગ્રંથને ગુજરાતી અનુવાદ કરાવી તારક જિનેન્દ્રશાસનને અમૂલ્ય વારસે પ્રગટ કરવા અમે બડભાગી થયા છીએ, જેથી અમારી સંસ્થા પૂ. ૫૦ મહારાજના અસીમ ઉપકારને કયાંથી વિસરે?
પૂ. પ્રવચનવિશારદ આચાર્યદેવ વિજયવિકમસરીશ્વરજી મહારાજે અમારા પર ઉપકાર કરી આમુખ પહેલા ભાગમાં લખી મોકલ્યું હતું. તે અતિ ઉપયોગી હોઈ સુધારા સાથે અહીં બીજા ભાગમાં પણ આપવામાં આવેલ છે. જેથી પૂ. આચાર્ય મહારાજના અમે અત્યન્ત ઋણી છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org