________________
શાંતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા જ્યારે કનકશ્રીનું અપહરણ કરીને જઈ રહ્યા છે, ત્યારે તો કનકશ્રીએ અનન્તવીર્ય પર પોતાનો
કળશ ઢોળ્યો હોવાનું નક્કી થઈ ચૂકયું જ છે; અને એટલે જ, વિમાનમાં, કનકશ્રીની સામે પાસે અનન્તવીર્ય છે અને અપરાજિત મોટો ભાઈ હોવા છતાં તેની પાછળ છે. આમ કરીને-માત્ર બને ભાઈઓની બેઠક બદલીને જ-ચિત્રકારે અપરાજિતની વિવેકશીલતા અને મોટાઈને પ્રગટ કરી બતાવી છે.
અનન્તવીર્ય અને અપરાજિતનાં મૂળ સ્વરૂપ નીરખી રહેલી કનકશ્રી, “અરે, આ શું ?' એવી ભાવમુદ્રામાં કેવી શેભી રહી છે! કનકશ્રીના કર્ણભાગને અડકેલા ડાબા હાથમાં અને તેની વિસ્ફારિત આંખોમાં, ચિત્રકારે, એના હૃદયમાં ઉમટેલા આશ્ચર્યને પૂરેપૂરું પ્રગટાવ્યું છે. આશ્ચર્યમાં ડૂબેલી કનકશ્રીની પછવાડે દેખાતે અર્ધદંડ તે વિમાનની દીવાલ છે. વિમાનની સામી બાજુની દીવાલને, સ્થળસંકોચવશ, ચિત્રકાર બહુ સ્પષ્ટ નથી દર્શાવી શકયા, છતાં, વિમાનમાં છેવાડે બેઠેલી કનકશ્રીના મસ્તકની પછીતે બે નાની અને પાતળી કાળી રેખાઓ દોરીને, ત્યાં વિમાનની તે તરફ દીવાલ હેવાનું ચિત્રકારે દર્શાવ્યું છે. વિમાનની લાંબી છતના બહારના ભાગને મંદિરના સામરણ જેવો ઘાટ આપો છે, અને તેની ટોચ પરનો નાનકડો કળશ, કાષ્ઠપટ્ટિકાના આ પૃષ્ઠભાગના પૂર્વાર્ધમાં જ્યાં (ચિત્ર ૭) યુદ્ધને પ્રસંગ આલેખાયો છે ત્યાં, છેલ્લા ઘોડા અને હાથીએ બેની વચમાં પડેલી ખાલી જગ્યામાં ફેલાવાય છે. તસુએ તસુ જગ્યાનો ખૂબ ગણતરીથી અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા છતાં, એક પણ રેખા બિનજરૂરી, વધારાની કે નકામી ન લાગે, બલકે એ રેખા ન હોય તો એ ચિત્ર બાંડું લાગે, એવી છાપ ઉપસાવવા માટે ચિત્રકારે સમર્થ પુરુષાર્થ કર્યો છે, એવું હવે લાગે છે.
પ્રસંગે પાત્ત, એક હકીકત અહીં નોંધી લેવી જોઈએ કે આ અગાઉ જ્યાં વિમાનને આવ્યાં, ત્યાં દરેક વિમાન ઉપર કયાંક સ્પષ્ટ તે ક્યાંક ઓછો સ્પષ્ટ, પણ કળશ તો છે જ, વળી કયાંક તો ફરકતી દવા પણ છે.
દા. ત. કાષ્ઠપટ્ટિકાના આ પૃષ્ઠભાગના પૂર્વાર્ધમાં ( ચિત્ર ૭-૮) અશનિષ અને અમિતતેજનાં વિમાન ઉપરનાં બાહ્ય ભાગમાં મંદિરના સામરણ જે ઘાટ છે, તેની ટોચ પર કળશ છે અને તે કળશની બંને તરફ ફરકી રહેલી બે દવાઓ છે. (ચિત્ર-૧૪)
હવે દશ્ય બદલાય છે. હવેનું દૃશ્ય તે અનન્તવીર્ય ને દમિતારિ વચ્ચે ખેલાતા ઘોર યુદ્ધનું છે, અગાઉ આવી ગયેલા યુદ્ધનાં પ્રસંગ કરતાં આ યુદ્ધપ્રસંગને ચિત્રકારે જુદી જ રીતે નિરૂપ્યો છે, અને એમ કરીને સહૃદય પ્રેક્ષકનું આ ચિત્રાંકનો પ્રતિ આકર્ષણ જાળવી રાખવાને સફળ પ્રયત્ન કર્યો છે. યુદ્ધનો પ્રસંગ તે જે અગાઉ હતો, તે જ અહીં પણ છે. વળી યુદ્ધમાં પ્રયોજેલા મનુષ્યો (મનુષ્યોની આકૃતિઓ અને તેમના પહેરવેશ આદિ), આયુધ અને વાહનો (પ્રાણીઓ ) પણ તેવાં ને તેવાં જ છે, એ જોતાં યુદ્ધના પ્રસંગનું પુનરાવર્તન થવાની પૂરી શકયતા છે, પણ એ પુનરાવર્તનને ચિત્રકારે જે ખૂબીથી અહીં ટાળ્યું છે તે અદ્ભુત છે.
અગાઉના યુદ્ધદયમાં બનને સૈન્યોને સામસામાં ક્રમસર ગોઠવ્યાં છે. એટલે કે પહેલાં શ્રીવિજ્યનું
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org