________________
શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા
જ નથી! ?પણ સત્યભામા પણ પંડિતપુત્રી હતી. એણે જોયું કે “જે આમની વિદ્યા એમનાં કપડાંને કેરાં રાખી શકી, તે એમનું શરીર શી રીતે પલળ્યું હશે? માટે નક્કી આ નવગ્રા થઈને આવ્યા હોવા જોઈએ! 7 અને આ વિચાર સાથે જ એને ખ્યાલ આવી ગયો કે મારે પતિ શુદ્ધ બ્રાહ્મણ નથી લાગત; એમાં કાંઈક ભેળસેળ અવશ્ય છે, તત્કાળ તે તેણે મોન જ સેવ્યું, પણ ત્યાર પછી પતિ તરફ એને સ્નેહ ક્ષીણ થઈ ગયે,
હવે, બન્યું એવું કે, કપિલને પિતા, ધરણુજા, ભાગ્યવશે, નિધન બની ગયું. તેને કપિલની સુખી અવસ્થાની ભાળ મળી એટલે, તેની પાસેથી આર્થિક મદદ મેળવવાની આશાએ, તે કપિલને ત્યાં આવ્યો. પિતાને જોતાં જ, એમના ચરણ પખાળવા વગેરે ક્રિયાઓ કપિલે કરી પણ જ્યારે ભોજનને સમય થયો, ત્યારે તેણે પત્નીને કહ્યું, “મને શરીરે અસુખ છે માટે પિતાજીને માટે અલગ રસોઈ નું કરી દે.' આ સાંભળીને સત્યભામાની શંકા દઢ બની તે સમજી ગઈ કે, આ જ્ઞાતિએ હીન હોવાથી જ તેના પિતાને તેની કરેલી રઈ નહિ ખપતી હેય. એણે એ તક ઝડપી લીધી. રઈ બનાવીને ધરણીજને અલાયદા જમવા બેસાર્યા, અને ત્યાંએકાંત જોઈને ધરણીજને બ્રહ્મહત્યાના શપથ આપીને પૂછયું: “સાચું કહેજો, આ તમારે પુત્ર શુદ્ધ બ્રાહ્મણ છે કે હીન? 5 ધરણીજટે કપિલ દાસીપુત્ર હોવાની ખરી વાત કબૂલી દીધી.
પછીધરણીજ, તે પિતાનું કાર્ય સાધીને ચાલ્યો ગયો, પણ સત્યભામાં સીધી રાજા શ્રીષેણ પાસે પહોંચી ગઈ. તેણે રાજાને કહ્યું, “મારાં કમનસીબે મને વર્ણસંકર પતિ મળ્યો છે; મને તેના સકંજામાંથી છોડાવે, ત્યાંથી છૂટીને હું શેષ જીવન ધર્મકરણીમાં ગાળીશ. ” કરુણાળુ રાજાએ કપિલને બોલાવ્યો, અને સમજાવ્યો કે તારી સ્ત્રી હવે વિરકત થઈ છે. તેને પરાણે સંઘરીને તારું કાંઈ નહિ વળે, માટે તેને રાજીખુશીથી છૂટી કર, એમાં તમારાં બન્નેનું ભલુ છે. » પણ કપિલ ન માન્યો. એણે કહ્યું, “આ તો મારી પરણેતર છે. એના વિના હું જીવી નહિ શકું; હું એને છૂટી નહિ કરી શકું. હા, જે વેશ્યા હોય, એને છૂટી કરી-કરાવી શકાય; આ તો મારી પરણેતર પત્ની છે! 9 આની સામે સત્યભામાએ હઠ કરી: “મને નહિ છોડો, તો હું આપઘાત કરીશ. ?
બન્નેને સામસામે છેડે પહોંચેલાં જઈને રાજાએ વચલો રસ્તો કાઢો. તેણે કપિલને કહ્યું, “જો તું આને ઘેર લઇ જઇશ, તો એ આપઘાત કરશે. એ કરતાં થોડો વખત એ ભલે મારા મહેલમાં રહેતી. શાંત પડશે, ત્યારે લઈ જજે.” કપિલ સંમત થયો. સત્યભામાં પણ ત્યારથી રાણી પાસે રહીને વિવિધ તપ-અનુષ્ઠાનમાં સમય પસાર કરવા લાગી.
દરમ્યાનમાં, બન્યું એવું કે, શ્રીણના મોટા પુત્ર ઈન્દુષણ વેરે, કૌશાંબીની રાજકુમારી શ્રીકાન્તાનાં લગ્ન થયાં. હવે, તેની સાથે આવેલી તેની સખી અનન્તમતિકા વેશ્યા એટલી બધી સૌન્દર્યવતી હતી કે તેના પર ઈન્દુષણ અને તેના ભાઈ બિન્દુષેણ, બન્ને મોહી પડયા. બિન્દુષણના મનમાં એમ હતું કે મોટાભાઈને તે રાજકન્યા મળી, હવે આ બીજી સ્ત્રી એમણે શા માટે રાખવી જોઈએ? તો ઈન્દુષેણે વિચાર્યું કે મારી પત્નીની સખી ઉપર તો મારે જ અધિકાર પહોંચે. આ વાત પર એ બને છવ ઉપર આવી ગયા અને, બાહુબળ વડે જ આખરી ફેંસલો કરવાનો નિર્ણય કરીને, માતેલા સાંઢની માફક, ખંજર લઈને લડવા બેઠા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org