________________
૭૬
શાંતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા પ્રકારને ઘાટ આપવા માટે ચિત્રમાં ચઢતા ઉતરતા રંગની પ્રક્રિયા (Shading) કરવામાં આવે છે. આ પ્રક્રિયા (Shading) પછી પીંછી વડે રંગમાં ચિત્રો ચિતરવાનું કામ કરવામાં આવે છે. રંગમાં પ્રારંભની સીમારેખાઓ પીંછી વડે ચિતર્યા પછી, ચિત્રમાં સુસ્પષ્ટ રેખાકૃતિઓ આપવા માટે રંગમાં પીંછી વડે બીજી અથવા છેલી રેખાએ ચિતરવામાં આવે છે.
પ્રસ્તુત ચિતરેલી કાષ્ઠપદ્રિકામાં અમુક વિશિષ્ટ પ્રકારના હેતુ માટે અમુક વિશિષ્ટ પ્રકારનો રંગ પૂરવામાં આવ્યો હતો, પરંતુ જવલેજ આવી રીતે ઇચ્છિત રંગ-અસર ઉપજાવવા માટે એક રંગ ઉપર બીજો રંગ પૂરવામાં આવે છે.
આ ચીતરેલી કાઠ૫ફ્રિકામાં ઘણાં બધા રંગે પ્રયોજવામાં આવ્યા હતા. તેમાં લાલ, ચળકતો. લાલ રંગ ( હિંગળાક), પીળો, સફેદ, વાદળી, લીલો અને કાળા-આ બધા મુખ્ય રંગે છે. પ્રસ્તુત કાષ્ઠપફ્રિકામાં જે બધા રંગો પ્રાજવામાં આવ્યા છે તે ખરેખર અસરકારક છે,
લાલ રંગ – તેમાં લાલ રંગ સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાયેલા રંગ તરીકે જોવા મળે છે. આ લાલ રંગ હિંગળકને લાલ રંગ છે જે લાલ મરકયુરીક સ૯ફાઈડ (Hgs) છે. આ લાલ રંગ મધ્યયુગ દરમ્યાન ઉપલબ્ધ થતો હતો. ભારતમાં આ લાલ રંગ હિંગુલ અથવા હિંગળક તરીકે જાણીતા છે. હિંગળક કુદરતમાં ખનિજ દ્રવ્ય સીનેબાર તરીકે મળી આવે છે, જેમાંથી પારો ધાતુ (મરકયુરી) બને છે. જો કે સૈકાઓ સુધી ખાંડેલા અને દળેલા હિંગળકે સીધું જ રંગ તરીકે કામ આપેલું, છતાં ઘણાં પહેલાના સમયમાં ભારતમાં માણસ કૃત્રિમ હિંગળક અથવા ચળકતો લાલ રંગ બનાવવા માટે પારો અને ગંધકને ભેગા કરતા હતા. હિંગળક (સીબાર) એ ગ્રીક અને રેમન લોકો દ્વારા પણ જાણીતો થયો હતો. આ હિંગુલ રંગ, કલાકારની રંગમિશ્રણ કરવાની પાટીમાં એક જૂનામાં જૂને રંગ છે. મૂળ તો મરકયુરી અથવા સીબારને નેટીવ સફાઈડ વપરાતો હતો, પરંતુ પાછળથી ગંધક (સફર) અને પારા (મરકયુરી)ના એક સાથે કરેલા ઉર્ધીકરણ દ્વારા તૈયાર કરવામાં આવતા હિંગળાક જાણીતો થયો હતો. ચીનમાં આજે પણ આ પદ્ધતિ પ્રયોજવામાં આવે છે, પરંતુ યુરોપમાં તેને બદલે ઉત્પાદનની ભીની-પદ્ધતિ ( Wet method) અપનાવવામાં આવી છે.
માનસોરાક અથવા “શિવર નામના સંસ્કૃત શિલ્પ-ગ્રન્થામાં લાલ રંગ તરીકે હિંગુલનો અથવા હિંગળાકનો કોઈ સ્પષ્ટ નિર્દેશ જોવા મળતો નથી. “fasળવર્ષોત્તરકુરાન એ
એક જ સંસ્કૃત શિ૯પ-ગ્રન્થ છે જેણે હિંગુલને લાલ રંગના મૂળ તરીકે સ્પષ્ટપણે નોંધેલું છે. (જુઓfasguતઃપુરાન-માવા-૩, -૪, કો-૨૬). વળી “નવવા ” માં લાલ રંગની બનાવટ વિશે આ પ્રમાણે માહિતી મળી આવે છે. કુદરતી કાચા હિંગળકને ખાંડના પાણીની મદદથી અથવા તો લીંબુના રસની મદદથી ખાંયણીમાં (ખલમાં) સંપૂર્ણ પણે ભૂકો કરવામાં આવે છે, પછી હિંગળકને નીચે કરવા દેવામાં આવે છે અને ઉપરના પીળાશ પડતા પાણીને સંભાળપૂર્વક કાઢી નાંખવામાં આવે છે. આમ તદ્દન શુદ્ધ હિંગળક મેળવવા માટે આ પ્રક્રિયાનું પંદર વખત અથવા તો તેનાથી પણ વધારે વખત પુનરાવર્તન કરવામાં આવે છે. તેને ફરીથી ખાંડના પાણી અથવા લીંબુના રસ તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org