________________
જૈન ચિત્રશૈલીનું પૃથફ અસ્તિત્વ આજે પશ્ચિમ ભારત તરીકે ઓળખાતા પ્રદેશમાંથી ઉપલબ્ધ થયેલી, ઈ. ૧૧મા શતકથી લઈને ૧૬મા શતક પર્યાની, તાડપત્ર તથા કાગળ ઉપર લખાયેલી સચિત્ર હાથપોથીઓ, વસ્ત્રપટો તેમ જ કાષ્ઠપટ્ટિકાઓમાં જોવા મળતી ચિત્રશૈલીના નામકરણ પરત્વે, ચિત્રકલામર્મજ્ઞોમાં ઘણે મતભેદ પ્રવર્તતે આવ્યા છે. આ ચિત્રશૈલી મુખ્યત્વે, જૈન ધર્મ સાથે સંકળાયેલ “કલ્પસૂત્ર વગેરે ધર્મગ્રંથિના પોથી ચિત્રોમાં ઉપલબ્ધ છે. આ ચિત્રો, શરૂઆતમાં તેમ જ મહદંશે જૈન ગ્રંથોમાંથી મળી આવ્યાં હોવાથી, આરંભમાં તે ચિત્રોની શૈલી “ જૈન શૈલી હેવાનું નક્કી થયું હોવા છતાં, પાછળથી, “બાલગોપાલ સ્તુતિ”, દુર્ગાસપ્તશતી, ” “વસંત વિલાસ' વગેરે જૈનેતર સાંપ્રદાયિક તેમ જ શૃંગારરસપોષક ગ્રંથોમાં તે જ પ્રકારનાં ચિત્રો–અલબત્ત, ૧પમા-૧૬મા શતકનાં-મળી આવતાં, આ ચિત્રોની શૈલીને “જૈન શૈલી ? ગણાવવામાં કલાસમીક્ષકને સાંપ્રદાયિક્તાને ભય લાગ્યો, તેથી તેમણે આ શૈલીને “ગુજરાત શૈલી ? અથવા “પશ્ચિમ ભારતીય શેલી ? એવાં નામોથી ઓળખાવી. ત્યાર પછી આ શૈલી “ અપભ્રંશ શૈલી, ” “ મારુ-ગુજ૨ શૈલી, ૨ “ ગુજરાતની જનાશ્રિત ચિત્રકલા ૩ વગેરે વિવિધ નામોથી ઓળખાવાતી રહી. પણ એનું એક અને સર્વસમ્મત નામ હજી સુધી સ્થિર થયું નથી. આમ છતાં, આજે સામાન્યત: આ શૈલીને “પશ્ચિમ ભારતીય શૈલી' તરીકે ઓળખવામાં આવે છે.
હું આ શૈલીને “જન શૈલી' તરીકે ઓળખાવવાના પક્ષમાં છું. આના સમર્થનમાં અહીં કેટલાક મુદ્દાઓ તથા સંદર્ભો નોંધીશ.
આ ચિત્રશૈલીને “જૈન શૈલી તરીકે ન સ્વીકારવા પાછળ, મારી સમજ પ્રમાણે, વિદ્વાનની દષ્ટિએ, બે બાબતો કારણભૂત છે : (૧) કેઈ કલાને કેઈ ધર્મસંપ્રદાયનું નામ આપવું કે તેના નામ સાથે જોડવી, તેમાં ઔચિત્ય નથી; (૨) આ શૈલીનાં ચિત્રો ગૂજરાત સિવાયના અન્ય વિવિધ પ્રદેશોમાંથી પણ મળ્યાં છે, અને જેન ન હોય તેવાં પુસ્તકમાંથી પણ તે મળી આવ્યાં છે, માટે પણ આ શૈલીને “જેન શૈલી ” નામ આપવું ઉચિત નથી.
આ બન્ને બાબત વિશે ક્રમશ: વિચાર કરીએ :
૧. “ કલાને કોઈ ધર્મસંપ્રદાય સાથે જોડવામાં ઔચિત્ય નથી > એ વિચાર આજના લોકશાહી તથા બિનસાંપ્રદાયિક સમાજના વાતાવરણમાં સહુ કેઈને આવે એ ખૂબ સહજ છે, અને તેને અસ્વીકાર કરવાની હિંમત પણ ભાગ્યે જ કોઈ દાખવી શકે. પરંતુ એને અર્થ એ નથી કે વાસ્તવિકતા કે તને પણ અસ્વીકાર કે ઇન્કાર કરીને આગળ ચાલવું. આજને સમાજસંદર્ભ ગમે તે હેય. પણ તેને જ માધ્યમ કે માપદંડ બનાવીને આપણે મધ્યકાલીન સમાજને, ત્યારનાં ધોરણાને, વાતાવરણને કે કલા અને સાહિત્ય જેવા પદાર્થોને મૂલવીએ-માપીએ, તો તે બરાબર ન ગણાય. આપણે મધ્યકાલીન ઇતિહાસ તપાસીએ, તે આપણને સહેજે જણાઈ આવશે કે “ધર્મ ? એ મધ્યકાલીન સમાજને અને વાતાવરણનો પ્રાણ હતો; અને એ કાળની પ્રત્યેક વ્યક્તિ કે સમાજનું પ્રત્યેક અંગ, પોતે અપનાવેલા ધર્મસંપ્રદાયની કેમ ચઢતી કળા થાય ને તેનું સારું દેખાય, તે માટે સતત પ્રયત્નવંત, ગોગશીલ અને અને સભાન રહેતું. એ સમાજના જીવનમાંથી “ધર્મ ને દૂર કરીશું, તે એ સમાજ નિષ્ણાણ દીસરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org