________________
પ્રતિમાલેખેને અનુવાદ
(૨૦૨). સં. ૧૫૩૬ કારતક સુદ ૨ ના દિવસે પરવાડજ્ઞાતીય વ્યાપારી માંડણની ભાર્યા હાંસૂના પુત્ર વ્યા. રાણકે, પિતાની ભાર્યા લખમી અને પુત્ર ખના વગેરે કુટુંબની સાથે શ્રીસુમતિનાથ ભટ નું બિંબ ભરાવ્યું અને તેની તપગચ્છીય... પ્રતિષ્ઠા કરી.
(૨૦૦૩) સ. ૧૫૪૦ ના વૈશાખ સુદિ ૩ના દિવસે પરવાડજ્ઞાતીય વ્યાપારી પાંચાની ભાર્યા શંભૂના પુત્ર વ્યા. લાંપાકે, તેમના ભાઈઓ વ્યા. ચેલા, લુંભા, ભત્રીજાએ લાલા, શેભા અને ચાઈ વગેરે કુટુંબની સાથે પિતાના અને પૂર્વજોના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભવનું બિબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૦૪) સં. ૧૫૪પના જેઠ વદિ ૧૧ ને રવિવારે પરવાડજ્ઞાતીય સં. શીખરે (પિતાના) પુણ્યાર્થે શ્રી પ્રભસ્વામીનું બિંબ (ભરાવ્યું) અને તેની તપાગચ્છીય શ્રી સુમતિ સાધુસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૦૫) સં. ૧૫૬૩ના પિષ વદિ ૫ને રવિવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય, નરસિઘન પુત્ર વ્યાપારી રાજાની ભાર્યા રાજલિદેના પુત્ર વ્યા. ડીડાની ભાય નાગલિદેના પુત્ર ધાગાની ભાર્યા ભાવલદેએ પિતાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભ૦નું બિંબ શ્રીઅંચલગચ્છીય શ્રીભાવસાગરસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની પુનાસા ગામમાં શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org