________________
પ્રકાશકીય વિષય કષાયથી ખદબદતા સંસારમાં પ્રાણીને શાંતિનું અમૃત પાનાર કે હેય તે શ્રી જિનેશ્વર કથિત સમ્યગજ્ઞાન છે. કારણ કે તે જ્ઞાન જીવને આપત્તિમાં કે સંપત્તિમાં, સુખની વેળાયે કે દુઃખની વેળાયે બે બાકળ ન બનાવતાં સમ્યફ પ્રકારે સહન કરવામાં દીવાદાંડીની ગરજ સારે છે.
આવા સમ્યગ જ્ઞાનના અપૂર્વ ખજાના સમાન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમવિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા વિરચિત તવચાય વિભાકર ગ્રંથને પહેલે ભાગ આપની સમક્ષ મુક્તાં ઘણે આનંદ થાય છે.
સંસ્થાને ઘણા વર્ષોથી પરમ ગુરુવર્યની ભક્તિ નિમિત્તે પરમ ગુરુવર્યની રચિત કૃતિ બહાર પાડવાની પરમ કામના હતી. જે અંશે આજે ફલિત થાય છે એ અમારે મન ઘણા હર્ષની વાત છે.
તત્પન્યાય વિભાકર ગ્રંથને ગુજરાતી મૂલ અનુવાદ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પરમવિનેય પૂજ્યપાદ પન્યાસજી મહારાજ શ્રી ભદ્રકવિજયજી ગણિવર શ્રીએ અતિ શ્રમ લઈને કરી આપે છે. તેમને સમ્યમ્ શ્રદ્ધા નિરુપમ નામને પહેલો ભાગ પ્રગટ થઈ રહ્યો છે. જયારે બીજા ભાગમાં સમ્યફસંવિદ અને સમ્યગૂ ચારિત્ર વિષયને સંપૂર્ણ ગ્રંથ થોડા જ સમયમાં પ્રગટ કરવામાં આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org